Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
સહિત ત્યા આવ્યા. આવીને તે રત્નસારકુમારને પ્રથમ રનાન કરાવી, વસ્ત્રાભરણથી અલકૃત કરી તે ગામના રાજ્યસનનું તિલક કર્યું, અને તે કુમાર રાજા થયે. ત્યારે તે રાજાને મત્રી અને સામ તેઓ રૂપવત અને ગુણવાન એવી ઘણી કન્યાઓ પરણાવી, અને તે ગામમાંથી તે યક્ષના ભયથી આડી અવળી ભાગી ગઈ હતી. સર્વ પ્રજા પણ સારે રાજા થવાથી પાછી આવી વસી ત્યાર પછી તે રાજકુમાર મને કહેવા લાગ્યો કે હે મિત્ર ! આ રાજ્ય મને તમારા સગના પ્રતાપથી મળ્યું છે, માટે તમે જ ગ્રહણ કરશે. ત્યારે મેં કહ્યું જે હે સાવવાન્ ! એમ ન બેલે. કારણ કે જે આ રાજ્ય મળ્યું છે, તે તે તમારાં ભાગ્ય
ગેજ મળ્યું છે. એમાં મારે શું પ્રતાપ છે. માટે તે શ્રેષ્ઠ પુરુષ ! આ રાજય ભેગવવાને ખરો હક તો તમારો જ છે. વળી પણ સાભળે, કે આ રાજ્ય કંઈ તમોએ કેઈનું કપટબળથી છીનવી લીધું નથી? આ તે તમારા ભાગ્યદયે પ્રેરેલા યક્ષે જ અત્યાગ્રહપૂર્વક આપ્યું છે. માટે તમે સ્વસ્થ ચિત્ત થઈને ભેગ અને હું જે મિત્રને તમે શોધવા નીકળ્યા છે, તેને શેધવા સારુ જાઉં છું, માટે તે મિત્રનાં નામ, ગોત્ર, કુલ, રૂપ વગેરે કહો, કે જેથી હું જલદી તેને શોધી લાવુ ? પછી તેણે તેનાં ગિરિસ દર એવું નામ તથા ગોત્ર કુલ પ્રમુખ કહી આપ્યાં. તે પછી હું તેનાં નામ વિગેરેને બરાબર યાદ રાખી અનેક દેશાવરને વિષે તેને શેધવા માટે ભમ્યા કરું છું તેમાં જે કઈ મને રસ્તામાં કે બીજે કેઈ ઠેકાણે મળે છે, તેને પૂછું છું કે તમે આવા નેત્રકુલ રુપવાળે નિરિણુંદર નામે કુમાર દીઠે છે? તે પણ હજી સુધી મને ક્યાં પણ તેને પત્તો મલ્યા નથી. માટે હે પાંચજને ! તમેને પણ પૂછું છું કે તમે પણ અનેક ગામ નગર, વન પર્વતે જોતા જોતા આવતા હશે, તે તેમાં તમે એ કઈ પણ ઠેકાણે પંઢરપુરના રાજાને ગિરિસુ દર નામે પુત્ર દીઠે છે? ત્યારે સહુ કઈ બોલ્યા કે ના, ના. અમે ક્યાઈ પણ દીઠે નથી. તે સાભળી મનમા કલેશ પામી પાછો મહુસેન બોલ્યા કે હે પાંથજનો ! હું તેની આટલી બધી શેધ તો નહીં કરત, પરંતુ હાલ જે ઉજ્જડ ગામ વસાવી રાજ્યસન પર બેઠેલો મારો મિત્ર રાજકુમાર છે, તે સ્વભાવથી ઘણાજ ઉત્તમ છે, અને ઉત્તમ એવા તે રાજકુમારને ગિરિસુંદર વિના મોટું દુઃખ થાય છે તે કેવું દુઃખ થાય છે? કે તેને મહુર એવુ રાજય મળ્યું છે, પરંતુ તે ગિસુિ દર વિના તેને રાજય પણ રજજુલમ ન દેખાય છે, અને વિષય છે જે છે, તેને રેગસમાન માને છે, અને ગીત વિનોદને પણ તે વિલાપતુલ્ય માને છે. અને હાસ્યલીલા તે તેને જરા પણ ગમતી જ નથી ગિરિસ દર ! | હે ગિસુિ દર ! ! ! એ શબ્દ બેલ્યા કરે છે. મને તે હવે એમ લાગે છે કે તે રાજકુમારને જે ગિરિસુદર કુમાર નહિ મળે, તો તે નિચે થોડા જ દિવસમાં તેના વિરડથી પિતાના પ્રાણ ત્યાગ કરશે? વળી છે પાંઘજન ! મારા પ્રિય મિત્ર એવા એ રાજકુમારના વિરહને અવધિ હવે મને પૂર્ણ થઈ રહ્યા છે. માટે જે તે ગિસુિંદર કુમાર મને પણ જે નડિ મલે તો હું પણ મારા મિત્રના વિરહથી જરૂર કમલના પાનની જેમ ગાનિ પામી જઈશ? આ પ્રકારનાં વચન તે