________________
(૮૯)
न कल्माषो न कपिलो न कृष्णो न च लोहितः । अणीयान्क्षुरधारायाः का धर्म वक्तुमर्हति ॥
અથ ધર્મ કાબસચિત્રો નથી, માંજરવણે નથી, કાળે નથી, તેમજ લાલ નથી; ધર્મ સજાયાની ધાર કરતાં પણ અત્યંત સૂક્ષ્મ છે, માટે ધર્મનું વિવેચન કરવાને કાણુ યોગ્ય છે ?
ધર્મ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ ગહન વિષય પર કેવવ યુક્તિપ્રયુકિતઓથી કદાપિ કાલે મનુષ્ય હસ્તપ્રક્ષેપ કરવો નહિં તેમજ શાસ્ત્ર પ્રમાણેના અર્થના અનર્થો કરવા નહિં. માટે આ કરવા યોગ્ય છે કે આ કરવા યોગ્ય નથી, એવા પ્રકારના સંશય દેલામાં જયારે મનુષ્યનું મન દલાયમાન થતું જોવામાં આવે, ત્યારે તે મનુષ્ય પોતાની બુદ્ધિએ કરેલ નિર્ણય પર લેશમાત્ર વિશ્વાસ નહિં રાખતાં, શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહેલા લેકનું સંપૂર્ણ અનુશરણું લેવું
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥ અર્થ આ કરવા યોગ્ય છે કે આ કરવા યોગ્ય નથી–અર્થાત કે આ સ્પર્શ કરવા ગ્ય છે કે આ સ્પર્શ કરવા યોગ્ય નથી,આ ભક્ષણ કરવા યોગ્ય છે કે આ ભક્ષણ કરવા યોગ્ય નથી, ઈત્યાદિ અનેક પ્રકારના ધાર્મિક વિષયને નિર્ણય કરવામાં મનુષ્ય બુદ્ધિબલ, યુક્તિ તથા અન્ય પ્રમાણેને આશ્રય નહિં લેતાં કેવળ શાસ્ત્રનેજ મુખ્ય પ્રમાણભૂત માનવું અને આવા વિષયમાં ધર્મશાસ્ત્રો શું આજ્ઞા આપે છે, તે બરાબર જાણી લઈ, તે આજ્ઞાનુસાર મનુષ્ય સર્વદા વર્તવું. ધર્મશાસ્ત્રનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com