Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૨૮ વિચારીને કેશવને ઠગવા માટે તે ઈજાલિકે સ્વવિદ્યાથી એક વરુપવાન એ ની કન્યા અને તથા તેનાં માતા પિતાને બનાવ્યા. ત્યારે તે કન્યા જોઈને મોહ પામેલા કેશવે તેના માતા પિતાને પૂછયું, કે શું આ કન્યા તમારી છે?
ત્યારે તે કહે કે હા. ત્યારે કેશવે કહ્યું કે તે કન્યા મને આપશે ? ત્યારે તે બોલ્યો કે જે હજાર સેનામહોર આપશે, તેને આ કન્યા આપીશું ? પછી મેહ પામેલા તે બટુકે પિતાની પાસે જે કાંઈ સુર્વણ હતું, તે સર્વ આપી દીધું. અને તે કન્યાનું તુરત પાણિગ્રહણ કર્યું. પછી તે કેશવને તે ધૂર્ત પરસ યુક્ત ભેજન કરાવી ખૂબ પ્રસન્ન કર્યો, તેથી કેશવ ખુશી થઈ, અનેક વિચાર કરવા લાગે કે અહો ! અહી મને કેવી સારી સ્ત્રી તથા કેવું સારું ખાન પાન મયું? એમ જ્યાં અનેક પ્રકારે વિચાર કરે છે, ત્યાં તે સાયંકાવ થવાથી તે ઈન્દ્રજાલિકે, તેના આપેલા સર્વ સુવર્ણને લઈને પલાયન પરાયણ થઈ ગયે. અને તે પછી થોડી વાર જ્યાં થાય, ત્યાં તે તે કન્યા કે, તેનાં માતા પિતા કે, તે ધૂર્ત એ સર્વમાંથી કઈ પણ દેખાણાજ નહી ત્યારે તે તે બટુક, અત્યંત ખેદ પામી વિચારવા લાગ્યો કે અરે! મને એવી મારી પ્રિયાનું કેણે હરણ કર્યું અને મારું ધન પણ કેણ લઈ ગયે? પણ ફિકર નહિ, મારી સ્ત્રી તથા ધનને લઈ જનાર ચાર જે પાતાલમાં ગયે હશે, તે ત્યા જઈને પણ હું લાવીશ? એમ અત્યંત ચિંતાવરજ્વરિત અને ભૂખ, તૃષા, શીત, તાપ, તેણે કરી પીડાતે, અર્થહીન એવો તે કેશવ, તેઓને સર્વત્ર શેધવા લાગ્યો, પરંતુ તે કન્યાને કે દ્રવ્યને ક્યાંય પત્તો મલ્યો નહિ. ત્યારે પ્રથમની સ્ત્રી જે કપિલા છે, તેનું હૃદયમાં સ્મરણ કરી વિચારવા લાગ્યો કે અરે ! મેરી સ્ત્રીએ મને દ્રવ્ય કમાવા મોકલ્યો, તેથી તે દ્રવ્ય તે ' મને ઘણું જ મવ્યું, પણ નવીન સ્ત્રીમાં મેહ પામેલે એવો હું તે દ્રશ્યને હું વૃથા ખેઈ બેઠે? મૂખંજને જે કાર્યને પોતે કલેશ ભેળવીને કરે છે, તે કાર્યના
ફલને ઉપગ, જે બુદ્ધિમાન પુરુષ હોય છે તે વિનાપ્રય સે પ્રાપ્ત કરે છે. તે કે ' ; જેમ દાંત છે, તે ખાધેલા ખોરાકને પ્રયાસથી લઈ ચાવે છે, અને તેના સ્વાદને તે રસજ્ઞ એવી છઠ્ઠા જે છે, તે વિના પ્રવાસે ઉપભોગ કરે છે અરે ! મારી હિતૈષી, પ્રાણવલ્લભા
એવી કપિલા, મારા દર્શન વિના કેમ કરતી હશે ? અને તેના વિરહને મટાડવા હું જાઉં ' તે ઠીક થાય? પરંતુ નિર્ધન એ હું હવે જે ત્યાં જાઉ, તે મને જોઈ સહુ કઈ હસે, તેથી મને લજા આવે ? માટે હવે તે હું શું કરું ? એમ વિચારી પાછું વિચાર્યું કે હા, જયાં હું ગયે હતો ત્યાં જાઉ અને ત્યાં જે ન જાઉ તે પછી વિરહાતુર એવી
મારી પ્રિયા પાસે જાઉં? આવી રીતે વિચાર૫ હિંડોળામાં ઝૂલતુ જેનુ મન છે એ જે તે કેશવ, કેઈએક ગામ ગયે ત્યાં રહેલા કેઈક દયાળુ માણસે તેને ભૂખે જાણીને દયા
આણું દહી અને ચેખાનું ભાન કરાવ્યું પછી ત્યાં એક વડ હતું, તેની નીચે જઈ સુતે. ત્યાં તે તેને સેવન આવ્યું. અને તે સ્વ મા તેણે શું દીઠું? કે પિતાના ઘરની