________________
(૯૨ )
અવનતિ તરફ પ્રયાણ કરતી જાય છે, જેઓની અપૂર્વ અને અલૌકિક અનેકાનેક કૃતિઓમાટે પાશ્ચાત્યપંડિત તેમજ મહાન તત્ત્વવેત્તાઓ પિતાના પુસ્તકમાં મુક્તકંઠે સ્તુતિ કરી ગયા છે, જેઓની અદ્દભુત દૈવીશક્તિઓ માટે વિદેશી વિદ્વાને પિતાના ગ્રંથોમાં જેઓના ગુણનુવાદનું યશગાન કરી ગયા છે, જેના આદર્શ ભૂત રાગદ્વેષ રહિત શુદ્ધ ચારિને લીધે જ એક સમય પ્રાચીન કાળમાં ભારતવર્ષ ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહેચી સમગ્ર ભૂમંડલમાં વિશ્વવિખ્યાતિને પામ્યો હતા, જેના અવર્ણનીય ઉપકારોના પ્રત્યુપકારમાં ગાંધીજી હિંદુજાતિમાં ઉત્પન્ન થયા છતાં જેઓને વિના વિચારે શયતાન, પાખંડી તથા રાક્ષસ કહી નાંખી ભારતવર્ષની અસંખ્ય સનાતનધર્માભિમાની પ્રજાની માનસિક વૃત્તિઓપર કઠોર કુઠારના પ્રહાર કરી એક હિંસાનું અસાધારણ મહાન કાર્ય કરી રહ્યા છે, તે આપણા પરમ કારૂણિક ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રોમાં દર્શાવેલ હિતકારક માર્ગોનુંજ આપણે અનુશરણ લેવું યોગ્ય છે; મનુ મહારાજ આ વિષયના સમર્થનમાં લખે છે કે -
येनास्य पितरो याता येन याताः पितामहाः । तेन यायात्सतां मार्ग तेन गच्छन्न रिष्यते ॥
અર્થ –જે વેદોક્ત માર્ગનું આપણું પૂર્વજ વ્યાસાદિ મહાન ઋષિએએ સ્થાપન કર્યું છે અને જે સન્માર્ગનું પિતા અને પિતામહ પાલન કરતા હોય, એજ શુભ માર્ગે સર્વ મનુષ્યોએ હમણું પણ ચાલવું ઉચિત છે, પિતા, પિતામહ આદિથી સેવિત શુભ માર્ગનું જે સેવન કરે છે, તેની કદાપિ કાલે અધોગતિ થતી જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com