Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 20
________________ “આતમ સુખ આનંદમય, શાંત સુધારસ કુંડ; તામે તે ઝીલી રહે, આતમવીર્ય ઉદંડ.” (સમાધિ વિચા૨ ૩૬૬) કેરી, સફરજન, પેંડા, ગુલાબજાંબુ વગેરે પદાર્થો વિશેની વાતો જાણવા, સાંભળવા કે તેઓની માહિતી મેળવવા માત્રથી તેમનો રસાસ્વાદ મળતો નથી. પરંતુ રસાસ્વાદનો આનંદ ત્યારે જ મળે, જ્યારે તેને ખાવાનો પ્રયત્ન કરે. એ જ રીતે આત્માની સાચી સમજ માત્ર શાસ્ત્રજ્ઞાનથી ન મળે. શાસ્ત્રો પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, પદાર્થના સ્વરૂપનો બોધ આપે, છતાં આત્માના જ્ઞાનમય, આનંદમય, સહજ સ્વરૂપનો અનુભવ તો ન જ થાય. તે માટે તો પોતે જાતે આત્માને જાણીએ, જોઇએ, તેનો સાક્ષાત્કાર કરીએ તો જ ખબર પડે. હવે પ્રશ્ન એ થાય છે કે જાતે આત્માનું જ્ઞાન અને દર્શન થાય શી રીતે ? આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચવાનો માર્ગ કયો છે ? સહુ પ્રથમ આપણામાં, આત્મા-પરમાત્મા માટેની તીવ્ર ઝંખના જોઇએ. સાચી ઝંખના જાગે એ જ - આત્મ સાધનાની પ્રથમ શરત છે. સાધનાનો પાયો છે ઝંખના.' જો તે સાચા દિલથી જાગે, તો તેને માટે જે કાંઇ આકરાં ત્યાગ, તપ અને સર્વ સમર્પણ કરવાનું સરળ લાગે. સહુ પ્રથમ આપણા અંતરમાં એક અદમ્ય આતુરતા જાગૃત થવી જોઇએ. આવી આતુરતા પ્રગટ થયા બાદ જ્ઞાની ગુરુનું શરણ સ્વીકારી, તેમના માર્ગદર્શન અનુસાર જીવનમાં આત્મા અંગેની યથાર્થ માહિતી મેળવવા, તેવા આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન, શ્રવણ, મનન અને પરિશીલન કરવું. તત્ત્વજ્ઞાની ગુરુદેવોની વાણી સાંભળવી. તેમનો સંગ કરવો. સેવા કરવી. તેમના દ્વારા સંસારની અસારતા, જગતની અનિત્યતા, ભૌતિક સહજ સમાધિ • ૩૮ સુખોની તુચ્છતા જાણી, તેના તરફના આકર્ષણ ઓછાં કરવાં. સત્ ગુરુએ બતાવેલા માર્ગે ચાલવું. આગળ વધવા અવિરત પ્રયત્નશીલ રહેવું. અનંતજ્ઞાની ભગવંતોએ જ્ઞાનનો અપૂર્વ મહિમા ગાયો છે. આત્માના જ્ઞાન અને દર્શન એ બે મુખ્ય ગુણો છે. તેમાં પણ જ્ઞાન પ્રધાન છે. સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ પણ જ્ઞાન દ્વારા જ થાય છે, તેથી જીવનમાં જેમ બને તેમ વધુને વધુ જ્ઞાન વિકાસ સાધવો જરૂરી છે. કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે, જ્ઞાન અને ક્રિયા બંનેની અત્યંત આવશ્યકતા છે. આ જ મોક્ષમાર્ગ છે. જ્ઞાન એ માર્ગદર્શક છે, સર્વ વસ્તુનું પ્રકાશક છે, જ્યારે ક્રિયા એ મુક્ત બનવાનો સાચો પ્રયત્ન છે, પુરુષાર્થ છે. જ્ઞાન એ ચક્ષુ છે, ક્રિયા એ પગ છે. ગામ જવું છે તે જ્ઞાન થયું, પણ ગામમાં જવા ચાલવા માંડવું તે ક્રિયા થઇ. જ્ઞાન રસ્તો દેખાડે છે, સાધ્ય જણાવે છે, સમજાવે છે. ક્રિયા રસ્તે ચલાવે છે, રસ્તો કપાવે છે, સાધ્ય સ્થાને પહોંચાડે છે. જ્ઞાન પૂર્વકની ક્રિયા સફળ ગણાય છે અને ક્રિયાપૂર્વકનું જ્ઞાન સાર્થક કહેવાય છે. આવા જ્ઞાન-ક્રિયાના સુંદર મોક્ષ-માર્ગને સાકાર અને સફળ કરવા માટે ગુરુદેવ ઉપાય: ।' ગુરુ એ જ ઉપાય છે. અનુભવી ગુરુ દ્વારા જ આવા જ્ઞાનની પ્રાપ્તિ સુલભ બને છે. તે માટે વિનય, વિવેક, નમ્રતા, સરળતા આદિ ગુણો જીવનમાં કેળવવા જોઇએ. પાત્રતા કેળવીને જ અનુભવ દશા સુધી પહોંચી શકાય છે અને અનુભવ જ્ઞાનથી થતો આત્મપ્રકાશ જ કેવલજ્ઞાનની પ્રાપ્તિનો વાસ્તવિક ઉપાય છે. કેવલજ્ઞાન એ સૂર્ય સમાન છે અને અનુભવજ્ઞાનનો પ્રકાશ એ સૂર્યના ઉદય પહેલાં થનારા અરુણોદય સમાન છે. કારણ કે ત્યારબાદ અવશ્ય કેવળજ્ઞાન પ્રગટ થાય છે. માટે જ. “ચેતન ! જ્ઞાન અાવાળીએ...” સહજ સમાધિ • ૩૯

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77