________________
( ૯ )
&)
કરે છે તેમાં તેને કાઈ નતને પ્રતિબંધ નથી અને વખતને પણ પ્રતિબંધ નથી. એ સ્વચ્છંદતા રૂપ પશુધને અટકાવવા મનુષ્યાને તેમના હિતને માટેજ ત્રિકાલજ્ઞ અને દીદી મહર્ષિઓએ આહારમાં અને વિવાહમાં પ્રતિબંધ મુકયા છે. જે મનુષ્યાએ એક દીવસમાં ખેજ વખત ભોજન કરવું વધારે વખત જમવુ નહી અને તેમાં પણ લસણુ, પલાંડુ, ગાજર, મદ્ય, માંસ વગેરે ધર્મને હાનિ કરનારા પદાર્થો કદી ખાવા નહીં તેમજ પરણવામાં પણ પેાતાના કુટુંબની ગાત્રીની, મામાની માશીની, ક્ની તેમજ ત્રિધુની કન્યા પરણવી નહીં કારણ કે તે અધ રૂપ છે. વળી સર્વ પદાર્થોનુ ભક્ષણ કરવુ અને ગમે તે સ્ત્રી પરણી તેમાં પ્રજા ઉત્પન્ન કરવી તે પશુ ધર્મ છે, માટે તે ધિક્કારવા યોગ્ય છે. સત્પુરૂષો તેની નિંદા કરે છે. આ લેકમાં પણ પરિણામે અહિતકારક છે. જેઓની જાતિમાં ધરગરણું ( પુનર્લગ્ન ) કરવાના રિવાજ પડયા છે તેમાં પણ સારા માણસા અને ધાર્મિક સ્ત્રીએ તેમ કરતાં નથી અને જે કરે છે તેઓ પણ ઘરગરણું નહીં કરનાર જાતિના કરતાં સુખી નથી. તેમજ તે અધર્મી હોવાથી પરલોકમાં સદ્ગતિને પામતા નથી.
મનુષ્ય જન્મનું મુખ્ય કર્તવ્ય . આ જન્મ મરણુરૂપ દુ:ખમય સંસારથી મુકત થઈ અવિચલ, નિત્ય સુખમય પ્રભુપદને પામવુ એજ છે અને તેના મુખ્ય ઉપાય આ સંસારના વિષય સુખને ત્યાગ કરી પ્રભુનુ ભજન કરી તેમાં તન્મયતા કરવી એજ છે. વિષય સુખતા પશુ પક્ષીઓને પણ અનાયાસ પ્રાપ્તજ છે, તેને માટે રત્ન તુલ્ય મનુષ્યજીંદગીને વૃથા ખેાઇ નાંખવી એ મેટામાં મેટી ભૂલ છે, અને એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com