Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
આવા વાક્ય બોલનાર એવા આ મહુનીયાની સાથે વાત કરવાની પણ મારે હવે શી જરૂર છે? પરંતુ આ વાત હું જિનપ્રિય શ્રાવકને બોલાવીને કહી બતાવું કે જેથી તેને પણ આ મેહનીયાનાં ભાવની માલમ પડે, અને જે કાંઈ કહેવાનું હોય તે કહે પણ? એમ વિચારી જિનપ્રિય શ્રાવકને તેડાવી પિતાને જે વાત મોહન સાથે થઈ હતી, સર્વ વાત સવિસ્તર કહી આપી. તે સાંભળી જિનપ્રિય મિડનને કહેવા લાગે, કે
હે મોહન ' જેવું તારું નામ છે, ગુણ પણ તેવા જ છે. કેમ તારું નામ મેહન હેવાથી ભદ્રીક ભાવી રાજાને સંયમગ્રહણ કરવા બેટાં અને ધર્મથી પ્રતિકૂળ એવાં વાકથી મોડમાં નાખે છે? શીલાંગવત પાળવા તે ઘણું જ કઠિન છે એ સર્વ જે કહ્યું, તે તે શું સમજીને કહ્યું? વળી હે મૂર્ખ ? સાંભળો રે સાડરિક પુરુષો છે, તેને ચંચળ એવું એવું ચિત્ત શું કરી શકે છે? તથા તેને પ્રબળ એ ઈન્દ્રિયવર્ગ પણ શુ કરી શકે છે? વળી પ્રમાદ પણ તેને શું કરે છે? નિરંતર સ્વાધ્યાય, ધ્યાન, તપ તેને વિષે રહેલા, ગુરુના વચનમાં નિરત અને ભવભ્રમણથી ભય પામતા એવા અનાગાર સાધુઓનું ચિત્ત, કઈ દિવસ પાપકર્મને વિષે જાય? ના નજાય. વળી અષ્ટાદશ શીલાંગરના ધુરાને વહન કરવાને સમર્થ એવા સાધુરૂપ જે વૃષભ છે, તે શુ શીલાંગ રથને ચાલતાં ચાલતાં અર્ધ માર્ગમાં ત્યાગ કરે? ના નજ કરે એમ કરતાં કદાચિત તે પુરુષ, કેઈએક કર્મના દેશે શિવમાર્ગમાં ચાલતાં ચાલતાં ખલન થઈ જાય, તે શું તે માર્ગમાં શીલાંગરથને વહન કરી બીજાએ ન ચાલવું? વળી હે જડ! સાંભળ કેઈક વહાણમાં બેસનારા પુરુષવાલું વહાણ તે બેસનારના કર્મચગે કદાચિત્ ભાગી ગયું હોય, તે પછી બીજા પુરુએ તે વહાણમાં શું ન બેસવુ ? વળી આ તારા કહેલા દૃષ્ટાંતથી બંધ થાય કે સંયમત્રત ધારણ કરવા ઈચ્છનારને સંયમ લઈ ચૂકે નહિ તે બંધ થાય છે. પણ જે દઢવૈરાગી હાય, તે સંયમ લઈને છેડે નહીં અને હે મોહન! જે પાપી પુરુષ, તારા સરખી પિતાની કલ્પિતયુક્તિઓએ ચારિત્ર ગ્રહણ કરવામાં સમુત્સુક થયેલા જનને ચારિત્ર લેતા બંધ કરે છે, તે તે બધ કરનાર પુરુષ, નરક, તિર્યં ચ વિગેરે લાખો ગમે દુઃખનુ ભાજન થાય છે. માટે તે અજ્ઞાની ! તેવા વાક્યરૂપ પ્રત્યક્ષ નિહુવથી તારામાં ગુપ્ત રીતે મિથ્યાત્વ જ ભર્યું હોય, એમ દેખાય છે વળી તે કહ્યું કે તેવા શુદ્ધવતધારી સાધુનું તે મલતા જ નથી? તે હે અજ્ઞાની ! સર્વ સંગવિમુક્ત, પંચ મહાવ્રતધારણ ધીર, પાચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુકત, જ્ઞાન, ધ્યાન અને તપ, તેમા લીન એવા ગુરુઓ તે પ્રત્યક્ષ રીતે વિચરે છે, અને અમને દર્શન પણ થાય છે, પણ હે મિથ્યાદ ! તું મિચ્છાદષ્ટિ છે તેથી તને તે યતિવર્ગનાં દર્શન ક્યાંથી થાય?
નિર્ચ થ, અને સ્નાતકને તે એ પુલાક સાથે વિચ્છેદ થયો છે એટલે એ ત્રણેને હાલ વિચ્છેદ થઈ ગ છે. પરંતુ બકુશ અને કુશીલ એ બે નિગ્રંથ તો જ્યા સુધી તીર્થ પ્રવર્તશે, ત્યાં સુધી રહેશે. હવે હે મેહન! જે તું ભયાનક એવા ભયારણ્યમાં ભમવાની