Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
કેવળીને પિતા હરિસિંહ રાજા, પિતાની પદ્માવતી રાણી સાથે આવ્યા. ત્યાં તે જેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, વિશ્વને આનંદદાયક, જ્ઞાનીઓને વિષે શ્રેષ્ઠ, અને સાધુવેષના ધારક એવા પૃથ્વીચંદ્ર પુત્રને જોઈ આનંદ પામી તેમને નમસ્કાર કરી તે દંપતી કહેવા લાગ્યા, કે હે પુત્ર કુલકમાગત સદ્ધર્મવાન, મુક્ત ભગવાલા, એવા અમારે તમારી પહેલા દીક્ષા લેવી હતી, તે દીબ્રા પણ લીધી નહિ. વળી દીક્ષા લીધી નહિં એટલુ જ નહિં, પણ યુવાવસ્થામા સ સારમાં તીવ્ર વૈરાગ્યવાન એવા તમેને મેડાધ અને મૂઢ એવા અમેએ જર્જરીભૂત આ રાજપપાજરામા નાખ્યા છે. તે હવે તે રાજ્યપિંજરમાં નાખવા૫ અમારું જે દુષ્કૃત, તે મિચ્યા હશે એમ જ્યા કહે છે, ત્યાં તો તે પૃથ્વીચંદ્રની સેળે સ્ત્રીઓને ખબર પડી કે પૃથ્વીચ દ્રકુમારને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી વિકસિત છે નેત્રકમલ જેનાં એવી તે - સોળે સ્ત્રીઓ, ત્યા પિતાના કેવલજ્ઞાની સ્વામીને નમન કરી ત્યાં બેઠેલાં પોતાની સાસુ પદ્માવતી રાણની પછવાડે બેઠી ત્યાં બેઠા બેઠા કેવળી ભગવાનની શાતમુદ્રા જોઈને સ વેગાતિશયથી અનિત્ય ભાવના ભાવતા શુકલધ્યાને ક્ષપકશ્રેણુ આરેહિ, ચારે ઘાતિકર્મ ખપાવી તે સોળે સ્ત્રીઓને ત્યાં બેઠાજ કેવલજ્ઞાન ઉત્પન થયું. ત્યારે તેઓને પણ સૌધર્મેન્દ્ર આવી દ્રવ્યલિ ગ એટલે સાધુને વેશ આપી તે. ઈ તથા દેવતાઓએ તેમની સ્તુતિ અને નમન કર્યું. હવે આવું મોટું આશ્ચર્ય જોઈને સુધન સાઈવાડુ તો વિચારવા લાગ્ય, કે અહો! જેવું મને ગુણસાગરકેવલીએ કહ્યું હતું, તેવુ જ આ આશ્ચર્ય થયુ છે. એમ જ્યા વિચાર કરે છે, ત્યાં તે તે પૃથ્વીચદ્ર કેવલીએ ધર્મદેશના દેવા માડી તે જેમ કે –
હે ભવ્યજી ! હે ભસત્ત્વના ધણું ! તમે કેઈકાલે ધર્મમાં પ્રમાદ કરશે નહિં અને સાયમને સ્વીકારો વળી જન્મ મરણરુપ જેમા જલ છે, અને કષાયરુપ જેમા મોટા મ છે રાગ દેવપ જેમા વેલ વધે છે એવા સ સારાબુધિને, સુસમ્યકત્વરુપે જેમાં સ્થિતિ સ્થાન છે, પાચ સો વર હોવાથી આવ્યવરહિત, નિપુણજ્ઞાનરુપ નાવિકે યુક્ત, એવા ચારિત્રરુપ નાવ વિના તમે કેઈકાલે તરી શકશો નહિ. અને તે ચારિત્રરુપ નાવ, મનુષ્યજન્મરુપ સામગ્રી વિના પ્રાપ્ત થતી જ નથી. વળી તે મનુષ્યજન્મ સામગ્રી પણું, કેઈએક વાણીયાના પુત્રએ પિતાના અમૂલ્યરત્ન વેચી નાખ્યા અને જેમ તેઓને પાછા મળ્યાં નહિં, તેમ મળતી નથી. અર્થાત્ જીવને મનુષ્ય સામગ્રી માલવી અત્યંત દુર્લભ છે.
આવાં વચન સાંભળી સહકઈ પૂછવા લાગ્યા કે હે પ્રભે ! તે વાણીયાના પુત્રો કોણ હતા? તથા તેમણે તે રત્ન કેવી રીતે વેચી નાખ્યાં ? તે કહો ત્યારે કેવલી કહે છે, કે એક તામહિપ્તી નામે નગરી છે, તેમાં શ્રી કીર્તિ નામે રાજા રાજ્ય કરે છે તે રાજાએ પિતાના ગામના રહેનારા સહુકોઈને કહેવરાવ્યું કે મારા ગામના રહેનારા માણસ પાસે જેટલી કેટિદ્રવ્ય હોય, તેટલી ધ્વજાઓ પિતાના ઘર પર ચઢાવવી. અને આમ કહેવરાવવાથી એમ જાણવું નહિં. જે રાજાના મનમાં કોઈ કપટ છે, તેથી તેણે કપટથી કહેવરાવ્યું છે?