________________
વિરહમાં અને
(૭૪) ભારતવર્ષ, બ્રહ્મદેશ, આફ્રિકા આદિ અન્ય સ્થળેએ નિવાસ કરનાર સનાતનીઓ તરફથી મારાપર સ્પસ્યાસ્પૃશ્ય સંબંધે કંઈ લેખ લખવા અનેક પત્રો આવતાં તા. ૬-૬-ર૩, તા. ૧૩-૬-૨૩, તા. ૨૦-૬-૨૩ તથા તા. ર૭–૬–૨૩ ના “ ગુજરાતી ” પત્રના અંકોમાં પૃથઋષિા એ નામે એક લેખ કાશીમાં મળેલી “હિંદુમહાસભા ના ઠરાવ વિરૂદ્ધ તા. ૨૫––૧૨––૧૯૨૩ ના “ગુજરાતી” પત્રના અંકમાં વિષિષનાવલિન એ નામે એક લેખ, તા. ૧૫-૩-૨૪ ના સાંજ વર્તમાનના અંકમાં અસ્પૃશ્યતાનિવારણ માટે તમારા કલ્પિત મતવ્યો વિરૂદ્ધ તા. ૧૧-૫-૧૯૨૪ ના “ ગુજરાતી ” પત્રના અંકમાં સહયતા પી એ નામે લેખ એ રીતે અન્ય અનેક વર્તમાનપત્રોમાં તેમજ માસિક પત્રોમાં અસ્પૃશ્યતાસિદ્ધિ માટે અનેક લેખો ઇશ્વરપ્રેરણ થતાં પરમાત્મકૃપાથી મેં યથામતિ લખ્યા છે જેના ખંડન અથવા પ્રતિવાદરૂપે કોઈપણ લેખ અદ્યાપિપર્યત કેાઈ સાક્ષર તેમજ નિરક્ષર તરફથી પ્રસિદ્ધિમાં આવેલ નથી અને એથી જ અમારા સનાતન વૈદિકધર્મને સર્વાશમાં વિજય છે અને પરિણામે તમારે પરાજય છે, એમ અમેને સુસ્પષ્ટ સૂચન થાય છે, કારણકે આજરીતે બુદ્ધ, ચાર્વાક આદિના અનેક નાસ્તિક મતમતાંતરે સમૂલભૂલન દશાને પ્રાપ્ત થયા છે.
સાંપ્રત સમયમાં તમે કાઠીયાવાડ રાજકીય પરિષ૬ના કાર્યપ્રસંગે ભાવનગર આવ્યા છે. આ પ્રસંગ શાસ્ત્રચર્ચામાટે અતિ ઉત્તમ અને અનુકૂલ છે. આથી તમારી પ્રતિ ચતુર્થ આહાન સકારણ મુકવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
નામે છે. મનના