________________
(૮૭)
ગયા છે, નહિ કે તેમાં કાયિક, વાચિક તથા માનસિક ઉત્તેજન દ્વારા પોતે પ્રવૃત્ત થઈ અને અન્યને પ્રવૃત્તિ કરાવી પાપ ભાગી બનવા બનાવવા દષ્ટાંત તરીકે-“વિવાહ સંસ્કારાનેતર પતિપત્નીના મહાન સમારંપૂર્વક જતા સમારેહને જોઈને, યમી તેણીના ભાઈ યમને પુછે છે કે હે ભાઈ ! આ સભારંભ શાને છે ? ત્યારે યમ યમીને ઉત્તર આપે છે કે પશુતરૂપે ઈતસ્તતઃ પરિભ્રમણ કરતી કામવાસનાને એકજ વિવાહિત સ્ત્રીમાં સંનિરૂદ્ધ કરી, તે સ્ત્રીમાંજ તે કામવાસનાની તૃપ્તિ કરવા માટે, આ પુરૂષ વૈદિકવિધિથી આ સ્ત્રીનું પાણિગ્રહણ કરી ગૃહસ્થાશ્રમી થયેલ છે. કામવિષયની આવા પ્રકારની વાત શ્રવણગોચર થતાંજ યમીમાં કામવાસને તત્કાલ જાગરૂક થઈ અને મને કહ્યું કેઆપણે બંને કામવાસનાની તૃપ્તિમાટે સંગમ કરીએ, ત્યારે ધર્મરાજ યમે એ સંગમને ઘેર કુત્સિત કર્મ જાણું પિતાની બેન યમીને કહ્યું કે – आ घा ता गच्छान् उत्तरा युगानि यत्र जामयः कृण्वन् अजामि। उपबहि वृषभाय बाहुमयामच्छस्व सुभगे पति मत् ॥ ऋग्वेदसंहिता
અર્થ: હે ભગિનિ ! જે યુગમાં ભગિનિઓ પણ અયોગ્ય ભાતસંગમ કરશે, તે યુગ આગળ આવશે, અર્થાત કે કલિયુગમાં આ ઘર અનાચારને પ્રચાર થશે, હાલમાં એ યુગ નથી; તેથી હું કહું છું કે–અન્ય કુત્પન્ન યોગ્ય વીર્યસેચન સમર્થ પુરૂષ માટે તું બાહુનું ઉપધાન કર અને હે બેન ! મારાથી ભિન્ન કોઈપણ ગ્ય પતિનું તું અન્વેષણ કર.” કલિયુગમાં બેન ભાઈ સાથે અયોગ્ય સંગમ કરશે, એમ આ મંત્રમાં
સ્પષ્ટ લખ્યું છે, તેથી તે પ્રમાણે હાલમાં બેને ભાઈ સાથે તેવું દુષ્ટ વર્તન કરવું, એવો આ મંત્રને ભાવ નથી, પરંતુ કામવાસના એક એવી દુષ્ટ અને પ્રબળ વસ્તુ છે કે બેનને ભાઈ સાથે પરસ્પર અયોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com