Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 9
________________ “અરિહંત પરમાત્મા ભવ્ય જીવોને અભય, વિવેક ચક્ષુ, માર્ગ, શરણ, બોધિ અને ધર્મ આપનાર છે.” આવા પદો દ્વારા તેમની અપૂર્વ દાનશક્તિને બિરદાવી છે. ‘લલિતવિસ્તરા’ની વૃત્તિમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીએ ઉપરોક્ત પદોની સવિસ્તર સુંદર વિચારણા કરી છે. જિજ્ઞાસુઓએ વિશેષ ત્યાંથી જાણી લેવું. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજ પોતાની “શક્રસ્તવ”ની કૃતિમાં “નમુક્ષુર્ણસૂત્ર”નાં સર્વ વિશેષણોનો સંસ્કૃત ભાષામાં સંગ્રહ કરી શરણાગતિ ભાવને વ્યક્ત કરતાં જણાવે છે - “તોજોત્તમો નિપ્રતિમહ્ત્વમેવ, ત્વામેન-મર્દન્ શરણં પ્રપદ્યે..." “હે પ્રભુ ! તમે જ સર્વલોકમાં ઉત્તમ છો, આપની તોલે આવી શકે એવો કોઇ આ દુનિયામાં નથી. એટલે જ આપ અદ્વિતીય છો, આપ જ શાશ્વત મંગલ સ્વરૂપ છો, સિદ્ધ, સાધુ અને સદ્ધર્મમય છો. માટે હું આપનું જ શરણ સ્વીકારું છું." આ રીતે અનેક મહાવિદ્વાન, ગીતાર્થ મહાપુરુષોએ અરિહંત પરમાત્માની સર્વોત્તમતા અને ૫૨મ મંગલમયતાનો અપૂર્વ મહિમા ગાયો છે. શરણ્યનું સહૃદયભાવપૂર્વકનું શરણ શરણાગતનું રક્ષણ કરે છે. શરણાગતને શરણ્ય સ્વરૂપ બનાવે છે. • શરણાર્થીની પ્રાર્થના : સાચા શરણાર્થીને આખું વિશ્વ અશરણ્યરૂપ ભાસે છે. એને મન પરમેષ્ઠિ પરમાત્મા જ માતા, પિતા, સ્વામી, દેવ, ગુરુ, ધર્મ, પ્રાણ, ત્રાણ, સ્વર્ગ અને મોક્ષ સ્વરૂપ લાગે છે. “હે જિનેશ્વર પરમાત્મા ! આપ જ દાતા અને ભોક્તા છો. આ સર્વ જગત જિનમય છે, જિનેશ્વર પરમાત્મા સર્વત્ર જય પામે છે અને જે જિન છે તે જ હું છું.” (શક્રસ્તવ) શરણાગત શરણ્યભૂત પરમાત્મા પાસે સદા પોતાની આંતરિક સહજ સમાધિ • ૧૬ વ્યથા, પ્રાર્થના પોકારતો જ રહે છે, વધુને વધુ તેમની નિકટતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો જ રહે છે. अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम । तस्मात् कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ “હે જિનેશ્વર પરમાત્મા, તમારા સિવાય મારે કોઇનું શરણ નથી. મારે તો માત્ર આપનું જ શરણ છે, તેથી હે કરૂણાસાગર પ્રભુ ! આ શરણાગતની રક્ષા કરજો, કરૂણા લાવી મને આ ભયંકર ભવાટવીથી પાર ઉતારજો.” છે કે पीनोऽहं पाप-पंकेन, हीनोऽहं गुणसंपदा । दीनोऽहं तावकीनोऽहं मीनोऽहं त्वद्-गुणाम्बुधौ ॥ “હે પ્રભુ...! હું હિંસાદિ કીચડથી ખરડાયેલો છું, ગુણસંપત્તિથી રહિત છું, માટે જ દીન-દરિદ્રી છું, છતાં તમારા ગુણ સમુદ્રમાં મીન-માછલીની જેમ સદા લીન બની રહું છું, તેથી જ હું તમારો છું. તમે મારા છો.” આ શ્લોકમાં દુષ્કૃત ગર્હા અને સુતાનુમોદના સાથે શરણાગતિ સ્વીકારવાનું સૂચન છે. સ્વ-પાપની ગર્હ અને સ્વ-પર સુકૃતની અનુમોદના વિના વાસ્તવિક શરણાગતિ ભાવ પ્રગટી શકતો નથી. “વીતરાગસ્તોત્ર”માં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પણ કહ્યું स्वकृतं दुष्कृतं गर्हन्, सुकृतं चानुमोदयन् । નાથ ! ત્વરનો યામિ, શરનું શરોજ્જિતઃ ॥ “હે સ્વામી ! સ્વકૃત પાપોની નિંદા કરતો અને સુકૃતની અનુમોદના કરતો અશરણ એવો હું આપના ચરણનું શરણ સ્વીકારું છું." (૨) દુષ્કૃત ગર્હા : શરણાગતિના ભાવથી ભાવિત બનેલા આત્માને પોતાના સહજ સમાધિ • ૧૭

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77