________________
(૬૮)
ગાંધીજી કહે છે કે-“કેટલાક વૈષ્ણવ માને છે કે હું તે વર્ણ શ્રમધર્મને લેપ કરી રહ્યો છું” તે એ સંબંધે લખવાનું કે એ વાત પૂર્ણાશે સત્ય છે, કારણ કે “પૃસ્યાસ્પૃશ્ય” એ ધર્મના મહાન અને મુખ્ય સેતુને ભંગ થવાથી આચારભ્રષ્ટ થયેલાને વિચારબુદ્ધિ નહિ હોવાને લીધે પરિણામે ક્રમે ક્રમે અસ્પૃશ્ય સાથે જલવ્યવહાર, ભેજનવ્યવહાર તેમજ લગ્નવ્યવહાર પણ શરૂ થતાં વર્ણાશ્રમધર્મને સર્વાશમાં લેપ થઈ જતાં ભારતવર્ષની અધોગતિજ થવાની, એ વાત નિઃસંશય છે; જેથી ગાંધીજી વર્ણાશ્રમધર્મને સમૂલ પ્રધ્વંસ કરવા પૂર્ણમાત્રાએ પરિશ્રમ લઈ રહ્યા છે, એમ સર્વ સુજ્ઞ પુરૂષ સહજ સ્વીકારી લેશેજ.
ગાંધીજી કહે છે કે “રજસ્વલામાં રહેલી બહેનને અડી જઈએ તે તેને આપણે પાપ નથી માનતા પણ આપણે તેને અડી જઈએ તે શારીરિક શૌચના નિયમને ભંગ થયે જાણે આપણે નાહી નાંખી સ્વચ્છ થઈ લઈએ છીએ.” એ સંબંધે લખવાનું કે જે શાસ્ત્ર પ્રમાણથી રજસ્વલા બેનનો સ્પર્શ કરવામાં શૌચન ભંગ થયો મનાય છે અને તજન્ય પાપ પણ મનાય છે, તેજ શાસ્ત્ર પ્રમાણુથી ચાંડાલને સ્પર્શ કરવામાં શૌચના નિયમને ભંગ થયો મનાય છે અને તજજન્ય પાપ પણ મનાય છે. જેમ રજસ્વલા અશુચિ છે, તેમ ચાંડાલ પણ અશુચિ છે, જેથી શાસ્ત્રની આજ્ઞાનુસાર જેમ રજસ્વલા સ્ત્રીને સ્પર્શ કરી સ્નાન કરવામાં આવે છે, તેમજ ચાંડાલને સ્પર્શ કરી સ્નાન કરવું જ જોઈએ. ગાંધીજી શ્રીમદ્દભગવદ્દગીતા, શ્રીમદ્દ ભાગવત આદિ ગ્રંથે પૈકી કયા કયા ગ્રથને ધર્માધર્મના નિર્ણયમાં પ્રમાણભૂત માને છે, તે હકીક્ત ગાંધીજી જે અમને જરૂર દર્શાવવા પરિશ્રમ લેશે તે ગાંધીજીને માન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com