________________
કાયમ રહેનારાં નથી, તેમજ જીવ નિત્ય છે અને તેનું કારણ અજ્ઞાન
અનિત્ય છે. માટે અનિત્ય એવા સુખને મેળવવા માટે અને દુઃખને નિવૃત્ત કરવા માટે નિત્ય એવા ધર્મને ત્યાગ કરે નહીં. કારણકે સુખ અને દુઃખ તે પ્રારબ્ધયોગે પિતાની મેળે આવે છે અને જાય છે તેને માટે ધર્મનો ત્યાગ કરે એ મોટી મૂર્ખાઈ છે.
દરેક દેશની પ્રજા પિતાના ધર્મને અનુસરીને ચાલે છે અને દરેક ધર્મને માટે તે તે ધર્મનાં પુસ્તક છે, તેમાં કહ્યા પ્રમાણે તે તે ધર્મનાં
અનુયાયીઓ વર્તે છે, તેમ સનાતન વૈદિક ધર્માનુયાયી પ્રજા પણ આજ દિવસ સુધી વેદ અને ધર્મશાસ્ત્રરૂપ પિતાનાં ધર્મશાસ્ત્રો પ્રમાણે વર્તતી આવી છે તો પણ તે માટેના કેટલાએકને પશ્ચિમની પ્રજાના સંસર્ગને લીધે અને તેના શિક્ષણના કુસંસ્કારને લીધે પોતાનાં ધર્મશાસ્ત્રોમાં કહેલા ધર્મોમાં સંદેહ ઉત્પન્ન થયે છે તેથી તેઓ પિતાના મંતવ્ય પ્રમાણે ધર્મના સ્વરૂપને ફેરવીને પિતાની સગવડ સચવાય અને પોતાના વ્યવહારકાર્યમાં, ખાનપાનમાં તેમજ વિવાહના સંબંધમાં પણ કોઈ પ્રતિબંધ આવે નહીં તેવો કરવા માગે છે અને તેને માટે ઠેકાણે ઠેકાણે સભાઓ ભરે છે, દરેક દૈનિક, સાપ્તાહિક અને માસિક છાપાઓમાં લેખ લખે છે, પુસ્તકધારા કે નાટકેદ્વારા લેકમાં તે ઉપદેશ કરવા અનેક રીતે પ્રયત્ન કરે છે. પરિણામને અને ધર્માધર્મને નહીં જાણીને લેકે તેને અનુમોદન આપતા જાય છે પણ તેઓ તેના પરિણામને કે હિતાહિતને જાણતા નથી તેમ વિચાર પણ કરતા નથી એ અત્યંત શોચનીય છે.
વધારે ખેદની વાત એ છે કે ધર્મશાસ્ત્રોમાં કહેલા ધર્મો અને આચરણે દરેક મનુષ્યને હિતકારક અને સુખકારક છે તેને અહિતકારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com