Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 4
________________ સામગ્રીથી સજજ અને સમૃદ્ધ ન હતો, એમ આજ જેટલો પરાધીન, દંભી, વિશ્વાસઘાતી અને ભયગ્રસ્ત પણ ન હતો, એ હકીકત છે. માનવ જીવન અણમોલ છે. તેનું પરમ અને ચરમ લક્ષ્ય એક માત્ર આત્માનું દર્શન છે. આત્માની અનુભૂતિ છે. પોતાના સહજ સ્વરૂપની પ્રાપ્તિ છે. તે તરફ સંપૂર્ણ ઉપેક્ષા છે. અને શરીરની સાચવણી માટેની કેટલીક તકેદારી છે. માનવ કેટલો બેદરકાર છે, મોત માથે છે, કોઇ સાથે નથી. છતાં તર્કની, બુદ્ધિની અને આવડતશક્તિની આંટીઘૂંટી લડાવીને આજનો એજ્યુકેટેડ ગણાતો માનવ, જીવનના દરેક ક્ષેત્રમાં કાવાદાવા ખેલી રહ્યો છે. માત્ર પૌગલિક સુખ સાધનોની વિભૂતિ-અનુભૂતિમાં જ અંજાઇ ગયો છે અને તેના દ્વારા મળતાં ક્ષણિક સુખ અને આનંદ મેળવવામાં, માણવામાં મશગૂલ બની બેઠો છે. સંસારમાં સર્વત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિજન્ય અશાંતિ, વેદના, વિટંબના, ભય અનુભવાય છે. તેનું નિવારણ કરી, સાચાં સુખ, શાંતિ અને સમાધિ મેળવવા માટેનો સરળ અને સફળ માર્ગ પરમજ્ઞાની મહાપુરુષોએ ચીંધ્યો છે. શાસ્ત્ર-સિદ્ધાંતોમાં ગૂંથ્યો છે, અનેક ત્યાગી સંત-મહાત્માઓએ અપનાવ્યો છે અને અનુભવ્યો છે. તે આજે પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે. વર્તમાન જગતમાં પણ અનેક ત્યાગી સંતો, મહંતો આધ્યાત્મિક ક્ષેત્રે સુંદર એવી પ્રગતિ સાધી પોતાના જીવનમાં આત્મતત્ત્વની અનુભૂતિ-પ્રતીતિ મેળવી ચૂક્યા છે, મેળવી રહ્યાં છે અને પ્રેરણા-માર્ગદર્શન આપી આપણને સહુને એ રાહે ચાલવા અનુરોધ કરી રહ્યા છે. આ પુસ્તક પણ એવા જ અધ્યાત્મનિષ્ઠ મહાપુરુષના હસ્તે લખાયેલું છે. તેમાં પીરસવામાં આવેલી સામગ્રી પ્રાચીન અને પ્રચલિત છે, છતાં અનુભવની દષ્ટ્રિએ વધુ અસરકારક અને ઉપકારક બની રહે તેવી છે. એ શુભ ઉદ્દેશથી આ લખાણને પ્રકાશિત કરવાનો અમારો મંગલ અભિલાષ સાકાર બની રહ્યો છે, એ બદલ અમને અતિ આનંદ છે. પૂજય પંન્યાસ પ્રવર અધ્યાત્મયોગી શ્રી ભદ્રંકરવિજય મહારાજના માર્ગદર્શન અને સૂચને આ પ્રકાશનને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે, તેઓશ્રીનો પણ ઉપકાર ભૂલી શકાય એમ નથી. અનંત અનંતકાળથી આત્માની અંદર કુસંસ્કારો એવા સજ્જડ જડબેસલાક થઇ ગયા છે કે ધર્મની આરાધનામાં અધ્યાત્મની સાધનામાં અને પરમાત્માની ભક્તિમાં મનને વ્યાકુળ કરી મૂકે છે. ચંચળ બનાવી દે છે. પરિણામે આત્માની આરાધનામાં મને ચોંટતું નથી. ભીતરમાં ભેગા કરેલા આ કુસંસ્કારો, માનવીને પોતાના અસલી રૂપથી વંચિત રાખે છે. આ સંસ્કારો ઢીલા પડે, શિથિલ બને અને ક્રમશઃ નિર્મળ થાય તો જ આત્માને સાચાં સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થાય. તે માટે મનને બહારની દુનિયામાંથી, અંદર વાળવું પડે છે. શાશ્વત સુખના સ્વામી બનવા ભગીરથ પ્રયત્ન કરવો પડે છે. ધર્મની ધરા ઉપર ચાલવા મક્કમ મને, મોહ સામે મોરચો માંડવો પડે છે અને અંદરના કુસંસ્કારોનું કાસળ કાઢવા માટે સતત સંગ્રામ ખેલવો પડે છે. રાગ-દ્વેષાદિ સંસ્કારોનું નિર્મૂળ કરવા માટે, સ્વરૂપને પામવા માટે આ પુસ્તકમાં પૂજય ઉપાધ્યાય મહોદય શ્રી યશોવિજય મહારાજ રચિત ‘અમૃતવેલ’ સજઝાય આપવામાં આવી છે. આરાધના માટે તે અત્યંત પ્રેરક અને ભાવવાહી છે. તેમાં કુસંસ્કારોને નિર્મૂળ કરવા માટેનાં રામબાણ-સચોટ ઉપાય ચતુઃ શરણ ગમન, દુષ્કૃતગહ અને સુકૃત અનુમોદન આપવામાં આવ્યાં છે. કઇ રીતે અને કેટલીકવાર તેનો પ્રયોગ કરવો તેનું સુંદર માર્ગદર્શન પૂજય ઉપાધ્યાયજી મહારાજે આપ્યું છે. સહજ સમાધિ : ૬ સહજ સમાધિ • ૭

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 77