Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 18
________________ આજ સુધીના તારા બધા પ્રયત્નો, વિચાર, મંતવ્યો, અભિલાષાઓ, આશાઓ, અરમાનોને બદલવાં પડશે. અજ્ઞાનઅંધકારને ઉલેચવો પડશે. અત્યાર સુધી અજ્ઞાનના અંધારામાં જ તું ભટક્યો, તેથી સ્તો ઘાંચીના બળદની જેમ હતો ત્યાં નો ત્યાં જ રહ્યો. કહેનારે સાચું જ કહ્યું છે; પઢે પાર કહાં પાવતો, મિટી ન મનકી આશ; ત્યે કોલકે બયલકો, ઘર હી કોશ પચાસ.” - અને વધારામાં કરેલાં પાપ કર્મોથી અનેક દુ:ખ યાતનાઓનો ભાગી બન્યો. માટે હે ચેતન ! આ દુઃખે યાતનાઓથી ભાગી છૂટવા માટે જાગ. અંધકાર-અજ્ઞાનનાં પડળોને ભેદ, તે ભેદવા માટે તારે વજની જરૂર નથી, તે માટે તો સમ્યગુ-જ્ઞાનની નાની ચિનગારી પણ પૂરતી છે. સુખ શી વસ્તુ છે ? સુખ ક્યાં છે ? કેવી રીતે તે મળે ? આ બધા પ્રશ્નોના સાચા જવાબ સમ્યગુ જ્ઞાન વિના શક્ય નથી. - ચેતન ! તું ચેતન છે. બસ આટલી શ્રદ્ધાને તું દેઢ બનાવ. જડનો બુરખો ઉતારી, તારી જાતની શ્રદ્ધા કર. તું શરીર નથી. શુદ્ધ આત્મ દ્રવ્ય છે. તે જ પરમાત્મા છે. તારા દર્શનથી હૃદયની ગૂઢ ગ્રંથિ ભેદાઇ જાય છે, સર્વ સંશયોનો ઉચ્છેદ થાય છે, સર્વ કર્મો ક્ષય પામે છે, તે અનાદિ અનંત અવિનાશી, જ્ઞાનાદિ ગુણ યુક્ત, અમૂર્ત, કર્મથી અલિપ્ત એવો આત્મા છે, તું જ સાધ્ય, સાધક અને સિદ્ધ છે. સ્વ-પ૨ શ્રેય સાધક એવી આ શ્રદ્ધામાં તું સ્થિર થા. આ શ્રદ્ધાને સ્થિર કરવા પ્રબળ પુરુષાર્થ કર. જડ માટે, પુગલ માટે, પરિવાર માટે, દેહ માટે થતો પુરુષાર્થ વ્યર્થ છે. ભવોભવ-ભટકાવનાર છે. દુ:ખની ખાણ છે. તે શરીર નથી. સ્વજન પરિવાર તારા નથી. ધન સંપત્તિ, મિલકત, બંગલા, પદ, પ્રતિષ્ઠા તારા નથી. જગતમાં દેખાતું બધું જ પર છે, તો તારું શું ? એક માત્ર શુદ્ધ જ્ઞાન. જે તારું છે, પોતાનું છે. તેને ભૂલી જઇ, કેવી મહાન ભૂલનો ભોગ બની, અનંતકાળથી તું ભટકી રહ્યો છે. જે તારું નથી, તેને તારું માનીને કેવાં અનંત દુઃખો વેઠી રહ્યો છે. “એહ સંસાર અસારમેં, ભમતાં વાર અનંત; નવ નવ ભવ ધારણ કર્યા, શરીર અનંતાનંત-” (સમાધિ વિચાર ૪૨) ૮૪ લાખ યોનિમાં નવાં નવાં નાટકો કરી રહ્યો છે. ચેતન ! બસ હવે બંધ કર. નથી કરવાં હવે નવાં નાટકો. આજ સુધી ભજવેલાં નાટકોને ભૂલી જા અને યાદ કર આ તારી અક્ષય, અનંત ગુણ સંપત્તિને; “શુદ્ધ હમારો રૂપ છે, શોભિત સિદ્ધ સમાન; કેવલ લક્ષ્મી કો ઘણી, ગુણ અનંત નિધાન.” આ તારી જ્ઞાન લક્ષ્મીને આત્માની તિજોરીમાંથી બહાર કાઢે. અનંત કેવળજ્ઞાનનો તું સ્વામી છે. તારા જ્ઞાનને અજવાળ અજવાળ પ્રકાશિત કર. જ્ઞાનના પ્રકાશમાં તારા સ્વરૂપને જો . જે સરૂપ અરિહંત કો, સિદ્ધ સરૂપ વળી જેહ; તેહવો આત્મરૂપ છે, તિણમેં નહિ સંદેહ. ૨૧૯ ચેતન દ્રવ્ય સાધમ્યતા, તેણે કરી એક સરૂપ; ભેદભાવ ઇણમેં નહીં, એહવો ચેતન ભૂપ. ૨૨૦ ચેતન છે તું બાદશાહ ! પણ ભોગના ભિખારીની જેમ ભટકી રહ્યો છે અને દુ:ખી દુ:ખી થઇ રહ્યો છે. તો સદા સુખના નિધાન એવા તારા આત્મ-સ્વરૂપને પ્રગટાવ. તે માટે જ્ઞાનને અજવાળ અને કેવળ કમલાને પામ. આત્મ સ્વભાવમાં તન્મયતા કરાવનાર કેવળ જ્ઞાન છે. • જ્ઞાનની મહત્તા : જીવને દુનિયાના ગ્રંથોનું જ્ઞાન, ગમે તેટલું હોય તો તે તેનો સંગ્રહ છે, કે હકીકતોનો ખડકલો છે, જયારે જાતની સાચી સમજમાંથી ઉગેલું જ્ઞાન, એ અલગ છે, અંદરથી પ્રગટે છે, ક્રૂરે છે. સહજ સમાધિ • ૩૪ સહજ સમાધિ • ૩૫

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77