________________
(૨૬)
યુક્ત વાણુને પરિત્યાગ કરી ગુણયુક્તવાણીનું જ ગ્રહણ કરવું, વળી મુખ્ય વિષય પ્રારંભ ક્યપૂર્વે વાચકવર્ગ સમક્ષ મારે સ્પષ્ટ કહી દેવું જોઈએ કે પ્રતિપાદ્ય વસ્તુની સ્તુતિ કરતાં જે કંઈ નિંદાત્મક કહેવામાં આવે તે ઠેષબુદ્ધિ, ઈર્ષ્યા અથવા વિધિથી કહેવામાં આવ્યું છે, એમ નહિં માની લેવા મારું સર્વને નમ્ર નિવેદન છે કારણ કેन हि निंदा निद्यं निवितुं प्रवर्तते अपि तु विधेय स्तोतुम् ॥
આ ન્યાય અનુસાર નિંદા નિંદિત વસ્તુની નિંદા કરવા પ્રવૃત્તિથતી નથી, કિંતુ વિધેય વસ્તુ–અર્થાત્ આપણું શુદ્ધ સનાતન વૈદિક ધર્મનું મંડન અર્થાત કે સ્તુતિ કરવામાં પ્રવૃત્ત થાય છે.
પ્રથમ સનાતનવૈદિકધર્મની વ્યાખ્યા, તેનું લક્ષણ તથા સ્વરૂપ વાચકવૃંદની સેવામાં નિવેદન કરવાની હું આજ્ઞા લઉ છું. પૂર્વ-- મીમાંસાકાર શ્રી જેમિનિ મુનિએ એક સૂત્રમાં કહ્યું છે કે
| નોનસ્ટિયાગોળે પt અર્થ-જે વેદનાં વિધિવચનોથી ભાગાપવર્ગસાધનસમૂહની પ્રેરણ કરે છે, એજ ધર્મને હેતુ હોવાથી ધર્મ કહેવાય છે. વૈશેષિક દર્શનકારે પણ કહ્યું છે કે
__ यतोऽभ्युदनिःश्रेयससिद्धिः स धर्मः।
અર્થ: જેનું આચરણ કરવાથી ઐહિક તથા પારલૌકિક ઉભય પ્રકારનું શ્રેય સંપાદન કરાય છે, તેનું નામ ઘમં. ધર્મની વ્યાખ્યા કરતાં વૃદ્ધ પરાશર મુનિ પણ કહે છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com