Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 5
________________ વિશેષતા તો આ પુસ્તકની એ છે કે એમાં શ્રાવકજીવનમાં પણ પ્રાપ્ત કરી શકાય એવી યોગસાધનાના સરળ ઉપાયોનો નિર્દેશ છે. યમ-નિયમનું યથાયોગ્ય પાલન કરવા દ્વારા ધારણા, ધ્યાન અને સમાધિની અમુક કક્ષા સુધી પહોંચી શ્રાવક પોતાના જીવનમાં પરમાનંદની પ્રાપ્તિ અને અપૂર્વ આત્મશાંતિ અનુભવી શકે છે - એવું વિધાન કરી ગૃહસ્થ માનવને પણ યોગ-સાધનાનો અધિકારી બતાવ્યો છે. પ્રચાર અને પ્રસિદ્ધિના યુગમાં કૃત્રિમતાનો રોગચાળો ખૂબ જ વ્યાપક બન્યો છે. ધર્મ, અધ્યાત્મ અને યોગનાં ક્ષેત્રે પણ એ રોગ વધી રહ્યો છે. ન્યાય-નીતિ અને યમ-નિયમના પાલન વિના કે જીવ માત્ર પ્રત્યે મૈત્રી, કરુણા, માધ્યસ્થ અને ઉપેક્ષાદૃષ્ટિ કેળવ્યા વિના, થોડો સમય, આંખો મીંચી પલાંઠી વાળી, આત્મા દેહથી ભિન્ન છે એવા પોપટ પાઠનું રટણ કરી, આધ્યાત્મિક ક્ષેત્રે ધ્યાન, સમાધિ અને આત્મશાંતિની ઉચ્ચ ભૂમિકાઓ પ્રાપ્ત કરાવી દેવાના પ્રચારો અને પ્રયોગો પણ ઘણા સ્થાને થઇ રહ્યા છે. પણ સાચા આત્માર્થી સાધકો આટલી ખાસ નોંધ લે કે પરમાત્મા પ્રત્યેનો અવિહડ શરણાગતિ ભાવ, સ્વદુષ્કતોનો હાર્દિક પશ્ચાતાપ અને સ્વ-પર સત્કાર્ય-સગુણોની સાચી અનુમોદના અને ઉપાસના તથા યમનિયમાદિના પાલન દ્વારા વાસના અને તૃષ્ણાઓનું ઉર્વીકરણ યા નિયમન કર્યા વિના સાધનાના માર્ગે કદાપિ વાસ્તવિક કે ચિર સ્થાયી સફળતા મેળવી શકાતી નથી. આ પ્રકાશન ઘર ઘરની અને જન-જનની એક અગત્યની જરૂરિયાત છે. જીવનની અમૂલ્ય પળોમાં ખોવાઇ જતી સ્વસ્થતા, પ્રસન્નતા અને શાંતિને પુનઃ પ્રાપ્ત કરી લેવાની અદ્દભુત ચાવીઓ આ પુસ્તકમાં બતાવવામાં આવી છે. રોગ, શોક, ચિંતા અને ભયના કારણે આકુળ-વ્યાકુળ બનેલા ચિત્તને શાંત અને ભયમુક્ત બનાવવાના અજબ કિમિયા જાણવા માટે આ પ્રકાશન વિના ચાલી શકે એમ નથી. આ બીજી આવૃત્તિમાં વિવેચનનો વિસ્તાર કર્યો છે. જેમાં મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી મહારાજનો પ્રાથમિક પ્રયાસ અનુમોદનીય છે. જે કહેવાનું છે તે “ચેતન' (આત્મા)ને સામે રાખીને કહ્યું છે. આ કહેણી કરણીમાં ચેતન વણી લે તો સમાધિ આપોઆપ સહજ બને. પૂજય ગુરુદેવનાં પ્રવચનો, પુસ્તકો તથા નોંધોના આધારે પ્રો. કે. ડી. પરમારે, પૂજય ગુરુદેવનું માર્ગદર્શન મેળવી આ પુસ્તકને વધુ સુગમ અને હૃદયંગમ બનાવવા જે ભક્તિસભર હૃદયે પ્રયત્ન કર્યો છે, તે કેમ ભૂલી શકાય ? આ સ્વાધ્યાય એના વાચકને વિશેષ પ્રેરણાદાયી અને ઉપકારક બનશે. સૌ કોઇ ભવી આત્માઓ, મહાપુરુષની આ અમૂલ્ય ભેટ અપનાવી, અજમાવી અને આ જીવનમાં જ આત્મિક આનંદને અનુભવવા સદા ઉજમાળ બનો એ જ એક શુભ કામના. પ્રેસ-દોષ-મુફ-સંશોધન દોષ વગેરેના કારણે જે કાંઇ ક્ષતિ થવા પામી હોય તો તે ક્ષમ્ય ગણશો. શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ, | શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય, અંજાર - કચ્છ. સહજ સમાધિ : ૮ સહજ સમાધિ • ૯

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 77