Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 272
________________ અગીઆરમો સર્ગ જય અહંન્મતાધિ, ગાંભી ભિશોભિતઃ | ગ્રહીત્યા શીલ રત્નાનિ, સંત મ્યુઃ સુખિને યતઃ ધ ૧ , અર્થ – જે અહંન્મતરૂપી રત્નાકરમાંથી શીલરૂ૫ રને ગ્રહણ કરીને સુજ્ઞ પુરુષ સુખી થાય છે, તો તે ગાંભીર્ય ગુણોથી સુશોભિત એ અહંન્મતરૂપ અધિ, સર્વોત્કૃષ્ટપણે વર્તે છે, અને વર્તો. હવે તે દેવતા થયેલે કુસુમાયુધને જીવ, એકવીશમે ભવે કયાં અવતર્યો ? તે કહે છે. કે જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે વૈતાઢયથકી દક્ષિણ ભરતાદ્ધનામે ખંડને વિષે લક્ષ્મીથી મનહર એવા કેશલનામે દેશને વિષે સુપાત્રદાન, સન્માન, ગીત, નૃત્ય, તેના અનેક ભેદેથી, સ્વર્ગપુરીથી પણ શ્રેષ્ઠ અને શત્રુથી પણ જેને પરાજય થઈ શકે નહિં, એવી એક અયોધ્યાનામે નગરી છે. જેની રચના, પહેલા આદિનાથ ભગવાનના રાજ્યની વખતે ઈદ્રિના કહેવાથી દેવતાઓએ કરેલી છે. તે અધાનામે નગરીનું, અરિરૂપ કરીને વિદાર એમાં સિંહસમાન, સર્વ પ્રજાને પિતાસમાન, ધનદાનમાં ધનદ સમાન, શત્રુઓને ભયસમાન, સ્વાશ્રિત જનોને સુરટ્ટમ સરખે, એક હરિસિંહનામે રાજા રાજ્ય કરે છે. તે રાજાની, નેત્રરૂપ પઘોથી પરાભવ પમાડયાં છે પ જેણે અને ઈંદ્રાણસમાન આહાર કરનારી, નિર્મલ એવા મુક્તાહાર વિગેરે આભરણેથી સુશોભિત એવી એક પદ્માવતી નામે સ્ત્રી છે. હવે જેમાં બીજા કેઈ શત્રુને પ્રવેશ થઈજ શકતું નથી એવી તે નગરીના રાજ્યને ભોગવતાં, તે હરિસિંહરાજાને કેટલેક કાલ, સ્વર્ગમાં જેમ દેવતાઓને જાય, તેમ પસાર થશે. હવે પૂર્વોક્ત સર્વાર્થસિદ્ધવિમાનને વિષે દેવતા થયેલ અને મહાપુણ્યવાન એ તે કુસુમાયુધરાજાને જીવ, ત્યાંથી ચ્યવીને તે પદ્માવતી રાણના ઉદરસરોવરને વિષે રાજહંસની - જેમ આવ્યું. ત્યારે તે રણુએ શય્યામાં સૂતા સૂતાં રાત્રિના પાછલા પ્રહરમાં સ્વપ્નને વિષે દેવતાઓએ અને દેવીઓથી પૂર્ણ, એવું એક સુરવિમાન દીઠું, ત્યાં તે તુરત તે જાગી ગઈ અને અને અત્યંત હર્ષાયમાન થઈ પિતાના સ્વામીની પાસે જઈ તે સ્વપ્નની વાત કહી આપી. ત્યારે તે રાજાએ કહ્યું કે હે પ્રાણપ્રિયે ! આ સ્વપ્ન તમને ઘણું જ ઉત્તમ આવ્યું છે, કારણ કે આ વખથી તમને મનોહર એ પુત્ર ઉત્પન થશે? તે સાંભળી પ્રસન્ન થઈને તે શુભ એવા ગર્ભનું પાલન કરવા લાગી. અને ગર્ભના પ્રભાવથી તે રાણીને જિનપૂજા, સત્પાત્રદાન, જીવદયાપાલન પ્રમુખ સારા પુણ્યકારી દેહદ ઉત્પન થયા. તે સર્વ હરિસિંહ રાજાએ પૂર્યા. એમ કરતાં જ્યારે નવ માસ અને સાડા સાત દિવસ થયા, ત્યારે તે રાણેએ ઉત્તમદિવસે સબલ લગ્નમાં સ્વરૂપ તથા ગુણેથી અદ્ભુત એવા એક પુત્રને પ્રસબે. ત્યારે તે તે રાણુની પ્રિયંગુલેખાનામે દાસીએ જઈ હર્ષથી હરિસિંહ રાજાને

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301