________________
( ૩૬ )
વળી નામદાર બ્રીટીશ સરકારના કેવળ અજ્ય રાજ્યમાં ધાર્મિક વિષયમાં કોઈ પણ પ્રકારનો બળાત્કાર તથા ત્રાસ આપણને નહિ, હોવાને લીધે, પિતપતાને ધર્મ પાળવાની સર્વને સંપૂર્ણ સ્વતંત્રતા હોવા છતાં દેશકાલને વ્યર્થ નિમિત્તભૂત અને કલંકિત કરી આપણે પિતેજ બુદ્ધિપૂર્વક શાસ્ત્રાનષિદ્ધ આચરણમાં પ્રવિષ્ટ થઈ અધર્માચરણ કરીએ છીએ, એ કેટલું બધું ખેદજનક છે ?
“ વિષમ સુધીમુલ:” છે એ ન્યાયે સ્વરાજ્યરૂપી અમૃતની પછવાડે “ અસ્પૃશ્યનો સ્પર્શ કરે,” એ અઘોર અનાચારરૂપી દારૂણ હાલાહલ વિષ રહેલું હોવાથી, જેના શરીરની શિરાએ શિરાઓમાં આપણા પૂર્વજ ઋષિમુનિઓના શુદ્ધ રકતનો પ્રબલ પ્રવાહ અપ્રતિ હત ગતિથી નિરંતર વહ્યા કરે છે, તેમજ જેમને નખથી શિખાપયત અખિલ શરીરના મેરેમમાં ધર્માભિમાનરૂપી દિવ્ય જ્યોતિ અહનિશ જાજ્વલ્યમાન થઈ રહ્યું છે, તેવા ચુસ્ત ધર્માસક્ત પુરૂષોને તેવા પ્રકારનું સ્વરાજ્ય કોઈ પણ કાળે તેમજ કોઈ પણ પ્રકારે ઈષ્ટ હોઈ શકે નહિં, એટલું જ નહિં કિંતુ કોઈ અન્ય પ્રભાવશાળી પુરૂષ “ અપેયનું પાન કરાવરાવી ” સાક્ષાત કરામલકત “મુકિત–સ્વારાજ્ય” અર્થાત “ રૈલોક્યનું આધિપત્ય ” અપાવવા સુસજ્જ થાય, તો તેવા અનાચાર કરવાથી મળનારી “મુકિત "ને પણ ઉપર દર્શાવી ગયા તેવા ચુસ્તધર્માભિમાની પુરૂષો પાદપ્રહારથીજ વધાવી લે, તેમાં કોઈપણ પ્રકારે શંકા લેવાનું કારણ છેજ નહિં; કારણ કે આપણા ધર્મરૂપી સર્વસ્વનું હરણ અથવા હનન થઈ ગયા પછી, આપણને “મુક્તિ” પણ શા ઉપયોગની હોઈ શકે ? ધર્મ રક્ષા માટે આવાજ પ્રકારની સુદઢ ભાવના સમસ્ત ભારતવાસી હિંદુપ્રજાએ ધારણ કરવી અને મહાત્મા શ્રી હરિ લખે છે તેમ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com