________________
તેને ધર્મનું રૂપ પણ આજકાલ અપાયું નથી. એ ટેવ પડવાનું કારણ હજારો વર્ષ પૂર્વે જેમને સત્યની અને અહિંસાની પ્રતિષ્ઠા થઈ હતી, તેમના રચેલા ધર્મગ્રંથનાં વચન ઉપરની દઢ શ્રદ્ધાને લઈને તે ટેવ પડી છે અને તે ટેવનું સમર્થન કરવું, એ કોઈ પણ રીતે નિંઘ નથી, પરંતુ ધર્મશાસ્ત્રોનાં વચનને અનાદર કરી ભંગીને સ્પર્શ કરવા કરાવવા માટે દુરાગ્રહપૂર્વક ઉપદેશ કરે, એતો અવશ્યમેવ નિંદનીય છે. ભંગીને સ્પર્શ કરે, તે અધર્મ છે, એમ ઉપદેશ કરનાર અને તેને ધર્મનું રૂપ આપનાર પણ તેજ કારૂણ્યનિધિ, સત્યપ્રિય અને અહિંસા પ્રિય મહર્ષિએજ છે.
ગાંધીજી કહે છે કે – “મારી અલ્પમતિ પ્રમાણે તે ભંગીને જે મેલ ચઢે છે, તે મેલ શારીરિક છે અને તે મેલ તુરત દૂર કરી શકાય છે, પણ જેઓને અસત્ય, પાખંડ ઇત્યાદિને મેલ ચઢે છે, તે એ સૂક્ષ્મ હોય છે કે તેને કહાડજ મુશ્કેલ પડે છે, ઈત્યાદિ.” આ સંબંધે લખવાનું કે આ વિષયને નિર્ણય કરવામાં ગાંધીજી પોતાની મતિને અલ્પ માને છે, તે યથાર્થ જ છે; કારણકે આ વિષયનું તલસ્પર્શી જ્ઞાન મેળવવામાં ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓની અપાર તેમજ અગાધ બુદ્ધિજ કામ કરી શકે છે. અંત્યજઆદિના મંલિન ધંધાને અંગે અંત્યજેને શાસ્ત્રકારોએ અસ્પૃશ્ય ગણ્યા નથી, પરંતુ જન્મજન્માંતરેનાં ઘોર પાપાચરણને લીધે તેઓને નીચ પાયોનિમાં જન્મ થવાથી તેમને અસ્પૃશ્ય ગણ્યા છે, જેથી – स्नापितोऽपि बहुशो नदीजलैगर्दभः किमु हयो भवेत्वचित् ॥
. આ ન્યાયે, જેમ ગંગા આદિ નદીના પવિત્ર જલથી ગધેડાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com