Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ર૪૧ લઈને સાર્થવાહ, ત્યાથી ચંપાપુરી તરફ ચાલ્યું. હવે તે શ્રીસુંદર રાજાએ મંત્રિવગેરેને બેલાવી સહુ કેઈની સમક્ષ ઉત્તમ એવો દિવસ જોઈને કુસુમાયુધ કુમારને પિતાની રાજગાદી પર બેસાડો અને પછી અત્યંત હર્ષાયમાન થઈવૈરાગ્ય પામેલા એવા બને ભાઈઓ ગુરુ પાસે જઈ દીક્ષા લીધી.
તે કુસુમાયુધ રાજા પણ તે રાજા ઘણુંજ ઉત્તમ હેવાથી અખંડિત શાસનવાલે થયે. એક દિવસે અવ તી દેશના રાજશેખરનામે રાજાએ એકદૂત મોકલ્ય, તે દૂત શિવવદ્ધનપુરમાં કુસુમાયુધ રાજાને કહેવા લાગ્યું કે હે રાજન ! મારા સ્વામીએ કહેવરાવ્યું છે કે જે તું સુખેથી રહેવા ઈચ્છતે હે, તે તારા હાથી, ઘોડા, ભંડાર વિગેરે વસ્તુ મને સોંપી, તું - ખડીઓ રાજા થઈ રહે. અને અમારી ભક્તિભાવથી અનુચરની જેમ સેવા કર, કારણ કે કે તું હજી બાલક છે, તેથી તારે બાલકને રાજ્યસનની એગ્યતા હોયજ નહિ? તેમ તારાથી તે રાજ્ય સાચવી શકાય તેમ પણ નથી. કેમ કે જગતમાં તારા જેવા બાળક તે પિતાને જેવુ ગમે તેવું ભેજન કરી રમ્યા કરે છે જે માટે તે રાજ્યને પૃથ્વી પર અમારા જેવા મોટા ઉત્તમ રાજાઓ છતાં, તારા જેવા બાલકે ભેગવી શકે ?
હે કુમાર ! જે અમારા કહેવા પ્રમાણે ચાલીશ તે પછી તારી અમે સહાય કરીશું અને જ્યારે તારે અમારી સહાયતા હોય, તો પછી તારે કેણું પરભાવ કરી શકે ? કઈ નહિ, આવા વચન સાંભળી શાલમત્રીનામે બે કે હે દુત | તારા સ્વામીને કહેજે જે આ કુસુમાયુધ રાજ તે હાલ બાળક હોવાથી તેને તમારા જેવા રાજાઓની સેવા કેમ કરવી? તેની કાઈ ખબર નથી અને હાથી ઘેડાથી તે રમનારાઓ, હોવાથી તે નિર્ભય થઈને રમવા આપેલા હસ્તી, અશ્વ વિગેરેને લઈ તારા સ્વામીને કેમ અપાય ? અને તારા સ્વામીને જે હાથી ઘેડાજ જોઈતા હોય, તે તે દ્રવ્ય મેકલે, તે તે દ્રવ્યના હસ્તી પ્રમુખ લઈને અમે મોકલાવીએ? આવાં વચન સાંભળી કોપાયમાન થયેલે તે દૂત બે કે તમારા જેવા મંત્રી મલવાથી તે હવે આ કુસુમાયુધ રાજા જરૂર ઘણું દિવસ રાજ કરે, એમ લાગે છે ? અહો ! આવા તમારા જેવા દીર્ધદષ્ટિ મંત્રીએથી કઈ દિવસ રાજા સામ્રાજ્યરાજ્ય કરે ? ના નજ કરે. વળી તે મંત્રી ! રાજાને કાઈ બાળક તથા યુવાનપણુ નથી. પરંતુ દુર્બલ રાજાએ પિતાનાથી સમર્થ રાજાનુ, દાનથી, સેવકવથી, આનુચર્યજ કરવું અને એમ કરે, તે જ તે સુખે રાજ્ય કરે ? અને તે મંત્રી ! આવી તમારા જેવી ગર્વની વાણી બોલવાથી તે સામે પ્રબલ રાજાને રેષમાં પિષણ થાય છે ? વળી હે મત્રી ! તે દુર્બલ રાજા, પ્રબલ રાજાને કદાચિત્ કાઈ આપે નહિ, પરંતુ તેને પ્રણામ કરી પ્રસન્ન કરે, તે પણ તે પ્રબવ રાજા તેની પર કઈ દિવસ કે પાયમાન થાય નહિ માટે જે વસ્તુ નખથી છેદાય, એ વસ્તુમાં ફુડાડાનું શું કામ? વળી અમારે રાજેશ્વર રાજા
પૃ. ૩૧