Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૫ ચૌદમા ભવમાં પ્રથમ વૈવેકયમાં દેવતા થયા, તે કહ્યું અને ત્યાંથી વી શેષ પુર્યને ભેળવવા માટે વિશ્વવિખ્યાત એવા એ બંનેમાંથી એક શ્રીબલને ત્યાં અને બીજે તેના ભાઈ શતબલ રાજાને ત્યાં આવી અવતર્યા છે. ત્યા સુધીને સવિસ્તર વ્યતિકર કહ્યો અને વળી પણ કહ્યું કે હે રાજન્ ! આ તમારા ગિરિયુદરને તથા રત્ન પ્રારને પ્રત્યેક ભવમાં જે સપત્તિનું સુખ મલે છે, તે સર્વ પ્રત્યેક ભવમાં તેઓએ ચારિત્ર સ્વીકાર્યું છે તેનું ફળ છે અને બનેની મુક્તિ પણ તેવી જ રીતે જૈન ધર્માચરણથીજ થશે ? માટે તેમને હાલ આ રાજ્યસ પત્તિ જે મલી છે તેમાં તમારે વિસ્મય કરે. નહિં. હે રાજન્ ! અનાજ ઉત્પન્ન કરવા માટે ખેતી કરનારા ખેડૂતોને વિના પ્રયાસે સ્વત જે ઘાસ મલી આવે, તેમાં તમે વિસ્મય કરવા જેવું શું ? તેમ અનાજ સમાન મેક્ષ ફલને પ્રયાસ કરતા એવા તમારા બને પુત્રરૂપ ખેડુતને રાજ્ય સંપત્તિ રૂપ ઘાસ ઉપલબ્ધ થયું, તેમાં શે વિસ્મય કરવો? વળી હે નૃત્તેિ ' આ જગતમાં જે સુખ છે, તે પૂર્વોપાર્જિત પુણ્ય વિના પ્રાપ્ત થતું જ નથી. તમને તથા તમારા ભાઈ શતબલને જે કાઈ આ ભવમાં રાજ્યસુખ મલ્યું છે, તે પણ પૂર્વજન્મને વિશે તમે બન્નેએ કઈ મુનિને શ્રદ્ધાથી આહાર વહેરાખ્યું છે. તેનું ફલ છે. અને તમારા બન્ને ભાઈની સ્ત્રીઓને જે રાજ્યસુખ મલ્યું છે, તે પણ તમે જ્યારે સાધુને આકાર વહરાવ્યું ત્યારે તેનું તેણે ઘણું જ અનુમોદન કર્યું હતું, તેનું ફલ મહ્યું છે.
અ વાં વચન સાભળી પાછો વિસ્મય પામેલે શ્રી બલરાજા પૂછવા લાગ્યા કે હે મુનિવર છે તે અમે બને પૂર્વજન્મમાં કેણ હતા ? અને વળી અમે એ પૂર્વભવે સુપાત્ર મુનિને શ્રદ્ધાથી કેવી રીતે આહાર વાગ્યે ? અને આ સ્ત્રીઓ પણ પૂર્વભવે કેણ હતી, તથા અમે એ જયારે આહાર વહેરાવ્યો, ત્યારે બન્ને જણીઓએ કેવી રીતે અનુમોદન કર્યું? તે વિસ્તારપૂર્વક કૃ કરી કહો તે સાભળી જગદ્વિતિષી એવા તે મુનિવર્યો તે ચારે જણના પૂર્વભવના સ્વરૂપને કહેવાને પ્રારંભ કર્યો
હે રાજન્ ? પ્રતિષ્ઠાન પુરનામે એક ગામ છે. તેમાં સુમેધનામે એક કુલપતિ રહેલો હતો. તેને એક વંધ્ય અને બીજો શબર, નામે બે પુત્ર હતા, હવે કાલે કરી તેનાં માતા પિતા મરણ પામ્યાં, ત્યારે તે બન્નેને પિતાના સ સાર નિર્વાહથી મેટી ચિંતા થઈ પડી. અને તે ગામના રાજા પાસેથી તેને લાભાતફાય કર્મને ઉદય હોવાથી કોઈ પણ વૃત્તિ મલી નહિં. અર્થાત્ કર્મચગે તેને ગામમા પણ ઉદ્યોગ મળે નહી પરંતુ નિર્વાહ તે ચલાવજ જોઈએ, તેથી તેઓ વિચાર કરી દ્રવ્યોપાર્જન માટે એક ઉત્તમ એવુ કાચનપુર નામે નગર હતું, તે તફ઼ જવા નિકળ્યા. કારણ કે વિદ્વાન માણસોને પણ ઉદરનિર્વાહ માટે ઉદ્યોગ કર્યા વિના ચાલતું નથી તે આ બીચારા મૂર્નજનને ઉદરનિર્વાહ કરે પડે તેમ તે શુંજ આશ્ચર્ય છે ? તેઓને ચાલતાં રસ્તામા કેઇ એક નગર આવ્યું, ત્યા ભોજન સમય થઈ જવાથી તે ગામમાં જઈ એક ભાઈએ ક દઈને ત્યાથી માલપુડા વગેરે વેચાતુ મિષ્ઠાન્ન લીધુ . લઈને