________________
(
૩ )
સારી રીતે ખાવા પિવાનું હોય તે પણ વિધવા સ્ત્રીએ સવગુણ પુષ્પ, ફળ અને મૂળ વડે અલ્પ આહાર કરીને શરીરને ક્ષીણ કરવું તથા પતિના મરી જવા પછી વ્યભિચાર બુદ્ધિથી પર પુરૂષનું નામ સુદ્ધાંત લેવું નહીં.
आसीतामरणाक्षान्ता नियता ब्रह्मचारिणी । यो धर्म एकपत्नीनां कांक्षन्ती तमनुत्तमम् ॥ मनु. अं ५. १५८
એક પતિની સેવા કરનારી તથા વરદાન, શાપદાન વગેરે શકિત મેળવવાની ઇચ્છાવાળી પતિવ્રતા સ્ત્રીએ વિધવા થયા પછી મનની કામનાને શાંત પાડી દેવી, નિયમ પાળવા અને મરણ પર્યત બ્રહ્મચર્ય– વ્રત પાળવું.
વિધવા સ્ત્રીને જીંદગી પર્વત બ્રહ્મચર્ય પાળીને રહેવાથી કેવું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તેના સંબંધમાં ભગવાન મન. અ, ૫. લે. ૧૫૯ માં કહે છે
अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् ।
दिवं गतानि विप्राणामकृत्वा कुलसंततिम् ॥ હજારે અને લાખો બ્રાહ્મણ કુળની વૃદ્ધિ માટે સંતતિ ઉત્પન્ન કર્યા વિના બાલ્ય વયથી જ બ્રહ્મચર્ય વ્રત પાળીને સ્વર્ગમાં ગયા છે. અર્થાત પુત્રવિના બ્રહ્મચર્યથી પણ સ્વર્ગ મળે છે. તે પ્રમાણે
मृते भर्तरि स्वाध्वी स्त्री ब्रह्मचर्ये व्यवस्थिता । स्वर्ग गच्छत्यपुत्रापि यथा ते ब्रह्मचारिण ॥ मनु. अ. ५. १६० ।।
પતિ મરી ગયા પછી જે પતિવ્રતા સ્ત્રી બ્રહ્મચર્ય પાળીને રહે છે તે પુત્ર વિનાની હોય છે તો પણ બ્રહ્મચારીઓની પેઠે
સ્વર્ગમાં જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com