Book Title: Sahaj Samadhi Author(s): Kalapurnsuri Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan View full book textPage 6
________________ સાધનાનો પંથ સમાધિની દિવ્યતમ અને દુર્લભતમ અવસ્થા પ્રાપ્ત કરવાનો સુગમ અને સચોટ પંથ અહીં ચીંધવામાં આવે છે. જે કોઇ સાધક - પથિક આ ચીંધ્યા રાહે પ્રગતિ સાધવા કટીબદ્ધ બનશે, તે અચૂક એક ધન્ય દિવસે પોતાના ઇષ્ટ ધ્યેયને પામી શકશે. સમાધિ” એટલે શું ? સમાધિ એટલે આત્માની સહજ સ્વસ્થતા. સમાધિ એટલે આત્માની સહજ સ્થિરતા.. સમાધિ એટલે આત્મિક આનંદની અનુભૂતિ. રાગ-દ્વેષ રહિત, સંકલ્પ – વિકલ્પ શૂન્ય ચિત્ત અવસ્થામાં જ એ સમાધિની સુખદ પળો અનુભવી શકાય છે. જીવનમાં આવી અપૂર્વ સમાધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય નક્કી કરી અને તેની પ્રાપ્તિનાં સાધનોનો પ્રયોગ કરવા સતત ઉદ્યમશીલ બનવું જોઇએ. સમાધિ, એ કંઇ મૃત્યુ સમયે જ મેળવવાની કે અનુભવવાની નથી, પરંતુ જીવનની પ્રત્યેક પળોમાં અનુપમ આત્મિક આનંદની અનુભૂતિ કરવાની ભવ્યાતિભવ્ય કળા છે. જેના જીવનમાં આવી કળા પ્રગટી, યા જેણે આવી કળા હસ્તગત કરી, તે ધન્યાત્માને વિષયોનું વિષ મારક નથી બનતું, કષાયોનું જોર ઘાતક નથી બનતું. તે ન તો સુખમાં લીન બને છે, કે ન તો દુઃખમાં દીન બને છે. તે તો કર્મભનિત સુખ-દુઃખથી અલિપ્ત રહી સદા આત્મિક સુખમાં મગ્ન રહેવા પ્રયત્નશીલ રહે છે. પણ આવી સમાધિ મેળવવી તે આસાન વાત નથી. તેને મેળવવા, તેને આત્મસાત્ કરવા ભગીરથ પુરુષાર્થ ખેડવો પડે છે અને સતત અભ્યાસ કરવો પડે છે. આપણને એવી જિજ્ઞાસા જાગે કે સમાધિ પ્રાપ્ત કરવા જીવનમાં કયા કયા ઉપાયો અજમાવવા ? કઇ રીતે જીવનમાં તેનો અભ્યાસ કરવો ? તો આ રહ્યા એના ઉત્તર - • સમાધિનાં સાધનો : (૧) પૌગલિક સુખો ઉપરથી આસક્તિને મોળી પાડવી, વૈરાગ્યભાવ કેળવવો. કષાયના આવેશો ઉપર કાબૂ મેળવવો; ક્ષમા, નમ્રતા આદિ ગુણો વિકસાવવા. બાહ્ય સ્વજન, સંપત્તિ ને સત્તા ઉપરનો પ્રેમ-મોહ ઘટાડી જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ અને સહાનુભૂતિ પ્રગટાવવી, સહુનાં કલ્યાણની ભાવના ભાવવી. (૪) પરમાત્માનાં નામ, સ્મરણ, જાપ, ગુણચિંતન અને ધ્યાનાદિનો અભ્યાસ કરવો. (૫) ચિત્તની સંક્લિષ્ટતા અને પૌગલિક આસકિત દૂર કરવા, તેમજ સમાધિ મેળવવાના આસાન અને અમોઘ ઉપાયો – જે શરણાગતિ, દુષ્કૃતગર્તા અને સુકૃત અનુમોદના છે - તેનું પ્રતિદિન ત્રણવાર-ત્રિસંધ્યાએ મનની એકાગ્રતાપૂર્વક સેવન કરવું જોઇએ, તે સિવાય પણ જ્યારે જ્યારે ચિત્તના અધ્યવસાય સંક્લિષ્ટ બને, ચિત્તના ભાવો કલુષિત બને ત્યારે વારંવાર આ ઉપાયોને અત્યંત ભાવપૂર્વક અજમાવવા જોઇએ, જેથી ચિત્તના સંક્લિષ્ટ અધ્યવસાય શાંત બની જાય, ચિત્તની નિર્મળતા અને સ્થિરતા વધતી જાય.. જીવન સમાધિમય હશે તો જ મરણ સમાધિમય બનશે, મરણ વેળાએ સમાધિ અનુભવી શકાશે. સમાધિભર્યું મરણ અનંતા મરણનું મારણ બને છે. સમાધિવિહોણું મરણ અનંતા મરણનું કારણ બને છે. પ્રસ્તુત ગ્રંથમાં “સમાધિ"નું સુંદર સ્વરૂપ અને તેની પ્રાપ્તિનાં સાધનોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સહજ સમાધિ • ૧૦ સહજ સમાધિ • ૧૧Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 77