________________
અનુમોદના કરનારને તે તે ગુણોની પ્રાપ્તિ કરાવનાર બને છે. આથીજ ગુણાનુરાગ - પૂર્વક થતી સુતાનુમોદના ગુણપ્રાપ્તિનું બીજ બને છે. એટલે જ પૂ. પદ્મવિજયજી મહારાજે ગાયું છે કે -
“જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.”
આ રીતે ગુણાનુરાગી બનેલો પુણ્યાત્મા, પુણ્યના ભંડાર સમા પંચપરમેષ્ઠિના સુકૃતોની સૌ પ્રથમ અનુમોદના કરે છે. (૧) સુકૃતના નિધાનસમા અરિહંત પરમાત્માની અપૂર્વ સાધના
પરાર્થરસિકતા, અનન્ય કારૂણ્યતા, અપાર વાત્સલ્યતા, ધર્મચક્રવર્તીતા, તીર્થસ્થાપનતા, માર્ગપ્રદાનતા, ધર્મપ્રદાનતા - આદિથી થયેલ જગત ઉપર ઉપકાર, ત્રિપદીનાં પ્રદાન દ્વારા ગણધરો પર કરેલ અમાપ ઉપકાર અને તે દ્વારા કરેલ સંઘ ઉપર ઉપકાર, યાવત્ કર્મના ભીષણ પંજામાં સંપડાયેલાં આપણને બંધન – મુક્તિના ઉપાયો દર્શાવવા દ્વારા કરેલ ઉપકાર - આદિ મહાન અનુષ્ઠાનો અને મહાન ઉપકારોની અનુમોદના કરે, કારણ કે અરિહંત પરમાત્માના સુકૃતોની અનુમોદના કરનાર પુણ્યાત્મા પણ અરિહંતપદ પ્રાપ્ત કરી તેવા જ મહાન અનુષ્ઠાનો આચરવાનું અદ્ભુત સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. (૨) કર્મથી મુક્ત બની પોતાના તરફથી વિશ્વના પ્રત્યેક જીવોને જેણે અભયદાન બક્ષ્ય છે અને જેમણે પોતાના સિદ્ધિગમન દ્વારા અવ્યવહાર રાશિમાં (નિગોદમાં) સબડતા આપણા જેવા આત્માને વ્યવહાર રાશિમાં લાવી મૂક્યા છે - એવા સિદ્ધ પરમાત્માના સિદ્ધિગમનતા, સચ્ચિદાનંદ-ધનપૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રગટતા આદિ ગુણોની અનુમોદના કરે, કારણ કે સિદ્ધ પરમાત્માના આવા ઉદાર ગુણોની આદર-બહુમાન ભાવે અનુમોદના કરતાં સાધકને તેવા ગુણો પ્રગટાવવાની તીવ્ર તાલાવેલી જાગે છે અને તીવ્ર તાલાવેલી દ્વારા સિદ્ધ સહજ સમાધિ ૦ ૨૨
પરમાત્માના ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા અંતે સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, ત્યારે આત્મા જીવ મટી શિવ બને છે, અપૂર્ણ મટી પૂર્ણ બને છે, સંસારી મટી સિદ્ધ બને છે, સદેહી મટી વિદેહી અને સલેશી મટી અલેશી ભાવ પ્રાપ્ત કરે છે. કહ્યું પણ છે કે
“તાહરા શુદ્ધ સ્વભાવને જી, આદરે ધરી બહુમાન; તેહને તેહી જ નીપજેજી, એ કોઇ અદ્ભુત તાન.” શ્રી દેવચંદ્રજી મહારાજ (૩) ગચ્છની સુરક્ષા કરનારા, સંઘના યોગક્ષેમ કરનારા, આચાર્ય ભગવંતોના સુવિશુદ્ધ આચાર - પાલન, શાસન - પ્રભાવના આદિ સુકૃત્યોની અનુમોદના કરે.
(૪) ઉપાધ્યાય ભગવંતના અધ્યયન-અધ્યાપન આદિ સુકૃતોની અનુમોદના કરે. અને,
(૫) સાધુ ભગવંતોની ઘોર સંયમ સાધના, અપ્રમત્તભાવની આરાધના અને પરમાત્મતત્ત્વની ઉપાસના આદિ સુકૃત્યોની અનુમોદના કરે.
આ સિવાય પણ ભૂતકાળમાં થયેલા યા વર્તમાનમાં પણ દાન, શીલ, તપ, ભાવ વડે જીવનને ધન્ય ધન્ય અને કૃતપુણ્ય બનાવી રહેલા (સ્મૃતિમાં હોય તેવા અને ન હોય તેવા પણ) પુણ્યાત્માઓને યાદ કરી તેમના સુકૃતોની ભૂરિ ભૂરિ અનુમોદના કરવા દ્વારા પ્રમોદ ધારણ કરે અને તેથી પણ આગળ વધી આપણા સ્વજન કુટુંબ વગેરેમાંથી જે કોઇ પુણ્યાત્માએ દાન, શીલ, તપ અને ભાવ ધર્મના સુકૃતો આચર્યા હોય તેની અનુમોદના - પ્રશંસા દ્વારા તન - મનને પુલકિત બનાવે અને અંતમાં પોતાના જીવનની જે જૂજ ક્ષણો કે જેમાં પરમાત્માની પૂજા, ભક્તિ, સ્તવનો કરતાં યા દર્શન, વંદન, પૂજન, નમન, અર્ચન, સ્પર્શન કરતાં પરમાનંદ અનુભવ્યો હોય,
સહજ સમાધિ • ૨૩