Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 16
________________ | || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૨૩) પોતાના અલ્પ પણ દોષની ઉપેક્ષા ન કરવી. (૨૪)સ્વભૂમિકાને ઉચિત સદનુષ્ઠાનોનું આસેવન કરવું. • ભાવનાયોગ : (શ્લોક ૨૩-૨૪-૨૫) (૨૫) આત્મ-પરિણામોને સ્થિર બનાવી શુદ્ધાત્મભાવના ભાવવી. (૨૬) સ્થિર દૃષ્ટિએ પરમાત્મા કે અંતરાત્માના સહજ સ્વરૂપને નીરખવો. • ધ્યાનયોગ : (શ્લોક ૨૬) (૨૭) સહજ ધર્મની ધારણા કરવી. (૨૮) આત્મ-ધ્યાનમાં સ્થિર બનવું. (૨૯) આત્મજ્ઞાનની રુચિને અત્યંત તીવ્ર બનાવવી. • સમતાયોગ : (શ્લોક ૨૭) (૩૦) રાગ અને દ્વેષની મલીનવૃત્તિઓનો ક્ષય કરવો. (૩૧) મહાપુરુષોના અનુભવવચનોનું પરિશીલન કરવું. • વૃત્તિસંક્ષય યોગ : (શ્લોક ૨૮). (૩૨)પરમ ઉદાસીનભાવ ધારણ કરવો. આ પ્રમાણે આ ‘અમૃતવેલ'માં અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ અને સમતાયોગ દ્વારા અનુક્રમે વૃત્તિસંક્ષયયોગને સાધી કેવલજ્ઞાનની જ્યોતિને પ્રગટાવી સિદ્ધપદ પ્રાપ્ત કરી સદા પૂર્ણ સહજસમાધિમાં લીન બનવા સુધીનો ક્રમિક સાધનાપંથ બતાવવામાં આવ્યો છે. સૌ કોઇ ભવ્યાત્મા આ ગ્રંથના અધ્યયન, મનન અને પરિશીલન દ્વારા સાધનામાં પ્રગતિ સાધી ‘સહજસમાધિ'ને પામો એ જ એક મંગલ કામના ! આ ગ્રંથના અર્થ અને વિવેચનના લખાણમાં જિનાજ્ઞા વિપરીત કોઈપણ શબ્દ લખાયો હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્ ! અમૃતવેલ સ્વાધ્યાય ચેતન ! જ્ઞાન અજાવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે, ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. | ચેતન || ૧ || • અર્થ : હે ચેતન ! તું તારા જ્ઞાનપ્રકાશનો વિકાસ કર, જેથી તારો મોહરૂપ અંધકાર ટળી જશે. ચિત્તની ડામાડોળ સ્થિતિ ઉપર કાબૂ આવશે અને આત્માના પોતાના સહજ ગુણોમાં રમણતા થશે. • વિવેચન : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત આ ‘અમૃતવેલ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાય કરતાં પોતાની જાતને જ સામે રાખવાની છે. પોતાના જ આત્માને સન્મુખ રાખવાનો છે અને તેને ઉદેશીને જ વિચાર કરવાનો છે. આ સ્વાધ્યાય દ્વારા સ્વને, સ્વયંને જગાડવાનો છે, ચેતના જાગતાં જ કોઇ ધન્ય પળે, ઇષ્ટફળની સિદ્ધિ થશે. ચેતનાને જગાડવાના હેતુથી સહુ પ્રથમ “ચેતન' શબ્દ પ્રયોજાયો છે. ચેતનને, આત્માને ઉદ્દેશીને કરેલું આ સંબોધન મધુર અને રહસ્યમય છે. ચેતન એટલે આત્મા, ચૈતન્યવાનું, જ્ઞાનવાનું આત્મા. ચેતન શબ્દ, જીવમાત્રામાં રહેલા ચૈતન્ય ધર્મની, ચિતુ શક્તિની ઓળખાણ કરાવે છે. જીવ અને જડ પદાર્થો વચ્ચે ભેદની રેખા દોરનાર ચિત શક્તિ છે. જ્ઞાનશક્તિ છે. આ જ્ઞાનશક્તિ દ્વારા જ આત્મા સર્વ પદાર્થો કરતાં નોખો તરી આવે છે. સહજ સમાધિ • ૩૦ સહજ સમાધિ • ૩૧

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77