Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
નિપાય થઈ બેઠે હતું, ત્યાં તેણે કઈકના કહેવાથી સાભળ્યું કે તે પ્રિયમતી, પુત્ર સહિત શિવવદ્ધનપુરમાં આવી છે, તથા તેના પુત્રને તે ગામનું રાજ્ય મલ્યું છે, તે સાભળી તે પણ પિતાની પુત્રીને મળવા માટે ત્યાં આવ્યું. ત્યારે રાજાએ ત્યાં આવેલા તે પિતાના સસરાને ઘણુ જ માન આપ્યું. પછી સભાની વચ્ચે સહુ સાંભળે તેમ તે પ્રિયમતીરાણીના હરણનું સર્વ વૃત્તાત પણ કહી આપ્યું અને તે પ્રિયમતી રાણીએ પણ પિતાનું વ્યંતરીએ હરણ કર્યા પછી જે કાઈ વૃત્તાત બન્યું હતું, તે સર્વ કહી આપ્યું. આ પ્રમાણે જયરાજાનું તથા તેની પ્રિયમતી રાણીનું કહેલું સર્વ વૃત્તાત સાંભળીને ત્યાં બેઠેલા સહ કેઈ લેકે અત્યત વિરમય પામી ગયા, અને તેઓ ઘણા દિવસની વિરહ વેદના મટવાથી પ્રેમપૂર્ણ થઈ ગયાં. અને સર્વત્ર હર્ષવધામણુ થયાં. અને જય રાજા પિતાના પુત્રની આવી મેટી પુણ્યા જોઈ અત્યત સંતુષ્ટ થયો.
હવે તે કુસુમાયુધ કુમારની સાથે પૂર્વોક્ત રાજશેખર રાજા પિતાનું સૈન્ય લઈ, લડવા ' આવતો હતો, તેનું શું થયું? તે કહે છે. જયા તે રાજશેખર રાજા લડવા આવે છે, ત્યા
તે તેણે તે કુસુમાયુધ રાજાના પિતા જય રાજાના તથા માનતુ ગરાજાના શિવવદ્ધનપુરમાં આવવાના સમાચાર સાંભળ્યા, તથા બીજું પણ સર્વ વૃત્તાત સાભળ્યું, તેથી તે મનમાં ઘણે જ વિખે થઈ પશ્ચાતાપ કરવા લાગે કે અરે મારા જેવા મૂઢમતિને મોહને ઉત્પન્ન કરનારા લેભને ધિકકાર હજો. કારણ કે જે લેભે કરી છવ, વિષયપાશને વિષે બંધાય છે. અને વળી તે લેભ કદાચિત્ નિર્ધન તે કરે, પરંતુ મારા જેવાને શા માટે કરવો? કેમ કે સામ્રાજ્યએશ્વર્યથી સુભિત એવા મને આ મારા રાજ્યમાં કાઈ ન્યૂનતા નથી? વળી તે લેભને વશ થઈને મેં બીજાના રાજ્યને ગ્રહણ કરવા માટે મારા આત્માને વૃથા ખેદમાં નાખે? વળી મેં ડૂત સાથે કહેવરાવ્યું કે “બાલકને રાજ હોય નહી, અને એમ કરતાં બાળકને રાજ્ય મળ્યું છે, પણ તે રાજ્ય અને તેને રહેવા દઈશું નહીં” એ જે કહેવરાવ્યું તે પણ મેં મેટી ભૂલ કરી છે કારણ કે પુણ્યના પ્રાગ૯ભ્યથી બાળકને પણ રાજ્ય મળે છે, અને તે ભોગવે પણ છે. તે પુણ્યથી પ્રાપ્ત થયેલા તેના રાજ્યને હું ગ્રહણ કરવાની ઈચ્છા કરુ, તે મારી માટી મૂર્ખાઈ કહેવાય ? તેથી અતિ લેભી એવા મને ધિક્કાર હેજે અને પૂર્વભવકૃત પૂર્ણ પુષ્યવાળાના રાજ્યને રુષ્ઠ થઈને પણ કેણ લઈ શકે છે? કઈ નહિ. તેમ નિભંગી પ્રાણીને તુષ્ટમાન થઈને કણ આપી શકે છે? કઈ નહિં અર્થાત્ નિર્ભાગીને આપ્યું રહે નડુિં, અને પુણ્યશાળીનુ હોય તે જય નહિ વળી પણ વિચારવા લાગ્યું કે અરે ! મેં પૂર્વે આ જય રાજા પ્રમુખ સાથે કેવી પ્રીતિની વેલ વધારી હતી, તેને મે આ મારા લેભ તથા અન્યાયરૂપ દાવાનળથી હાલ પાછી બાળી નાખી છે. માટે ત્યાં જઈ તે જયરાજાને તથા તેના સસરા માનતુ ગ રાજાને ચરણમાં પડી તેની ક્ષમા માગી તે સ્નેહુલને પાછી એ યુક્તિ કરુ ? કારણ કે કોઈ માણસ કદાચિત્ પિતાના માર્ગથી ભૂલે પડ હોય. અને