________________
पुनर्लग्न निषेधनुं परिशिष्ट.
કન્યાના વિવાહ એકજ વખત થાય છે બીજી વખત થઇ શકતા નથી તેનું મુખ્ય કારણ કન્યાના દાનના વિધિ છે જેને માટે મનુભગવાન અધ્યાય ૫ ના શ્લોક ૧૫૧માં કહે છે કે
यस्मै दद्यात्पिता त्वेनां भ्राता चानुमते पितुः ॥ तं शुश्रूषेत जीवन्तं संस्थितं न च लंघयेत् ॥ १५१ ॥
પિતા કન્યાને જેની સાથે પરણાવે અથવા તે પિતાની અનુમતિથી ભાઈ કન્યાને જેની સાથે પરણાવે તે પતિ જીવતા હોય ત્યાં સુધી સ્ત્રીએ તેની સેવા કરવી અને તેના મરી ગયા પછી બ્રહ્મચર્ય પાળવું અને તેની શ્રાદ્ધાદિક ક્રિયા કરવી.
मंगलार्थ स्वस्त्ययनं यज्ञश्वासां प्रजापतेः ॥ प्रयुज्यते विवाहेषु प्रदानं स्वाम्यकारणम् ॥ १५२ ॥ વિવાહામાં પ્રજાપતિને ઉદ્દેશીને જે યજ્ઞ કરવામાં આવે છે તે સ્ત્રીઓના મંગળને માટે અને કલ્યાણને માટે છે. પરંતુ સ્વામિપણામાં તા વાગ્યાનજ કારણ છે.
કારણ કે વાગ્યાનથી અમુક પુરૂષનુ અમુક કન્યાપર સ્વામીપણું સિદ્ધ થાય છે, અને તે વાત ધ્યાનમાં રાખીને મનુભગવાને વાગ્દત્તા કન્યાનું મરણ થાય તે તેના પતિના પિડાને ત્રણ રાત્રિનુ આશૌન્ય કહ્યું છે. પરંતુ વિવાહ વિધિ થયા વિના તે કન્યાનુ ભાર્યા પશુ સિદ્ઘ થતુ નથી. તેમજ પરાશર સ્મૃતિમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com