________________
જતાં પ્રાયઃ તેઓની બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે.” “સુવર્ણમૃગ પૂર્વે થયે પણ નથી, કેઈએ જે પણ નથી તેમજ તે વિષેની કયાંઈ વાર્તા પણ નથી, છતાં શ્રી રામચંદ્રજીની સુવર્ણમૃગની પ્રાપ્તિની ઈચ્છા થતાં અનેક પ્રકારની આપત્તિઓ આવી પડી, માટે વિનાશને સમય આવવાનો થાય, ત્યારે બુદ્ધિ વિપરીતગામીજ બને છે” તેજ પ્રમાણે અધર્મમાં ધર્મભાવના રાખી તદનુસાર વર્તન કરી કરાવી સ્વરાજ્યપ્રાપ્તિ આદિ માટે ઇતરતત: દડધામ કરી રહેલા હાલના આપણ નેતાઓના સંબંધમાં બન્યું છે. જેથી હાલમાં સર્વત્ર ચાલી રહેલી સાહસિક, નિરંકુશ, ઉપૂંખલ, અધાર્મિક, નિંદ્ય તેમજ કુત્સત પ્રવૃત્તિઓને સત્વર અટકાવી દેવા આપણા નેતાઓને સર્વશક્તિમાન પ્રભુ સન્મતિ સમપણ કરે, એવી પરમાત્મા પાસે મારી નમ્ર પ્રાર્થના છે.
ગાંધીજીએ કેટલીએક જાહેર સભાઓમાં ગુરૂપરંપરાપ્રાપ્ય શાસ્ત્રસંસ્કારહીન તેમના અનુયાયીઓસમેત પ્રજાજનને વ્યર્થ ભ્રમમાં નાખવા અસ્પૃશ્યતાનિવારણમાટે કંઈપણ જાતના પ્રમાણ અને આધાર વિનાના કેટલાએક કેવલ મન કલ્પિત જે ઉગારે કાઢયા છે, તેના પૂર્ણાશે પરિહારનિમિત્તે તે ભ્રમને સશે દૂર કરવા અત્રસ્થળે યત્કિંચિત રાખવાની સંપૂર્ણ આવશ્યકતા મને પ્રતીત થાય છે.
ગાંધીજી કહે છે કે – “આપણને ભંગી વિગેરેને ન અડકવાની ટેવ પડી છે, વળી તેને ધર્મનું રૂપ અપાયું છે, એટલે હવે તેઓને અડકવાની ઈચ્છા થતી નથી, તેથી ગમે તે પ્રકારે આપણે આદતનું સમર્થન કરવાનું આપણને ગમે છે” આ સંબંધે લખવાનું કે ભંગીને ન અડકવાની ટેવ પડી જવાનું કારણ ગાંધીજીએ જણાવ્યું નથી. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com