________________
જાય છે. જેટલો પુરુષાર્થ સંપત્તિ મેળવવામાં કરાય છે, તેથી અધિક પુરુષાર્થ તેના રક્ષણ માટે કરવો જોઇએ.
ચેતન ! ક્રોધાદિ કષાયોના મુળ આત્મામાં ઉંડા ઉતરેલાં છે. પણ ગમે તેવા ઉત્પન્ન થયેલા ક્રોધાગ્નિને, ક્ષમાના જળ જલ્દીથી શાંત કરી દે છે. અગ્નિને ઓલવવાનો પ્રયાસ ન થાય તો તે વધતો જશે. પ્રચંડ દાવાનળમાં પલ્ટાઇ જશે. ભયંકર નુકશાન કરનારો નીવડશે. જો આ ઉત્પન્ન થતા ક્રોધને નિષ્ફળ બનાવવામાં ન આવે, નાશ કરવામાં ન આવે તો તેની પરંપરા, અનુબંધ ચાલશે.
અનુબંધ એટલે ક્રોધ કર્યા બાદ તેનું સમર્થન કરીએ તો તેની પરંપરા જે ચાલે તેને અનુબંધ કહેવાય. ચેતન ! ઉત્પન્ન થયેલો ક્રોધ હજી બહુ નુકશાન કરતો નથી, પણ તેનો અનુબંધ મહાન અનર્થની પરંપરા (પેઢી) ચલાવનાર છે. માટે ક્રોધનો અનુબંધ ન ચાલે તે માટે આવેલા ક્રોધનો આદર ન કરજે, આવકાર ન આપજે, તેને સારો માની સ્વીકાર ન કરજે. આલોચના નિંદા દ્વારા તેનો શીધ્ર નિકાલ કરી નાખજે.
ચેતન ! ક્રોધનો અનુબંધ કેમ પડે, તે તું જાણે છે ? ક્રોધ થયા પછી, ક્રોધ કરનાર વ્યક્તિ, ક્રોધને સારો માને છે, કરવા યોગ્ય માને છે. મનથી એમ માને છે કે જો આવા પ્રસંગે ક્રોધ ન કરીએ તો સામી વ્યક્તિ માથા પર ચઢી બેસે અને કાયમ માટે તેનાથી દબાતા રહેવું પડે અને અમે પણ કાંઇ કાયર નથી કે બીજાનું ગમે તેવું વર્તન સહન કરી લઇએ. અમે પણ કંઇ કમ નથી. તેથી અમે જે કાંઇ કર્યું છે, તે બરાબર જ કર્યું છે, એને તો એવો પરચો બતાવી જ દેવો જોઇએ કે ફરીથી તે મારી સામું માથું જ ન ઉંચકે... આ રીતે ક્રોધના સમર્થક, ક્રોધને પોષક અશુભ વિચારો કરવાથી, ક્રોધનો અનુબંધ પડી જાય છે. અનુબંધને રોકવા, થયેલા ક્રોધની આલોચના દ્વારા ક્ષમાપના કરવામાં ન આવે તો મનમાં જીવનપર્યત વેર
વિરોધની ગાંઠ બંધાઇ જાય છે અને તે ક્રોધ અનંતાનુબંધી બની જઇ આત્માને નરકગામી બનાવે છે. એટલું જ નહીં પણ અનંતકાળ સુધી ભવમાં ભ્રમણ કરાવે છે. વેરની પરંપરા ચલાવે છે.
ચેતન ! લમણા સાધ્વીજીનો પ્રસંગ તને યાદ છે ? અશુભ વિચારની આલોચના કરવામાં કરેલી માયાની આલોચના ન કરી, એથી એવો અનુબંધ પડી ગયો કે ૮૪ ચોવીસી સુધીનો સંસાર વધી ગયો અને કરેલી આ માયાના ફળ રૂપે વારંવાર સ્ત્રી અને તિર્યંચના અવતાર લેવા પડ્યા.
ચેતન ! તું ચેતી જા. ક્રોધાદિ કષાયોનો અનુબંધ ભલભલાને પણ દુ:ખી દુ:ખી કરી મૂકે છે, તો તારી અને મારી શી વિસાત? ક્રોધ થાય પણ તેનો અનુબંધ ન પડી જાય તેની કાળજી રાખજે. તે માટે ક્ષમા - પ્રાયશ્ચિતના જળથી, આત્માનું પ્રક્ષાલન કરતો રહેજે. • ક્રોધ અનુબંધ નિવારક ઉપાય : > ક્રોધ આવે ત્યારે ક્રોધજનક વસ્તુ, વ્યક્તિ કે વિચારથી
દૂર થઇ જજે. ક્રોધાવેશ વખતે મૌન રહેજે. ક્રોધ આવે ત્યારે વારંવાર અરિહંત પરમાત્માનું - ઇષ્ટદેવનું સ્મરણ કરજે. અપમાન સહન કરવાની ટેવ પાડજે. નુકશાન અપમાન કરનારને થાય છે, સહન કરનારને નહીં.
ક્ષમાપના એ જ ધર્મ છે, તેને હૈયામાં ધારણ કરજે. > જે માણસ ક્ષમા આપતા શીખે છે, તેને માટે ભવભ્રમણ
રહેતું નથી.. જે સહન કરતાં શીખે છે, તેને બદલામાં મોક્ષના અનંત સુખો મળે છે.
A
A
A
A
A
સહજ સમાધિ • ૬૦
સહજ સમાધિ • ૬૧