________________
આત્મામાં અનંતશક્તિ છે. તે શક્તિનો વ્યય હિંસાદિ કાર્યોમાં થતો હોવાથી અશુભ કર્મોનું સર્જન-બંધન સતત ચાલુ રહે છે.
- પરંતુ આત્મા જો વિષય-કષાયથી વિમુક્ત બને તો તે અશુભ કર્મબંધનમાંથી આબાદ ઉગરી જાય.
જગતના પદાર્થોને નહિ ફેરવાય, પણ આપણે આપણી જાતને ફેરવી શકીએ. મન-વચન-કાયાની પ્રવૃત્તિને ફેરવી શકાય. હિંસા, વિષય, કષાય ઇત્યાદિ અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, અહિંસા, સંયમ અને તરૂપ ધર્મમાં તત્પર બનીએ તો મોક્ષ જરાય દૂર નથી.
પાંચ ઇન્દ્રિયો અને છઠું મન એ માનવજીવનની મહાન સંપત્તિ છે. તેને સદા સત્કાર્ય અને સવિચારોમાં જોડી રાખીએ, તો જ્ઞાનદૃષ્ટિ ખૂલશે, પરિણામે વિષય-કષાયની આસક્તિ તુટશે અને મુક્તિ નજીક દેખાશે.
જ્ઞાનદૃષ્ટિને ખીલવવા, જ્ઞાનનો પ્રકાશ મેળવવા, પ્રારંભમાં જ “ચેતન ! જ્ઞાન અાવાળીએ” એવા સૌમ્ય સંબોધન દ્વારા જિજ્ઞાસુ આત્માને જ્ઞાનાભિમુખ બનાવવાનું પ્રેરક સૂચન છે.
આ પંક્તિમાં શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનો અનુક્રમે વિકાસ સાધી, તેના ફળરૂપે ‘સહજ સમાધિ' (સ્વભાવ રમણતા) પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવી છે. • જ્ઞાનથી આનંદમય જીવનની પ્રાપ્તિ :
જ્ઞાન એ અમૃત છે. સમ્યગુ જ્ઞાનનું અમૃત માનવને અમર બનાવે છે. જયારે આત્મા જ્ઞાન દશામાં ઝીલે છે, ત્યારે જ એ આનંદમય જીવન જીવે છે. અજ્ઞાનતા એ આનંદમય જીવનનો નાશ છે. આત્માનું ‘ભાવમરણ' છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ ભાવ પ્રાણોનો નાશ એ આત્માનું ભાવ મરણ છે. પર પદાથોમાં આસક્ત થવાથી, આત્માના ભાવપ્રાણોનો નાશ થાય છે. જો આપણામાં જ્ઞાનરૂપ ભાવપ્રાણ ન હોય તો શ્વાસોશ્વાસ પણ લઇ
શકાય નહીં, માટે જ્ઞાન એ જ આપણો ભાવપ્રાણ છે.
જ્ઞાન એ અમૃત છે, અદ્ભુત અમૃત છે, કારણ એ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું નથી. જ્ઞાન એ રસાયણ છે, અનુપમ રસાયણ છે, કારણ એ ઔષધિઓના મિશ્રણથી બનેલું નથી, જ્ઞાન એ ઐશ્વર્ય છે, અપૂર્વ ઐશ્વર્ય છે, કારણ એ બીજા ધનાદિ પદાર્થની અપેક્ષાથી રહિત અને અવિનાશી છે. બાહ્ય જગતનાં કહેવાતાં અમૃત, રસાયણ અને ઐશ્વર્ય એ પરપદાર્થ અપેક્ષિત અને નાશવંત છે, ત્યારે જ્ઞાનરૂપ ઐશ્વર્ય કોઇ પણ પદાર્થની અપેક્ષાથી ઉત્પન્ન થતું નથી, તે તો સ્વાભાવિક છે, પોતાનું છે.
જ્ઞાન એ આત્માને અમરપદ આપનાર હોવાથી પરમ અમૃત છે.
જ્ઞાન વડે આત્માનો અનુભવ થવાથી દેહમાં આત્મબુદ્ધિ રૂપ મિથ્યાત્વનો નાશ થાય છે. જન્મ મરણનો ભય મટી જાય છે.
“અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દીઓ તજ ફિર ન દેહ ધરેંગે.” - આત્મા અમરતાનો અધિકારી બને છે.
જ્ઞાનરૂપી અમૃત બાહ્ય સમુદ્રમાંથી ઉત્પન્ન થતું નથી, પરંતુ શ્રુતસાગરના મંથનથી નિર્મળ આત્મામાં જ જે સ્વ-સંવેદન રૂપે પ્રગટ છે, તે જ્ઞાનામૃત યોગીઓને પરમાનંદનો આસ્વાદ કરાવે છે; તે જ જીવનમુક્તિનો સમાગમ કરાવવામાં સમર્થ છે, જ્ઞાન એ સ્વભાવ રમણતા-રૂપ ચારિત્રને ઉત્પન્ન કરીને શિવરમણીનું શાશ્વતમિલન કરાવી અનંત અક્ષય અવ્યાબાધ સુખનો ભોક્તા બનાવે છે. તેથી તે અનુપમ અમૃત છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજે કહ્યું પણ છે,
“તીન ભુવન નાયક શુદ્ધાતમ, તસ્વામૃત રસ વેઠું રે...” અને જયારે અનુભવરસનો પ્યાલો મળે છે, ત્યારે - “પૂર્ણાનંદ અક્ષય અવિચલરસ, ભક્તિ પવિત્ર થઇ પીધો રે.” શ્રી અરિહંત પરમાત્માની અને સિદ્ધ પરમાત્માની ભક્તિના
સહજ સમાધિ • ૪૦
સહજ સમાધિ • ૪૧