Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 7
________________ “અમૃતવેલ” નામની આ સજઝાય એ આરાધનાનો રસથાળ છે. એમાં નિર્દેશેલા ઉપદેશને આત્મસાત્ બનાવવાથી વિકારોનું વિષ ઉતરી જાય છે, સંતાપનો તાપ શમી જાય છે, મન પ્રસન્ન અને પ્રફુલ્લ બને છે અને મોક્ષ માટેની આત્માની યોગ્યતા પરિપકવ બને છે. “બિન્દુમાં સિંધુ” તુલ્ય ગંભીર અર્થ સભર આ નાની કૃતિનો વિસ્તાર કરવામાં આવે તો એક મહાકાય ગ્રંથ બની જાય ! પ્રસ્તુતમાં તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ ઉપર સ્વલ્પ વિચારણા કરવામાં આવી છે - • સમ્યગુ જ્ઞાનનું મહત્ત્વ : “ચેતન, જ્ઞાન અાવાલીએ...” આ પંક્તિ દ્વારા આત્માને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનો અનુક્રમે વિકાસ સાધી તેનાં ફળરૂપે સહજ સમાધિ (સ્વભાવ રમણતા) પ્રાપ્ત કરવાની પ્રબળ પ્રેરણા આપવામાં આવી છે. (૧) શ્રુતજ્ઞાન : પ્રમાણ અને નયના બોધ વિના વાક્યોનો સામાન્ય અર્થ માત્ર જાણવો તે શ્રુતજ્ઞાન છે અને તે કોઠીમાં રહેલાં બીજ જેવું છે. તે મિથ્યાભિનિવેશ-કદાગ્રહ રહિત હોય છે. તેથી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળના સ્વાદ જેવું છે. ચિંતાજ્ઞાન : સર્વપ્રમાણ અને નયગર્ભિત સૂક્ષ્મ ચિંતનયુક્ત હોય છે. તેમજ તે જળમાં તેલ-બિંદુની જેમ વિસ્તાર પામે છે. ક્ષીરરસના સ્વાદ તુલ્ય તેનો સ્વાદ હોય છે. ભાવનાજ્ઞાન : આ જ્ઞાન શાસ્ત્રના તાત્પર્યપૂર્વકનું હોય છે. દરેક પ્રવૃત્તિમાં સર્વજ્ઞ આજ્ઞાને પ્રાધાન્ય આપે છે. એટલે કે આદર અને બહુમાનપૂર્વક સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે, તેથી તે સ્વ-પ૨ ઉદયને પરમ હિતકારક બને છે, તેનો સ્વાદ અમૃતરસતુલ્ય હોય છે. ભાવજ્ઞાનથી ભાવિત બનેલો આત્મા જ “અનુભવપ્રકાશ”ને પ્રાપ્ત કરી શકે છે. શ્રુત અને ચિંતાજ્ઞાન તેના સાધનો છે. ચેતન, જ્ઞાન અજાવાલીએ..” એ પંક્તિમાં ઉપર્યુક્ત પ્રયોજાયેલ “જ્ઞાન” શબ્દ તે ઉપરોક્ત ત્રણે જ્ઞાનનો સૂચક છે. “અાવાલીએ” શબ્દ ત્રણે જ્ઞાનને અમલમાં મૂકી અનુક્રમે તેના ફળને અનુભવવા પ્રેરણા આપે છે. “શ્રુતજ્ઞાન’ના અભ્યાસથી મોહનો સંતાપ નાશ પામે છે. જેમ નિર્મલ સ્વાદુ જળનાં પાનથી તૃષા શાંત થાય છે, તેમ નિર્મલ શ્રુતજ્ઞાનના અભ્યાસથી મિથ્યાત્વમોહનો સંતાપ ટળી જાય છે, અને ચિત્ત નિર્મલ બને છે. ‘ચિંતાજ્ઞાનના અભ્યાસથી ચિત્તની ચાલતા ચાલી જાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. ક્ષીરના આસ્વાદથી શરીર પુષ્ટ બને છે તેમ, ચિંતાજ્ઞાનથી આત્માના સમ્યગુદર્શનાદિ ગુણો પુષ્ટ બને છે. ‘ભાવનાજ્ઞાન’ રૂપ અમૃતના પાનથી આત્મા સહજ સ્વભાવમાં તન્મયતા સિદ્ધ કરે છે. આ રીતે ગ્રંથકાર મહર્ષિએ પ્રથમ ગાથામાં શ્રુતજ્ઞાનથી મોહસંતાપનો નાશ, ચિંતાજ્ઞાનથી ચિત્ત ચાપલ્યનું નિવારણ અને ભાવના જ્ઞાનથી સહજ સ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવાની પ્રેરણા આપી. હવે તે (અનુભવજ્ઞાનદશા)ની પ્રાપ્તિના સાધનો બતાવે છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. સહજ સમાધિ (અનુભવદશા)ની પ્રાપ્તિમાં શરણાગતિ, દુષ્કૃત ગર્તા અને સુકૃતાનુમોદના એ ત્રણેય અનન્ય સાધનો છે. ચઉસરણ પન્ના અને પંચસૂત્ર વગેરે આગમગ્રંથોમાં “શરણાગતિ” ત્રણેનું વિશિષ્ટ સ્વરૂપ, મહત્ત્વ અને ફળનો વિચાર વિસ્તારથી કરેલો છે. *चउसरण-गमण, दुक्कडगरिहा, सुकडाणुमोयणा चेव । एस गणो अणवरयं, कायव्वो कुसलहेउत्ति । શરણાગતિનું રહસ્ય : શરણાગતિ - બિનશરતી સમર્પણભાવ એ છે શરણાગતિ. વિશિષ્ટ ગુણી પુરુષોના શરણગ્રહણથી આપણું રક્ષણ થાય છે. (૨) સહજ સમાધિ • ૧૨ સહજ સમાધિ • ૧૩

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 77