________________
પ્રભાવે જ ભક્તને સમ્યગુ-જ્ઞાનરૂપી અમૃતનો અનુભવ થાય છે. આત્મસંવેદન થયા પછી, ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થાય છે.
જેમ વસંતમાલતી, અભ્રક ભસ્માદિ રસાયણ શરીરની શક્તિ સૌંદર્ય વધારે છે, તેવી રીતે જ્ઞાન એ આત્મવીર્યને પુષ્ટ બનાવી પરમતૃપ્તિ પ્રદાન કરે છે. આત્માનુભવ પ્રાપ્ત કરનારા યોગીઓ જયારે સમાધિ સમયે પ્રશમના પરમ સામ્રાજય, પરમ ઐશ્વર્યને પામે છે, ત્યારે હરિહર બ્રહ્માદિ અને ઇન્દ્રાદિની બાહ્ય સમૃદ્ધિ અત્યંત તુચ્છ લાગે છે. ચિદાનંદની મોજમાં, સમતા રસના પાનમાં તન્મય બનેલાને આત્મ અનુભવ - રસની આગળ, બધું જ ફિક્યું અને નિરસ લાગે છે.
સમ્યગુ-જ્ઞાન પરમ અમૃત, ભાવ રસાયણ અને પરમ ઐશ્વર્ય હોવા છતાં –
મિથ્યાજ્ઞાનમાં, અજ્ઞાન અંધકારમાં ફસાયેલા ચેતને, શરીર, સંપત્તિ અને સ્વજન પરિવાર આદિ પરાયા છતાં પોતાના માન્યા છે. જ્ઞાનાદિ ગુણો પોતાના હોવા છતાં, પરાયા માન્યા છે. આ માન્યતા કેવી ભયંકર ભૂલ ભરેલી છે ! ચાર ગતિની ચોપાટ આપનારી છે. આત્માને એકાંતમાં પૂછીએ કે ચેતન તારું પોતાનું શું અને પારકું શું ? - સાચું ઐશ્વર્ય જે જ્ઞાન છે, તે જ સુખ શાંતિ આનંદ આપનાર છે. જ્ઞાનથી સમતાની પ્રાપ્તિ થાય છે. દુઃખ માત્ર સંકલ્પ-વિકલ્પથી ઉત્પન્ન થાય છે, જ્ઞાન તેનો નાશ કરે છે. મનના કુવિકલ્પોને રોકવા, વિવેકની જરૂર છે. વિવેકની પ્રાપ્તિ શાસ્ત્રજ્ઞાન કે શ્રુતજ્ઞાનના અભ્યાસથી થાય છે.
શ્રુતબોધ ગુરુ પાસેથી મેળવવામાં આવે તો તેનાથી સમ્યગુ વિવેક જાગૃત થાય અને તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં માર્ગદર્શક બને, પ્રેરક અને પૂરક બની શકે.
શ્રુતજ્ઞાનનો અભ્યાસ ગુરુની સેવા તેમના માર્ગદર્શન અનુસાર
યથાશક્તિ તપ-ત્યાગના અનુષ્ઠાનોનું આસેવન, પાપપ્રવૃત્તિનો પરિહાર, પરોપકાર અને પરમાત્મ-ભક્તિ વગેરે પૂર્વક અંતરના ઉમળકા, આનંદ સાથે નિઃસ્પૃહ ભાવે કરવાથી ઉપર જણાવ્યા મુજબ ક્રમશઃ આત્માનુભવ સુધી પહોંચી શકાય છે.
આત્મસ્વભાવમાં તન્મયતા કરાવનાર જ્ઞાન છે. શ્રુતજ્ઞાનની વાચના, પૃચ્છના, પરાવર્તન વડે અનુપ્રેક્ષા કરવાથી દઢ સંસ્કારો પેદા થાય છે. રુચિની તીવ્રતાથી વીર્ષોલ્લાસ વધે છે અને તેથી સ્વભાવ રમણતારૂપ ભાવ ચારિત્રની સિદ્ધિ થાય છે.
આત્મા શુદ્ધ જ છે.” એવું જ્ઞાન પરમાત્મ-સ્વરૂપની દેઢ શ્રદ્ધા પેદા કરે છે. તે બંનેના પ્રભાવથી વારંવાર સહજ સ્વભાવમાં લીનતા થાય છે. મારો આત્મા એક, શાશ્વત, જ્ઞાનાદિ ગુણવાળો છે, બાકી બધા દેહાદિ ભાવો સંયોગ સંબંધથી છે. તેનો વિયોગ નિશ્ચિત છે. તેથી વિનાશીનો સંગ છોડાવી, અવિનાશી પરમાત્મા સાથે સદા તન્મય બનાવે તેવા જ્ઞાનનો સતત અભ્યાસ કરવો અને વાદવિવાદથી સદા દૂર રહેવું એ તત્ત્વજ્ઞાની મહાત્માઓની, અનુભવી સંતોની અનુભૂત વાણી છે.
મોહ ત્યાગ :
જ્ઞાનનો મહિમા ગાયો, મહત્તા વિચારી, આવશ્યકતા સમજાવી. એની અનન્ય ઉપકારકતા વિશે જાણ્યું - હવે ‘ટાળીએ મોહ સંતાપ રે” પંક્તિનો ભાવ વિચારીએ.
મોહ આત્માનો એક મહાન કટ્ટર શત્રુ છે. દુમન પણ મિત્ર બની બેઠો છે. અસારને સાર સમજાવે છે, તુચ્છને મહાન ગણાવે છે, નાશવંતને શાશ્વત મનાવે છે. સંસારમાં મોહનો મહિમા અપરંપાર છે. > આધ્યાત્મિક સાધનામાં રુકાવટ કરનાર.
પ્રગતિને રૂંધનાર. અરે ‘હું સ્વયં કોણ છું ?” તેનો વિચાર સુદ્ધાં પણ ન કરવા દેનાર, કેવો છે આ મોહનો પ્રભાવ ?
સહજ સમાધિ • ૪૨
સહજ સમાધિ • ૪૩