Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
કીર્નિચંદ્ર નામે બે પુત્ર હતા, હવે એક દિવસ તે રવિચંદ્ર રાજાએ વૈરાગ્ય પામી પિતાની રતિચદ્ર નામે યેષ્ઠ પુત્રને રાજ્યસન પર બેસાડી અને તેથી નાના કીર્નિચદ્રને યુવરાજ સ્થાન આપી, તાપસ દીક્ષા ગ્રહણ કરી. હવે તે રતિચક રાજા ગાન તાનને શોખીન હોવાથી ગાન તાનનાજ આનદમાં રહેતું હતું અને પોતાના રાજ્યખટપટની ચિતામાં પિતાના નાના ભાઈ દીતિચકની ચેજના કરી હતી. હવે તે રાજ્ય સુખમાં લુબ્ધ થઈ ગયેલા કચિત્તે જાણ્યું કે, આ રાજ્ય મારા કબજામાં વિના પ્રયાસે સ્વતંજ આવ્યું છે, તે હવે તે રાજ્ય મારે મારા ઠભાઈને પાછું આપવુંજ નહિં કારણ કે જે હું તેને પાછું આપું, તે તે મને કઈ આપે નહિં? એમ વિચારી તે રાજયના સામંતને તથા અમાત્યમંડળને દ્રવ્ય આપી પિતાને વશ કરી લીધા અને તે રાજ્યને પિતજ સ્વામી થઈ તે દેશમાં પિતાની આજ્ઞા વર્તાવી. તેણે વળી પાછે વિચાર કર્યો કે આ રાજ્ય તે મળ્યું, પરંતુ આ મારો ભાઈ રતિચદ્ર જીવે છે, તેથી તે કાઈક ખટપટ કરી મને મારી ન ખાવીને પાછો રાજગાદીએ બેસે, તો હું શું કરું ? માટે એ રતિચકને જ બંધાવીને મારી ન ખાવુ, કે જેથી મને પાછે યાવજન્મ રાજ્ય જવાનો ભય જ ન રહે? એમ દુટ સ ક૫ કરી કીર્તિચઢે તે બિચારા નિરપરાધી રતિચંદ્રરાજાને ઘાતકી અનુચ પાસે ગાઢ ધનથી બધા અને તેઓને મારવાની આજ્ઞા આપી. ત્યારે વૈરાગ્યને પ્રાપ્ત થયે એ રતિચક રાજા બોલ્યા કે હે ભાઈ ! તે આ શું ધાર્યું છે? અરે ! તારે જ્યેષ્ઠભાઈ જે હ. મને મારી આપણું નિર્મલ કુલમા જે કલક દેવું, તે તને ઉચિત છે? અને જો તુ મને રાજ્ય માટે મારતે છે, તે તે રાજ્ય તે મેં તને પ્રથમથી જ આપેલું છે. અને તે લઘુખાધવ' તું જે તે ખરે, મેં તને કઈ દિવસ વેચ્છાથી લક્ષ્મી વાપરવા તથા રાજ્યસુખ લેતાં અટકાવ્યું છે? તેમજ વળી કેટલાક પ્રાણી લક્ષ્મીને મેળવવા માટે અકર્તવ્ય કર્મ કરે છે, પર તુ તે લક્ષ્મી પણ તેને ત્યાં રહે છે? ના રહેતી નથી. કારણ કે તે લમી ઘણીજ ચચળ છે તેમ વળી તે લક્ષ્મી પિતાને સ ચય કરનાર
જ્યારે મરે છે, ત્યારે તેની સાથે પણ જાય છે? ના, જતી નથી વળી હે ભાઈ! તું કદાચિત્ એમ જાણતે હેય, કે મારા યેષ્ઠ ભાઈને હુ જીવતો રાખુ, તે તે મને રાજ્યલેભથી મારી નાખે? તો હે ભાઈ ! તે વિચાર તે તારે કરજ નહિ. કારણ કે કાલ જે છે, તે કઈ પણ પ્રાણીને વહેલે મડે છોડતો જ નથી. અને તે અનુજ ' તું કદાચિત્ એમ જણ હઈશ કે આ મારા જેષ્ઠભાઈને હું જ્યારે મારી નાખીશ, ત્યારે મને પછી દુ ખ જ નહિ રહે ? ના એમ પણ નથી, કારણ કે આ લોકમા કદાચિત્ તું સુખી થઈશ, તે પણ આવા કુલહયારુ૫ પાપથી તારે પાછુ ભવોભવ દુ ખ વેઠવું પડશે? કારણ કે પ્રાણીમાત્રને શુભાશુભ કર્મ ભોગવ્યા વિના છૂટકે જ નથી માટે આ રાજ્યના તુચ્છસુખમાં આસકત થઈ તેજ સુખને સત્ય માની મહુધવી મેડિત થઈ આવી કુલહત્યા, મનુષ્યહત્યા વગેરે પાપથી જે વ્યાપ્ત થઈશ, તે તારું આ જન્મમાં કે ઈતરજન્મમાં કોઈ પણ દિવસે