Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ર૩.
ફરતાં ફરતાં એક ગિરિની ગુફામાં આવી પડે, ત્યાં કેટલાક લૂંટાર ભિલ બેઠા હતા, તેણે તે સુમિત્રને દ્રવ્યના લેભથી પકડી લઈ ભીના ચામડાથી વિ ટીને, બાધી રાખે. અને તેને તપાસતાં તેની પાસેથી કંઈ પણ ન મળવાથી ત્રીજે દિવસે તેને ભુખ્ય તર થો મારી કાઢી મૂક્યા પછી ત્યાંથી તે મહાકષ્ટને ભેગવતે થકે વીરપુર આવે.
હવે તે સુશીલ એ ગુણધર કુમાર જ્યાં ઉંબરાના વૃક્ષ નીચે સૂતા હતા, ત્યાં તેને, સાંયકાલે મૃગયા રમવા નીકળેલા કેઈ એક શેખરનામે પહિલપતિએ દીઠે. ત્યારે તે તેની પાસે ગયે અને તેને જગાડીને નિર્જન વનમાં આવવા વિગેરેના સર્વ સમાચાર પૂછયા. ત્યારે તે ગુણધરે પણ જે કઈ વૃતાત બન્યું હતું, તે સર્વ યથાસ્થિત કહી આપ્યું, પછી તે ગુણધરે પવિપતિને પૂછયું કે હે પલિપને ! તમે મારા સુમિત્ર મિત્રને કે મારા માલના ગાડાને, કે બીજા કોઈ પણ સથવારાને દીઠે છે? તે સાંભળી પલિપતિ બે કે હે સુજ્ઞજન ! અમે તે તમારા કહેવામાંથી કેઈને દીઠા નથી, પરંતુ જ્યાં તમે ઉતારે કર્યો હોય તે સ્થલ જે બતાવે તે ત્યા તેની શોધ કરાવું ? અને જ્યાં સુધી તે માણસે તમારા સથવારા વિગેરેને શોધ કરી આવે, ત્યાં સુધી તમે મારા સ્થાનમાં આવી રહો. ને સાંભળી પ્રસન્ન થયેલા તે ગુણધરે પિતે જ્યાં ઉતર્યા હતા, તે સ્થલ, અટકળથી બતાવ્યું. ત્યારે પલિપતિએ તેની શોધ માટે માણસોને મેકલ્યા, અને તે ગુણધરને પિતાને ઘેર તેડી લાવી, તેનું સ્થાનક તથા ભેજનપ્રમુખથી આતિથ્ય કર્યું. પછી તે બન્ને જણને પરસ્પર અનેક વાતે કરતાં આખી રાત વ્યતીત થઈ ગઈ. અને જ્યારે પ્રભાત થઈ ત્યારે તે સુમિત્ર વિગેરે સાથને તથા માલનો શેધ કરવા ગયેલા ભિલ લેકેએ આવી કહ્યું કે, હે પલિપતે !
જ્યાં તમેએ બતાવ્યું હતું, ત્યાં તપાસ કરતા એમ ખબર પડી કે તે સર્વ સાથે અને માલનાં ગાડાઓ આડા રસ્તે આ પર્વતને ફરીને વીરપુર તરફ ગયા ત્યારે પછી અમે વિચાર કર્યો કે આ પર્વતની આસપાસ તપાસ કરીએ? તે સાથે કઈ ઠેકાણે અમને મલે છે? એમ વિચારી અમેએ આખી રાત એ પર્વતની આસપાસ તપાસ કરી, પણ ત્યાં માલને છે કે માણસને પત્તે મત્યે નહિ. પછી પ્રભાત થયેથી કાયર થઈ પાછા તમારી પાસે આવ્યા આવા વચન સાંભળી મનમાં અત્યંત ખેદ પામી ગુણધર કલ્પાંત કરવા લાગ્યો કે અરે! આ શી વાત! એ મારે મિત્ર, મને સુતો મૂકીને જ કેમ ભાગી ગયો હશે ! અને તેનું હવે શું થશે ! માલનાં ગાડાનું પણ શું થશે તેને હવે કયા ધું ? કેમ કરું ? આ પ્રમાણે સ ભ્રમચિત્ત થઈ કલ્પાંત કરતા એવા ગુણધરને જોઈને પલિપતિ કહેવા લાગે, કે હે વત્સ ! આટલે બધે શેક શા માટે કરે છે? સાહસિક તથા ભાગ્યવાન પુરુષની કદાચિત આવી સંપત્તિ જાતી રહે, તે પણ શું ? કાઈ નહિં. કારણ કે તમારા જેવા ભાગ્યવાનને તે પછી તેથી ગુણું સંપત્તિ સ્વત મળી આવે છે જેના હૃદયને વિષે ઘણું સાહસ છે, તે પુરુષને ઘેર લક્ષ્મી જે છે, તે નિવાસ કરીને રહે છે. અને હું સાહસિક! વળી આ તમારા સથવારા પ્રમુખને શોધ કરવા ગયેલાં આ માર્ગ માણસે પણ