Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ક
કરવાને જે તેને વચન કુવચન કહ્યા, તે તું ખમજે. હે સત પુરુષ! હું ચંપા નગરીને અધિષ્ઠાયક છું. એમ કહી તે દેવતા અદશ્ય થયે
તે કુમાર પણ અંગ દેશના પદની પ્રાપ્તિ જાણી, હર્ષવંત થઈ શુભ શકુનેથી પ્રેર્યો થકે આગળ ચાલ્યો. ત્યાં આગળ જતાં એક મોટું સરોવર દીઠું ઘણુ કમલોથી, પક્ષીએથી, વિનેદ આપનારું મને હર સરોવર જોયું, ત્યાં કુમારે સ્નાન કર્યું. એવામાં કંઈક પુરુષ અશ્વ લઈને તેની સામે આવ્યો અને બોલ્યો કે, હે સ્વામિ ! આ તરંગ ઉપર તમે અસ્વાર થાઓ એવું સાંભળીને કુમારે કહ્યું, તું કેણ છે?
ત્યારે તે અશ્વ લાવનાર પુરુષ બે કે અહી થી નજીક એક ન દનવન છે, ત્યાં રમવાને ચંપાનગરીને અધિપતિ ગુસેન નામે રાજા આવ્યું છે તેને હું અનુચર છું. તેણે આપને તેડવા માટે મને મોકલેલ છે, માટે વા અસ્વાર થઈ પધારે. પછી ત્યાં જે કાર્યું હશે તે સ્વયમેવ જાણશે. ત્યારે ગુરૂને રાગી એ કુમાર અશ્વ ઉપર અસ્વાર થઈ આગળ ચાલ્યો. અશોક વૃક્ષ તલે બેકેલે, કુંડલે તથા નિલકથી શેતે, નાગલતાથી કરી જેનું શરીર વેષ્ટિત છે, જેના ભાવસ્થય ઉપર બિદુ શેભે છે, એવા રાજાને પ્રેમ કરનાર એવા કુમારને પૂછયું કે, હું સજન! તું ક્યાંથી આવ્યું? તારુ કલ્યાણ થાઓ, તારું સ્વાગત છે. એમ કહીને રાજા મૌન રહ્યો, વારે મને પ્રણામ કરતાં કેમ વાર્યો ! એવું કુમાર મનમાં ચિ તવે છે એટલામાં મતિવદ્ધના નામે પ્રધાન તે કુમારને કહે છે, તમને સરેવર મળે નાન કરતા દેખીને અમે વિચાર્યું કે, એ કેઈકે ઉત્તમ રાજપુત્ર છે, એવું જાણીને તમને તેડવા માટે અશ્વ મેક હવે નગર મધ્યે પધારે. એમ કહી તે મતિવર્ધન પ્રધાને કમસેન કુમારને નમીને કહ્યું કે, રથમા અસ્વાર થાઓ. તે કુમાર રથમાં બેઠે, એટલે પ્રધાન કુમારને કહેવા લાગ્યું કે, હે ઉત્તમ! હું પરદેશથી આવ્યા છું, એ કશે મનમાં ખેદ તમે કરશે નહિ સૂર્ય જે છે, તે દુર છે તો પણ દુરથી અંધકારને ક્ષણ માત્રમાં ટાળે છે. ત્યારે કુમારે કહ્યું, ગંભીર, ગુણરાગી, સત્યવાદી, સરલ, સોય, એવા જન ક્યા હેય તે જે પરદેશ હોય તે પણ તેને માણસે સ્વદેશક કો
ત્યાદિક રસ્તુતિ મય વચનેથ પ્રધાનનું મન રજિત કર્યું. પછી ચપ નગરી મળે તેણે પ્રવેશ કર્યો પુણ્યશાલી આત્માઓને સંપદાએ સાધન સામગ્રી વિપુલ મતે જ છે. - તે પ્રધાન કુમારને પિતાને ઘેર તેડી ગમે ત્યાં નાન તેમ મર્દન કરી લેજેન કરી રાત્રીએ સુખ શય્યાએ સૂતો ત્યારે તે કુમારની પાસે એકાતે પ્રધાન આવીને વાત કહે છે હે પ્રભ ચિરકાલ સુધી અમારું મન ચિંતા અનિથી મળી રહ્યું છે, તે તમે જલધર જેવા છે માટે તમારા દર્શનરૂપી જલને સીંચવાથી અમારું મન શીતલ થયું. માટે તમે આ અમારે અંગ નામનો દેશ છે તેને લઈને અમારા સ્વામિના મનની ઈચ્છા પૂર્ણ કરે. ત્યારે કુમાર હસીને કહે છે કે, તમે અંગદેશના રાજા છે તે કેમ મારી પ્રાર્થના કરે છે?