________________
(૬૯),
કોઈપણુ ગ્રંથમાંથી હું તેમને દર્શાવી આપવા તૈયાર છું કે ચાંડાલ આદિ અસ્પૃશ્ય છે અને તેને સ્પર્શ કરવામાં પાપ પણ છે.
ગાંધીજી કહે છે કે “આપણે અંત્યજોને તિરસ્કાર કરી જગતના તિરસ્કારને પાત્ર બન્યા છીએ.” આ સંબંધે લખવાનું કે ધર્મશાસ્ત્રની આજ્ઞાનુસાર આપણે અંત્યજોને અસ્પૃશ્ય માનીએ છીએ, જેથી તેમાં તિરસ્કારની ભાવનાને લેશમાત્ર અવકાશ રહેતો નથી; કારણ કે એજ રીતે આપણી રજસ્વલા માતા ચારવા ભગતી આ દિને પણ અસ્પૃશ્ય માનીએ છીએ, જેથી ગાંધીજીના મંતવ્ય પ્રમાણે તેમ કરવાથી આપણે આપણી રજસ્વલા માતા અથવા ભગિની પ્રત્યે તિરસ્કારની ભાવના રાખીએ છીએ, એમ કોઈપણ કહી શકે નહિં. કિંતુ મૌલાના મહમદ અલ્લીએ જેમ એક ધર્મનિષ્ઠ અધમ મુસલમાન કરતાં સ્વધર્મથી ચલાયમાન થયેલ ગાંધીજીને હલકા ગણ્યા છે, તે જ રીતે હાલમાં આપણે હિંદુ પ્રજા સ્વરાજ્યપ્રાપ્તિ આદિના મહાન પ્રલેભનથી સ્વધર્મભ્રષ્ટ થયેલ હોવાથી જગતની દષ્ટિએ તિરસ્કારને પાત્ર બન્યા છીએ અને હજીપણ વિશેષ બનતા જઈશું, એ વાત સર્વ કઈ સહજ સ્વીકારી લે તેવી છે.
ગાંધીજી કહે છે કે “અસ્પૃશ્યતાને બુદ્ધિ પ્રહણ કરી શકતી નથી.” આ સંબંધે લખવાનું કે આ તેમનું કથન અક્ષરશ: સર્વાશમાં સત્ય છે; કારણ કે “અસ્પૃશ્યતા” એ ધાર્મિક અતિ સૂક્ષ્મ વિષય હેવાથી જે ધર્મ, વિષયમાં ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓની બુદ્ધિ પણ મહાન કષ્ટ કરીને પ્રવેશ કરી શકી છે, તે પછી ધર્મ જેવા ગહન અને ગૂઢ વિષયમાં ગાંધીજીની બુદ્ધિ તે કયાંથીજ પ્રવેશ કરી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com