Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
મને સમગ્ર લક્ષ્મી સેપી છે, તે મારે પણ કોઈ એક ઉત્તમ પાત્ર જોઈને તે લક્ષ્મી આપી દેવી જોઈએ? આ પ્રમાણે સંસારમાથી પ્રીતિ ચાલી ગઈ છે જેની અને સમ્યફવવાન, અણુવ્રત, ગુણવત, શિક્ષાત્રત, તેણે યુક્ત એ તે દેવરથરાજા, રત્નાવલીનામે પિતાની સ્ત્રીથી સહિત ત્રણે વર્ગને એટલે ધર્મ, અર્થ અને કામ, તેને સારી રીતે સાધતે, જિનમતને વિષે અત્યંત પ્રીતિ ધરતો થકે ઉત્તમ રાજ્યને કરવા લાગ્યો. પછી તેણે અનેક જિનપ્રાસાદ કરાવ્યા, અને જિનેશ્વરના પ્રમાણવાળી પણ અનેક પ્રતિમા નિર્માણ કરાવી દર્શનની વિશદ્ધિને માટે ઘણી રથયાત્રા કરી, અનેક સાધર્મીઓને સમુદ્ધાર કર્યો અને જિનશાસનના દુશ્મનને પરાજ્ય કર્યો, પિતાના દેશમાથી સાત વ્યસને કઢાવી નાખ્યાં. એ પ્રકારે રાજ્ય પાલતા અને સદ્ધર્મમાં ચાલતા એવા દેવરથરાજાને ક્રમે કરી રત્નાવલી સ્ત્રીના ઉદરથકી ધવલ નામે એક પુત્ર પ્રગટ થયો. તે જ્યારે ઉમ્મરલાયક થયે, ત્યારે તેને રાજ્ય સોંપી વીતરાય કર્મથી ચારિત્ર ગ્રડણ કરવાને અસમર્થ હોવાથી ચતુર્વિધ સંઘનુ પૂજન કરતે, પિષધ અને આવશ્યક ક્રિયામાં તે નિરત થયો તપથી શુષ્ક જેનું શરીર છે, મંદ થઈ ગયે છે મેહુ જેને એ તે દેવરથ રાજા, અનશન વ્રતથી મરણ પામી આનતનામે દેવકને વિષે શ્રેષ્ઠદેવ થયે. તથા તેની સ્ત્રી રત્નાવલી નામે શ્રાવિકા પણ ઉત્તમ અનશન વ્રતથી મરણ પામી, તેજ દેવલોકને વિષે ઉત્તમ દેવતા થઈ. ત્યાં બને દેવતા, દિવ્ય દ્ધિને ભેગવનાર અત્ય ત પરસ્પર પ્રીતિવાળા થઈ, મિત્રપણે રહી તેણે સ પૂર્ણ ઓગણુશસાગરપમન આયુષ્ય ભોગવ્યું. એ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચરિત્રને વિષે રત્નશિખ કથાન્વિત દેવરથ નૃપતિશ્રાદ્ધધર્મપાલનપ ચ સર્ગ સમાપ્ત થયે ઈતિ અહી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના આઠ ભવનો સંબધ સંપૂર્ણ થશે.
પાંચમે સગ હવે આ જ બુઢીપને વિષે મહાવિદેહ નામે ક્ષેત્રમાં પુષ્કલાભિધ સાતમી વિજયને વિષે પ્રશસ્ત વસ્તુથી કરી યુક્ત અને ઉત્તમ, એવી શિવા નામે નગરી છે, જે નગરીને વિષે ત્યાંના રહેવાસી જનેના ઘરના આંગણામાં જડેલા ચ દ્રિકાત મણિઓ, રાત્રિને વિષે પડના ચ દ્રકિરણના ગે કરી ઉણકાલને શીતકાલની સમાન કરે છે અને શીતકાનને વિષે ત્યાના રહેવાસી જનોના ઘરના આંગણામાં જડેલા અર્કમણિઓ દિવસમાં પડતા સૂર્ય કિરણના ગે કરી શીતલાલને ઉષ્ણકાલ સમાન કરે છે તે નગરીને વિષે પિતાના પ્રતાપે કરી નાશ કર્યું છે રિપુસૈન્ય જેણે એ સિ હસેન નામે રાજા રાજ્ય કરે છે. તેમની ઉત્તમ ગુણયુક્ત શોભાયમાન પ્રિય ગુમ જરી નામે પટ્ટરાણું છે. હવે પૂર્વોક્ત દેવરથ કુમારને જીવ જે આનત