Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૩૫ જલચર, સ્થલચર, બેચર એવા પ્રાણીઓનું માંસ લાવી તેનું ભક્ષણ કરવું. હવે અમારું ઔષધ કેવી રીતે ખાવું તે કહીએ છીએ કે આ રેગીએ અમે જે ઔષધ આપીએ તેને પ્રતિદિવસ સવારમાં પૂર્વોક્ત પ્રાણીઓનુ માસ લાવી તેની સાથે મેળવીને ખાવું. તેમ સાત દિવસ પર્યત અમે જુદું જુદું ઔષધ આપીશું, તેને પણ તે પ્રથમ કહેલા માસના જ અનુપાન સાથે લેવું. તેથી સાત દિવસમાં આ બ્રાહ્મણના સર્વ રોગ નિર્મલ થઈ જાશે ? તેમાં કંઈ પણ સંશય નથી એ સાભળી તે રેગી બ્રાહ્મણ બે કે અરે વૈદ્યો આ તે બેલે છે શું ? આ પ્રકારના તમારા કહેલા આરંભકારક ઔષધ ખાઈને મારે શું કરવાનું છે? આવા ઔષધથી મારા રેગે જે મટતા હોય તે તે રેગો મારે મટાડવા જ નથી કારણ કે આવું તમારુ ઔષધ ખાઈને હું ભભવ નરકની વેદનાને ભેગવવા તૈયાર થાઉં કેમ ? માટે આજ બેલ્યા તે તો બેલ્યા, પણ હવેથી આવું બોલશે જ નહીં. પ્રથમ તો તમેએ મને દિવસથી તે રાત્રિ પર્યત મધ વગેરે ખાવાનું કહ્યું, તે તેમાં પ્રથમ મધ વગેરે ચારે વિષયનું તે મે જાવજજીવ પચ્ચક્ખાણ લીધેલું છે. માટે તમારા કહેવા પ્રમાણે મધ તથા માખણ વગેરે તે મારાથી ખવાય જ નહિં. વળી રાત્રિભેજનને પણ મેં જાવજજીવ પર્યત ત્યાગ કર્યો છે, તેથી રાત્રિમાં હું જિનશાસ્ત્ર વિહિત અન્ન પણ લેતા નથી તે તમારૂં કહેલું મહાપાપકારી માંસ વગેરે તે શેનું જ લઉં? અને વળી તમે મને ઔષધ ખાવાનું કહ્યું, તેમાં પણ અનર્થકાર માંસ મેળવીને ખાવાનું કહ્યું, માટે તે ઔષધ પણ મારાથી ખવાય એમ નથી? તે સાંભળી દેવેવૈદ્યો બોલ્યા કે હે બ્રાહ્મણ આ તે તું શું બોલે છે એકદમ ધર્મમાં ગળી ગ છે, તું વિચાર તે કર કે આ શરીર જે હશે તો બધું સારું થાશે, અને શરીર જ્યારે નહિ હોય, ત્યારે એકલા ધર્મને તું શું કરીશ? અને ધર્મ પણ કેવી રીતે પાળીશ? માટે દેહમાં જ્યારે કેઈ પણ રોગ થાય, ત્યારે કર્તવ્યાકર્તવ્યને કાંઈ પણ વિચાર ડાહ્યા માણસે કરવે જ નહિં, અને એમ ધર્મ વિરુદ્ધ ઔષધ ખાવાથી કદાચિત્ પાપ લાગે, તે પછી
જ્યારે સાજા થઈને તેનું પ્રાયશ્ચિત કરીએ, તેથી તે દેષ સર્વ નિવૃત્તિ પામે, માટે આ અમેએ કહ્યું. તેમ કરી શરીરનું રક્ષણ કર અને ધર્મનું પણું રક્ષણ કર એમ તે રાણી બ્રાહ્મણને કહીને તે વધો તેનાં માતા પિતા વગેરેને કહેવા લાગ્યા કે હે ભાઈઓ! આ રોગી તે કાંઈ પણ સમજતો નથી માટે અણસમજુ, રોગી અને ગરીબ એવા આ માણસની તમારે ઉપેક્ષા કરવી ઘટતી નથી. તેથી તેને સમજાવી કહે, જે અમારા કહેવા મુજબ તે ઔષધ ખાય ? અને તેમ કરવાથી તમને પણ પુણ્ય અને યશ પ્રાપ્ત થશે? તે સાંભળી તેના સહ સંબંધી અને કહેવા લાગ્યા કે હે વત્સ ! આ બે વો બિચારા ઉપકારી દેખાય છે, કેમ કે તારા જેવા નિર્ધન માણસને રેગ મટાડવા માટે ઔષધ દેવા પિતે પિતાની મેળે જ બોલાવ્યા વિના આવી ઉભા રહ્યા છે, તથા તે ઔષધનું કાંઈ દ્રવ્ય માંગતા નથી? માટે આ દયાળુ વૈદ્ય જેમ કહે છે તે પ્રમાણે ઔષધ ગ્રહણ કરવાથી તારા જે બચાવ થશે તે અમો પણ રાજી થાશું ? અને તે ભાઈ ? તે ઔષધ ખાવાથી જે