________________
( ૭ )
રીતે પાપના ભાગી બને છે, અમે અત્ર સ્થળે હું વિનાસકેચે સ્પષ્ટ લખી દર્શાવું છું.
ગાંધીજી કહે છે કે:-“વર્ણાશ્રમધર્મમાં ઉચ્ચનીચ ભાવનાને અવકાશ નથી” તે એ સંબંધે લખવાનું કે રાજાપ્રજાપિતાપુત્ર પતિ પત્ની, માતાદુહિતા, સેવ્યસેવક, પૂજ્યપૂજક, ઉપાસ્યઉપાસક આદિના પરસ્પરનો સ્વાભાવિક ઉચ્ચનીચ ભેર તેજ બાહ્ય ક્ષત્રિય કરતાં, ક્ષત્રિય વૈશ્ય કરતાં, વૈશ્ય શદ્ર કરતાં અને શુદ્ર અતિશુદ્ર અર્થાત ચાંડાલ આદિ કરતાં ઉચ્ચ હેવાથી આ પણ ઉચ્ચનીચ ભેદ પિતાપિતાનાં સત અથવા અસત કર્મોનુસાર દૈવથીજ નિર્માણ થયેલ છે, જેને કોઈપણ મનુષ્ય વ્યકિત તે શું પણ બ્રહ્માદિ દેવ પણ અન્યથા કરવા સમર્થ નથી અને આ ઉચ્ચનીચ ભેદ સૃષ્ટિના આદિકાલથી તે પ્રલય પર્વત રહેવાને જ
ગાંધીજી કહે છે કે “હિંદુઓ પણ જે પોતાના ઉદાત્ત અને ઉજ્જવલ ધર્મને આ અસ્પૃશ્યભાવનાના કલંકથી છોડવી ન લેતાં આમને આમ કલંકિત રાખશે તે તેઓ કદિપણ સ્વતંત્રતાને લાયક ગણાશે નહિં;” તે સંબંધે લખવાનું કે ભારતવર્ષનો સમસ્ત ધર્માભિમાની પ્રજા આવા અધમપ્રકારથી પ્રાપ્ત થનારી સ્વતંત્રતાની ત્રણ કાલમાં પણ ઈચ્છા કરે નહિ, એટલું જ નહિ પરંતુ આ રીતે મળનાર સાક્ષાત્ વૈકુંઠપદ કિવા મોક્ષપદની પણ ત્રણે કાલમાં ઈચ્છા કરે નહિં.
વળી અસ્પૃશ્યતાનિવારણ માટે અતિ ડહાપણુ ભરેલી એક મોટી સંગીન દલીલથી શાસ્ત્રોનાં નામે ગાંધીજી પોતે હાકી પોકારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com