Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ર૬પ
થયેલા ભ્રમરાઓએ મંજુર ગુંજારથી યુક્ત આખી નગરીને આનંદમય કરી દીધી. વળી અતિહર્ષિત થયેલી એવી તત્રત્ય સ્ત્રીઓના લગ્ન સમયમાં વરવધૂને આશીર્વાદ દેવાનાં ગાન કરેલા જે ગીતે, તેણે કરી તે નગર અત્યંત રમણીય લાગે છે. આ પ્રકારે જગતના મનને આન દદાયક એ વિવાહોત્સવ પ્રવ. ત્યારે જ એ કામ જેણે, તેથી નિર્વિકારી એ તે પૃથ્વીચ દ્ર કુમાર, ચિત્તમ ચિંવવા લાગ્યા, કે અહો ! અસાર એવા સંસારને વિષે આ મહામહને મહિમા તે જુઓ ! કે જે મેહમહિમાથી અજ્ઞાત છે તત્વ જેને એવા પ્રાણીઓ ઘણીજ કર્થનાને પામે છે. તેમ છતાં પણ તે મહાવિષ્ટ થયા થકા તે પ્રાપ્ત થયેથી કર્થનાને જાણતા જ નથી. તેથી આ ગીત, વાદ્ય, નૃત્ય, પ્રમુખને સુખ માને છે. પરંતુ જે ખરુ જોઈએ, તે જે આ ગીત છે, તે વૃથા બકવાદ જ છે, અને વાદ્ય છે, તે કેવલ કાન ફેડવાનું સાધન છે, અને આ નૃત્ય જે છે તે ભાંડચેષ્ટાજ છે. શાસ્ત્રમાં પણ કહેલું છે, કે જે ગીત છે, તે સર્વ વિલપિત છે એટલે સ્ત્રીવિલાપજ છે. સર્વ નાટય છે, તે કેવલ વિટંબણા છે, તથા સર્વ કામ જે છે, તે દુઃખને દેવાવાલા છે વળી પુષ્પમાલા તથા આભરણ પ્રમુખ ધારણ કરી આ લેકે પિતાના શરીરને સુશોભિત કરવા ધારે છે, 1પરંતુ તે શરીર તે આભરણદિકથી શોભતું જ નથી. કારણ કે તે સ્વભાવથીજ અમુંદર છે? તે તે સ્વભાવથી અસુંદર એવું આ શરીર, વળી માલા તથા આભરણાદિકના ધારણ કરવાથી સુંદર થાય ? ના નજ થાય. વળી તે સુંદર થાય નહિ એટલું જ નહીં, પરંતુ અમેધ્યપૂર્ણ અને કુત્સિત એવા તે શરીરના સંગથી માલા, અલંકાર, સુંદર વસ્ત્ર પ્રમુખ જે કાંઈ સારા પદાર્થો હોય છે, તે ઉલટા અપવિત્ર થઈ જાય છે વસા, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા, વીર્ય, અને વિષ્ટા. એ વગેરે અશુચિ પદાર્થોનું સ્થાનકભૂત એવું જે આ શરીર, તેમાં વળી પવિત્રતા તે કયાંથીજ હોય ? ના ન જ હોય જેના નવે નવ દ્વારથી ખરાબ પદાર્થો, સમગ્ર નગરના ખાલમાથી જેમ પાણી પ્રમુખ નિકળે, તેમ નીકળ્યાજ કરે છે. અને કેવલ માંસ વિગેરે અશુચિપદાર્થથી બંધાયેલા આ દેડને વિષે જે પવિત્ર પણાને સંકલ્પ કર, તે પણ મહામહેનીજ વિડંબના છે એમ જાણવું. વળી ગતસાર એવા સંસારમાં કેનો કેણ પુત્ર છે? અને કેને કેણ ભાઈ છે? તેમ કેન કેણ સ્વામી છે ? આ જગતમાં તે લેકે કેવલ ખોટા એવા સંબંધીઓને માટે પ્રમુદિત થયા થકા અહેનિશ વૃથા આનંદ પામે છે. વળી જુઓ તો ખરા, કે આ મારા માતા પિતાને પણ કે મેહ થો છે કે જે મેહુથી મારામાં સનેહવાન્ થયાં થકા ઘણાજ ખેદને પામે છે? અને વળી તે હજી આમને આમ કેટલા વર્ષ પર્યત ખેદ કર્યા જ કરશે ? વળી આ કન્યાઓ પણ અત્યંત અજ્ઞાની દેખાય છે, કારણ કે જે પિતાનાં માતા પિતા વગેરેને છોડીને અહી મારે માટે આવી છે જે તે જ્ઞાની હોત, તે વૃથા દુઃખી થવા અડી શા સારું આવત? માટે અહો ! આ સર્વ સંસાર બાજીગરની બાજી જે જ છે, તેથી વિજ્ઞાતતત્વ જનેને તે આવા મેહમય સ સારમાં રહેવું ઉચિતજ નથી અરે ! તેથી પ્રથમ તે મારે જે આ સંસારમાં પૂ ૩૪