Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૨૦૯ તેમના ચરણકમળમાં નમન કરી મનહર એવા ચારિત્રને ગ્રહણ કર્યું. હવે તે કનકધ્વજ રાજા તથા યુવરાજ જે જયસુંદર એ બન્ને રાજ્યને પાલવા લાગ્યા. તે ઘણા એવા રાજ્યભેગને ભેગવે છે, તે પણ તેમાં આસક્ત ન થતા મનને વિષે પિતાના પિતાએ લીધેલા ચારિત્રનું અહોનિશ ધ્યાન કર્યા કરે છે, કે જેમ અમારા પિતાએ ચારિત્ર ગ્રહણ કર્યું તેમ અમે પણ હવે તે કયારે ગ્રહણ કરીશું ? તે કનકવિજ અને જયસુદરના રાજ્યમાં અરિ તે એકરથના ચક પર જ છે, તથા કટક તે બાહુના ભુષણમાં જ છે, અને યુદ્ધ તે મલોકોની રંગભૂમિમાં જ છે, તેમ માર એ શબ્દ તે સેગઠા બાજીની રમતમાં જ બેલાય છે, અને બંધન તે સ્ત્રીઓના કેશપાશમાં જ છે. અર્થાત્ તે પૂર્વોક્ત સર્વવસ્તુ તે કહી ઠેકાણે છે, પરંતુ કનકધ્વજ રાજાના રાજ્યમાં નથી.
હવે તેવા ઉત્તમ રાજ્યને અધિપતિ કનકધવજ રાજા, એક દિવસ પ્રાતઃકાલમાં શસ્યામાથી સૂતે ઉઠ, ત્યાં તે પ્રતિદિન સવારમાં જગાડવા આવતા એવા મંગલપાઠકે આવી સ્તુતિ કરવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આપના સમસ્તભૂમંડલમાં પ્રસરેલા પ્રતાપને જોઈને હાલ સૂર્ય જે છે, તે જન્મ પામી ઉદયગિરિમા જ સ તાઈ રહે છે. આમ કહેવાથી તે મંગલપાઠકે એ કનકધ્વજ રાજાના પ્રતાપની પ્રશંસા પણ કરી, તથા અણેદય થયે છે માટે જાગ્રત થાઓ એવી વિનંતિ પણ કરી. તે સાંભળી શયામાં બેઠેલા તે કનકધ્વજ રાજાએ વિચાર કર્યો કે અહ, મંગલપાઠકે કહે છે, કે આખી પૃથ્વીમાં તમારે પ્રતાપ પ્રસર્યો છે, તે આ કેટલી પૃથ્વી છે, તથા તેમાં કેટલી મારે વશ છે, અને કયે કયે ઠેકાણે મારે પ્રતાપ પ્રસર્યો છે? તેની તે મને ખબર જ નથી, માટે તે સર્વની તે જે હું દિગ્યાત્રા કરૂં તે માલમ પડે. માટે હાલ મારે દિયાત્રા કરવાજ જવું ? એમ નિશ્ચય કરી પછે વિચાર કર્યો કે હા, હું દિગૃયાત્રા કરવા જાઉં પરંતુ તેમાં મારે પાચ કાર્ય તે અવશ્ય કરવાં તેમાં પ્રથમ શું કરવું? તે કે જે કઈ ઠેકાણે પૂર્વપુરુષોએ કરાવેલા તીર્થકર ભગવાનનાં પ્રાસાદ હોય તે પ્રાસાદને. તથા વળી જે ઠેકાણે તીર્થકનાં જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ થયા હેય, તે ભૂમિને વિષે બનાવેલાં પ્રાસાદમાં બિરાજેલા જે જિનેશ્વર ભગવાન હોય, તેઓને મારે વાદવા. તથા બીજુ પૂર્વે મહાપુરુષોએ કરાવેલાં અને હાલમાં જીણું થઈ ગયેલા એવા જે કંઈ પ્રાસાદે હાથ, તેમને ઉદ્ધાર કર. ત્રીજું જે જે સ્થલે જિનમતના પ્રત્યેનીકજને હેય, ત્યાં જઈ તે જનેને શાસ્ત્રાનુસારે પરાભવ કરે. ચેાથુ જે જેનસાધુ હોય, તથા તે સાધુઓને માનનારા હોય, તેવા જનને દાન દેવા. અને પાચમું જે દીનજન હોય તેને પણ દાન દઈ તેને દુખથી ઉદ્ધાર કરે. આ પ્રકારે વિચાર કરીને તે સર્વ વિચાર પિતાના લઘુભાઈ જયસુંદર કુમારને જણાવ્યું.
તે સાંભળી જયસુદર કુમાર બે કે હે મહારાજ ! આપે જે હાલ દિયાત્રા કરવાને વિચાર ધાર્યો તે ઘણેજ ઉત્તમ છે અને તે વિચારને હુ પણ મળતેજ છું ઉત્તમ કાર્ય કરવાની ઈચ્છા કરે, તેમાં જે તેને આળસ આવે, તે તેને તે કામ કરવા જતો અટકાવે, અને તેથી તેનું
પૃ. ૨૭