Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 10
________________ દુષ્કતો વીંછીના શત શત વંખોની જે અસહ્ય બની જાય છે. જીવનમાં જાણે-અજાણે થયેલા દુષ્કતો-પાપો બદલ પારવાર પશ્ચાત્તાપ થાય છે. ફરીને એવા પાપો ન થાય, કોઇના પણ પાપ કાર્યમાં રસ પેદા ન થઇ જાય એને માટે શરણાગત ભાવને પામેલો આત્મા ખૂબ જ સજાગ ને સાવધ રહે છે. શરણ્યનું સાનિધ્ય પ્રાપ્ત કરી શરણાગત આત્મા સદા સ્વ-દુષ્કતોની નિંદા અને ગહ કરે છે. નિષ્પાપ નિર્મલ જીવન પ્રાપ્તિ માટે સતત ઉદ્યમવંત રહે છે. અનાદિકાલીન આ સંસારમાં ભ્રમ કરતાં મારા જીવે જાણતાં કે અજાણતાં રાગ, દ્વેષ અને મોહની પ્રબળતાને આધીન થઇ શ્રી અરિહંત-પરમાત્મા, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકા કે માર્ગાનુસારી જીવો પ્રત્યે જે કાંઇ વિરુદ્ધ વર્તન કર્યું હોય, ધર્મ વિરુદ્ધ આચરણ કર્યું હોય કે માતા પિતા, બંધુ, મિત્ર, ઉપકારી, પુરુષો કે સર્વ સામાન્ય જીવો પ્રત્યે પણ જે કાંઇ અનુચિત વ્યવહાર કર્યો હોય તે સર્વ અપરાધોની હું નિંદા અને ગહ કરું છું, શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ તે સર્વ દુષ્કતોની નિંદા અને ગહ કરું છું, મારું તે સર્વ પાપ મિથ્યા થાઓ ! આ રીતે શુદ્ધ આશયપૂર્વક નિખાલસ હૈયે, પરમ સંવેગભાવ સાથે પાપને ત્યાય માની ગુરુ ભગવંતની સાક્ષીએ નિંદા અને ગહ કરવાથી તે ‘દુષ્કત ગર્તા' વિધિપૂર્વકની બને છે, આવી ગહ દ્વારા અશુભ કર્મની પરંપરાનો વિચ્છેદ થાય છે. તેથી આત્મા મહાનુ અનર્થની પરંપરામાંથી આબાદ બચી જાય છે. પાપનો સાચો પશ્ચાત્તાપ પતિતને પાવન બનાવે છે. પાપના અઢળક પૂજોને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી નાખે છે. પાપ કરતાં પાપનો પક્ષપાત અતિ ભયંકર છે. દુષ્કૃત ગહ પાપનો એકરાર કરાવે છે, પાપના પક્ષપાતને તોડી નાખે છે અને ફરીને કોઇ દુષ્કતનું સેવન ન થઈ જાય એવી જાગૃતિ આણે છે. સાધક હૃદયની વેદના : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે “વીતરાગસ્તવ” નામની પોતાની કૃતિમાં જે ભાવવાહી આત્મવેદના પ્રભુ પાસે વ્યક્ત કરી છે તે ખૂબ જ પ્રેરક અને મનનીય છે. હે પ્રભુ ! એક તરફ આપના વચનામૃતના પાનથી પ્રગટેલી સમતારસની ઉર્મિઓ મને પરમાનંદ (મોક્ષ)ની સંપત્તિ પ્રાપ્ત કરવા પ્રેરે છે. ત્યારે બીજી બાજુ અનાદિકાળના રાગ-દ્વેષાદિના કુસંસ્કારોની ગાઢ મૂચ્છથી રાગરૂપ ભયંકર વિષધર સર્પના વિષનો આવેગ મને બાહ્ય પદાર્થોમાં સર્વથા બેભાન બનાવે છે.” “હે કૃપાનાથ ! જાણવા-સમજવા છતાં રાગરૂપ મહાસર્પના ઝેરથી મૂચ્છિત બનેલા મેં જે જે પાપકર્મો કર્યા છે, તે સ્વમુખે કહ્યાં પણ જાય તેમ નથી. મારા એ ગુપ્ત પાપીપણાને ધિક્કાર થાઓ !” “હે ત્રિભુવનપતિ ! મોહાદિને આધીન બની હું ક્ષણવારમાં બાહ્ય ભાવોમાં આસક્ત બનું છું. તો કોઇ ક્ષણમાં તેથી વિરક્ત પણ બનું છું, પ્રતિકૂળ સંયોગો સર્જાતાં પળવારમાં હું ક્રોધથી ધમધમી ઉઠું છું અને અનુકૂળ સંયોગોમાં ક્ષમામૂર્તિ પણ બની જાઉં છું. ખરેખર, આ મોહાદિ આંતરશત્રુઓ, મદારી જેમ વાંદરાને નચાવે તેમ, મને વારંવાર નચાવે છે.” “હે દીન બન્યો ! અત્યંત દુઃખની વાત તો એ છે કે, સર્વજ્ઞ, સર્વદર્શી અને પરમકારુણિક આપ જેવાનું તારક શાસન પામવા છતાં મન, વચન અને કાયાથી અનેક દુષ્ટ ચેષ્ટાઓ કરીને મેં મારા હાથે જ પોતાના મસ્તક ઉપર દુઃખનો દાવાનળ સળગાવ્યો છે.” “હે પ્રાણાધાર ! આપ જેવા મહાન રક્ષક મને મળ્યા છતાં, મારા જ્ઞાનાદિગુણરત્નોને આ મોદાદિ ચોરો લૂંટી જાય છે. તેથી હું ખૂબ જ હતાશ અને દીન બનેલો છું, જીવતો છતાં મરેલા જેવી કરૂણસ્થિતિ મને પજવી રહી છે.” સહજ સમાધિ • ૧૮ સહજ સમાધિ • ૧૯

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77