________________
જીવના અજ્ઞાનને જીવતું રાખ્યું છે. આ અજ્ઞાન જ કષ્ટદાયક છે. ચેતનના હોંશ ઉડાડી દઇને એને સદા સર્વદા બેહોશ રાખે છે.
મોહ એક એવો સૂક્ષ્મ ભાવ છે કે જે આત્માના પ્રદેશે પ્રદેશે વ્યાપી વળે છે, રહે છે અને ચેતનને સદા સર્વત્ર આંતરિક નિંદ્રામાં રાખે છે.
ગમે તેવો ડાહ્યો, સમજુ, બુદ્ધિશાળી માણસ પણ મિંદરાના પાનથી છકી જાય છે, પોતાનું ભાન ભૂલી જાય છે, પોતે કોણ છે? કેવો છે ? તેનું ભાન પણ દારૂડિયાને રહેતું નથી, તે સારા-ખોટાનો, ભલાઇ-બુરાઇનો વિવેક ગુમાવી દે છે.
ગંદકીમાં પડે તો પણ સુખ માને છે. માર પડે તો તે ખાવામાં મઝા માણે છે. જ્યાં ત્યાં બકવાસ કરવામાં પોતાને મહાન સુખી સમજે છે. તે રીતે મોહ રૂપી મદિરા પીને આખું જગત, ભાન ભૂલ્યું બની બેઠું છે. કહ્યું પણ છે ખરું -
“મોહ મદિરાના પાનથી, વિકલ ભયા જે જીવ; તિનકું અતિ રમણિક લગે, મગન રહે સદૈવ.”
(સમાધિ વિચાર ૬૯) જ્ઞાની પુરુષોએ મોહને જે મદિરાની ઉપમા આપી છે, તે યથાર્થ છે. હું કોણ છું ? મારું અસલી સ્વરૂપ શું છે ? તેનો જરા જેટલો વિચાર પણ મોહાધીન જીવને આવતો નથી.
‘હું કોણ ?’ની સાચી ઓળખ ન થવી, યથાર્થ પ્રતીતિ ન થવી એ જ મોહ છે, આત્મસ્રાંતિ છે. ભ્રમણાના આ વમળમાંથી બુદ્ધિ, જ્ઞાન દ્વારા બહાર નીકળે તો તે સ્વયંને સહજમાં પામે.
ચિત્તના પ્રદેશ ઉપર બધે જ છવાયેલા મોહના સંતાપને દૂર કરવાનો એક માત્ર ઉપાય તે આત્મજ્ઞાન છે, આત્માનો અનુભવ છે. જ્યાં ભ્રાંતિ છે, ત્યાં દુઃખ છે અને સંતાપ છે. ભ્રાંતિજન્ય દુઃખ અને સંતાપની અગનઝાળમાંથી બહાર આવવા ચેતનને એવા સહજ સમાધિ = ૪૬
સમ્યજ્ઞાનની જરૂર છે. જ્ઞાનના અજવાળાની જરૂર છે, જે મોહના અંધારાને ભેદી નાખે, આત્મસ્રાંતિનો પડદો ચીરી નાખે.
આત્મ-અનુભવના જ્ઞાન સિવાય, કોરા શાસ્ત્રજ્ઞાનમાં કે કોરા પુસ્તક જ્ઞાનમાં, મોહના કારમા અને આકરા સંતાપને ખતમ કરવાની તાકાત નથી.
મોહ એટલે વિકારો.
રાગ, દ્વેષ, મદ, માન, માયા, કામ, ક્રોધ, ઇર્ષ્યા, અહંકાર - મનનાં પરિણામો - આ વિકારો છે, દોષો છે. આ દોષોમાંથી અંશે અંશે મુક્તિ મળે તો જ પ્રાપ્ત જ્ઞાનની સફળતા છે.
સંસારમાં મોહને વશ થયેલા જીવ વ્યાકુળ બને છે, વિકલ બને છે. ભવચક્રમાં ભમવા કર્મનો બંધ કરે છે.
“મોહ વિકલ એમ જીવડા, અજ્ઞાને કરી અંધ; મમતાવશ ગણી માહરા' કરે ક્લેશનો ધંધાક (સમાધિ વિચાર ૫૮) મોહના નશામાં જીવો વિવેક ભૂલે છે અને ક્લેશ-સંક્લેશને કમાવાનો ધમધોકાર ધંધો કરે છે. સળગતા સંસારના રાગને બાગ માને છે, દુઃખમય સંસારમાં સુખ માને છે. આધિ, વ્યાધિ, ઉપાધિનાં ટનબંધ પોટલાં ઉપાડીને દોડી રહ્યાં છે. ચેતન ! વાસ્તવમાં આ બધો મોહનો સંતાપ છે. આ સંતાપથી સંતપ્ત બનેલા તારા ઉપર જ્ઞાની પુરુષો કરુણા વરસાવી રહ્યા છે...
- તારે સંતાપથી મુક્ત બનવું છે ? તો તેનો એક જ ઉપાય છે કે મોહને દૂર કર. હે ચેતન ! તું અનંત શક્તિનો માલિક છે, સનાતન આત્મદ્રવ્ય છે. શક્તિના બળે મોહની વૃત્તિને જીતી લે. સંસારની બધા જ પ્રકારની વિષમતા, વિચિત્રતા, સંતાપો, સંક્લેશો, કલહોનું મૂળ, મોહ છે. મોહનો નાશ કરે, તેને પાતળો બનાવ તો તારો સંતાપ દૂર થશે.
સહજ સમાધિ ૨૪૭