Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ત્યારે આ મારી બીજી આઠ, કન્યાઓ છે, તે પણ હું તેને જ આપું છું એમ કહી તે આઠે કન્યાએ પૃથ્વીચંદ્રને વાદાનથી આપી. પછી જયદેવ રાજા તે આઠ કન્યાઓને વિવાહ સામગ્રી સહિત પિતાના જયપુર ગામમાં લાગે. અને તદનંતર તે કુમારના મામા જય રાજાએ તે પણ વિચાર કર્યો કે હું પણ કનકાવતી પ્રમુખ મારી જે આઠ કન્યાએ છે, તે પૃથ્વીચંદ્ર કુમારનેજ આપુ ? એમ વિચારી પિત્ત પણ તે કનકાવતી પ્રમુખ પિતાની, આઠે કન્યાઓ પૃથ્વીચંદ્રને આપવાનો નિશ્ચય કર્યો પછી તે પૂર્વોક્ત લલિતસુ દરી વિગેરે આઠે તથા પિતાની કનકાવતી પ્રમુખ આઠ એ સર્વ મળી સેલ કન્યાઓને તે કન્યાનાભાઈ તથા સૈન્ય સાથે લગ્નપસકર સહિત અધ્યા તરફ મોકલાવી. તે કન્યાઓની જ્યારે આવવાની ખબર પડી, ત્યારે બેઉને હરિસિંહ રાજાએ મનહર એવા ઉતારા આપ્યા. પછી તે રાજા, પિતાના મૃથ્વીચદ્ર કુમારને વિનવવા લાગ્યું કે હે વત્સ ! આઠ કન્યા કેઈક મોટા રાજાની, તથા આઠ તારા મામાની, એમ સેલ કન્યાઓ આપણું ઉત્તમ કીર્તિને લીધે અહીં, તારી સાથે પાણિગ્રહણ કરવા માટે તારા મામાઓ મેકલેલી છે, તે હવે આ તારા મનમાં વૈશ્ય તથા ઉદાસીનપણું છે, તે તું દૂર કર અને તે ઉત્તમ સેલ કન્યાઓ ઉત્સાહથી પાણિગ્રહણ કર અને હે પુત્ર! ચિત્તને શાંતિ પણ એમ કરવાથી જ પડશે? વળી હે સુત! આમ તારા અત્યંત ગતરગપણે રહેવાથી અમને મનમાં ઘણું જ કષ્ટ થાય છે. હે પુત્ર ! તું જે તે ખરેકે આ બીજા રાજાઓના કુમારે હાસ્ય, વિદ, લીલાશૃંગાર પ્રમુખ કરી કે આનદ લે છે? તથા અશ્વપર હાથી પર રથ પર બેસી કેવી સેજ મજા માણે છે , અને અમારા મંદભાગ્યને લીધે તુ આવે ત્યાગી જે કયાથી થયે ? માટે હે કુલદીપક! તે સર્વરાજકુમારની જેમ તું પણ સુખને ઉપભેગ કર, પિતાના પિતાને આગડ જોઈને તે પ્રચક્રે વિચાર્યું કે મારા પિતાને દુરાગ્રહ છે માટે મારું લગ્ન કરૂં તે થયા પછી આ કુલીન કન્યાઓ શુદ્ધધર્મમાર્ગમાં પ્રવર્તાવીશ પરંતુ આ મારા પિતાના દુઃખદાયક ઉપદેશથી દુ ખાંધિ સમુદ્રના વિષસમાન વિષમા બીલકુલ આસક્ત થઈશ નહિ. એમ કરતાં કદાચિત્ હાલ જે હું મારા પિતાને આ કન્યાઓ સાથે પરણવાની ના કહ, તેમને ઘણુંજ દુઃખ થાય ? એમ વિચારીને તે કમરે ઈચ્છા વિના તે સર્વ કન્યાઓની સાથે પરણવું કબૂલ કર્યું. ત્યાર પછી જેપી લેકેએ બતાવેલા સન્મુહૂર્તને વિષે તે પુત્રને વિવાહોત્સવ કરવા માડે. તે કેવી રીતે? તે કે, તે વિવાહના સમયે અધ્યા નગરીમાં આનંદ વિભેરથી વિવિધ શ્રગારવાળા નરનારીના ગણો, જેણે સ્વર્ગમાંથી દેવદેવીના સમૂજ આવ્યા હોય નહિ ? તેમ શેભવા લાગ્યા. વળી તે વિવાહના સમયમાં ગીત, ઉત્તમકૃત્ય અને અનેક વાજિત્રાદિકથી ઉત્તમ અને અદભૂત એવી તે અધ્યા નગરીને જોઈને ચંચલ એવા આકાશગામી ખેચર પણ ત્યાં સ્થિર થઈ, ઉભા રહ્યા. વળી તે સમયે ગભીર એવા સૂર્યના નિર્દોષના ‘પ્રતિશબ્દથકી આકાશ પણ માટે ઉત્સવને વિસ્તરે છે. તે સમયમાં ત્યાં ઉછળતા એવા કપૂરેપૂરના સુગધથી લુબ્ધ