________________
(૩૩)
પરિણામે સુખ પ્રાપ્ત નહિ થતાં દુઃખજ પ્રાપ્ત થાય તેમાં કાંઈ શંકા જ નથી; અર્થાત ધર્મને પાદાક્રાંત કરી ભારતવાસી હિંદુ પ્રજાને વનમાં પણ સ્વરાજ્ય, સુખ, શાંતિ, ઉન્નતિ, નિવૃત્તિ આદિ પ્રાપ્ત થનારજ નથી, એટલું જ નહિ, કિંતુ અનેક પ્રકારની વિટંબણાઓ અને દુર્દશા ભોગવવાનો અતિ ભયંકર પ્રસંગ આવશે, એ વાત નિઃસંશય અર્થાત કે અધર્મીઓ તથા વિધમીઓના હાથથી થતાં નિષિદ્ધ કર્મોનું ફલ ધમઓને-નિરપરાધીઓને ભોગવવું પડશે, આ વિષયની પુષ્ટિમાં શ્રી વાલ્મિકિ રામાયણમાં લખ્યું છે કે
खलः करोति दुर्वृत्तं नूनं फलति साधुषु । दशाननोऽहरसीतामभूद्वद्धो महोदधिः ॥
અર્થ-અધમી પાપાચરણ કરે છે અને તેનું ફળ સાધુ પુરૂષોને ભોગવવું પડે છે, રાવણે સીતાનું હરણરૂપી :દુરાચાર કર્યો અને તેનું ફળ એ આવ્યું કે સમુદ્રને બંધન પ્રાપ્ત થયું. વળી શ્રી મહાભારતમાં પણ કહ્યું છે કે
यत्र धर्मा ह्यधर्मेण सत्यं यत्रानृतेन च ।
हन्यते प्रेक्षमाणानां हतास्ते ह्येव पूरूषाः ॥ અર્થ-જ્યાં પ્રેક્ષકોના દેખતાં અધર્મથી ધર્મને નાશ થાય છે અને અસત્યથી સત્યનો નાશ થાય છે, તે પ્રેક્ષક પુરૂષ પાપના ભાગીદાર થાય છે. માટે હાલમાં સર્વત્ર પ્રસરેલા વર્ણાશ્રમધર્મમર્યાદા છિન્ન ભિન્ન કરનાર અનાચાર સામે પ્રબલ, પ્રકટ અને પ્રચંડ વિરોધ ઉપસ્થિત કરવામાં સ્વરાજ્ય પ્રાપ્તિના મહાન પ્રલેભાનર્થી મૌન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com