Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
..
આવ્યું. ત્યારે સૂરીકે તેને તથા તેની સાથે દીક્ષા લેવા આવેલા જે કઈ હતા, તે સર્વને દીક્ષા આપી.
હવે તે કુસુમાયુધ અને કુસુમકેતુ, એ પિતા પુત્ર હતા. તેમણે સ વેગરુપ, સુધાથી, સંયમરુપ કુમનુ સિંચન કરવા માડયું ત્યારે તે સંયમવૃક્ષ વૃદ્ધિગત થશે તેથી તે હૃદયને વિષે નિવૃત્તિ રુપ છાપા કરવા લાગ્યા. કહ્યું છે કે , , . : -
યા પ ખંડમહીજયસ્ય સમયે નાસાદિતા ચ કિભિ કે , યા દદ્ધકંધગરિમથને પ્રાપ્ત ન વા ભૂધઃ II યા પ્રાપવા પ્રિયસંગમે વિરહિણી કેનાપિ નો વેદિતા,
સા લબ્ધા કિલ રાગષવિજ યાત્તાવ્યાં મને નિવૃતિઃ - - અર્થ :- જે મને નિવૃત્તિ, છ ખંડ પૃથ્વીના જ સમયને વિષે ચકીને મળી નથી, વળી જે મને નિવૃત્તિ, દર્પી કરી ઉદ્ધત એવા શત્રુઓના સ્કંધના મથન કરવાથી 'રાજાઓને પ્રાપ્ત થઈ નથી, અને જે મને નિવૃત્તિ કેઈ પણ વિરહી મનુષ્યને પિતાના ઈષ્ટનના સમાગમથી પ્રાપ્ત થઈ નથી, તે મને નિવૃત્તિને કુસુમાયુધ તથા કુસુમકેતુ એ બને મુનિ, રાગ અને રોષ તેના ત્યાગથી નિશ્ચય પ્રાપ્ત થયા છે ૧ . હવે તે બન્ને જણને પૂર્વભવેને
નેહ હોવાથી તે એકજ સ્થળમાં રહે છે, તથા સાથે જ જાય આવે છે. અને જે તપ પિતા કરે છે, તેજ તપ પુત્ર પણ કરે છે. તે જોઈને એક દિવસ ગુરુએ કહ્યું કે હે મુનિઓ ! સ સારીની પઠે પરસ્પર સ્નેહ તમે રાખે છે, તે એગ્ય નથી. કારણ કે મુક્તિપુરીના માર્ગમાં ચાલનારા તપસ્વીઓને, જે સ્નેહની શ્રખલા છે, તે વાછંખલા છે. આ દહિમાં (નેહ) ચિકાશ રહે છે, તે તેનુ લકે ઘણું જ મંથન કરે છે, તેથી તે ખ પામે છે. તેમજ તિલમાં અને સર્ષવમાં સ્નેહ એટલે તેલ રહે છે, તે તેને લેકે ઘાણીમાં ઘાલી પીલી નાખે છે. સ્નેહ અને રાગ અતિકષ્ટકારક છે. માટે તે સાધુ / કર્મ સ્વરુપને ન જાણનાર અને અવિજ્ઞાત છે ધર્મ જેને એવા જનની તે વાત દુર રહી, પરંતુ જે પ્રાણી ડાહ્યા છે, કર્માના સ્વરુપને જાણનારા છે, ભવસિદ્ધિયા છે, ગુરુપરંપરાએ વિધિમાગથી ચારિત્ર પાળે છે, તેવા પુરુષો પણ જે નેહ રાખે છે, તે તે કેવલજ્ઞાન પામતા નથી. વળી આ અપાર એવા સંસારમાં માતા, પિતા, સુત, સ્ત્રી, સુહુદ્દ, રિપુ, એમાંથી એકેક જણ અનંત વાર સ્વજનપણને અને અરિપણાને પ્રાપ્ત થયા હશે, તેમાં વળી તે જીને કેઈએ કઈ વખત ભૂખથી ખાઈ પણ લીધા હશે, રેષથકી માર્યા પણ હશે તેમજ સ્નેહથકી પાળ્યા પણ હશે? તે તે મા તત્ત્વજ્ઞાની જનોને રાગ, રિષ કરો ઉચિત છે? ના નથી જ. તે સાંભળી અને અનિ કહે કે ગુ! આપ કહે છે, તે ખરી વાત છે, અને અમે પણ જાણીએ છીએ કે હું જે છે, તે બંધન છે, સંસાર વધારનાર છે, તથા મોક્ષમાર્ગમાં અવરોધ કરનારે છે, પરંત. સાતતવ એવા અમને બન્નેને પરસ્પર સ્નેહ ધણે રહે છે, તેનું કારણ અમારાથી કાઈ સમજાતું નથી તેથી હે મહારાજ ! તે તે અને પૂર્વભવનું કારણ હશે? કે આ ભવનું ?