Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૮૨
જ્યાં હતુ ત્યા મૂકી દે અને હૈ સાહસિક સ્ત્રી ! એ ખડ્ગ જે તું નિહ મૂકે અને તે આવી પહાચશે, તે આ તારા કૃત્યને જોઇ તરત તારે નાશ કરશે. વળી એમ નહીં જાણુકે જે તે તારા જ નાશ કરશે. પરંતુ તારે લીધે અમારે પણ નાશ કરશે ? તે સાંભળી કુમારસી ખેાલી કે હે અમલાએ ! તમે કિંચિત્ પણ ભય પામે નહિ સ્વસ્થ થઈ જે કઈ કૌતુક થાય, તે જોયા કરે. તે દુષ્ટ તસ્કરને જેમ તમે દેખશે, તેમજ હું કૃતાંતને અતિથિ કરી દઇશ ? એમ કહીને પેાતાનુ' જે ખરૂ સ્વરૂપ હતુ, તે પ્રગટ કર્યું. ત્યા તે દ્વારમાં તે દુષ્ટ ચેગી આવી ઉભું! રડી મેલ્યે કે અરે ! દરવાજે ઉઘાડા ? તે સાભળી એક કન્યાએ જઈ તે પાતાલશૃઙતુ દ્વાર ઉઘાડયુ ? ત્યા તે ભયભીત એવી તે સ કન્યાએ તે ગિરિસુ ંદર કુમારના સુખ સામું જોઈ ગુપચૂપ બેસી ગઈ.
1
હવે તે ચાર ત્યાં આવી યા જુવે છે, ત્યાં તે નિર્ભયપણાથી હાથમાં ખડ્રગ લઈને ઉભા રહેલા તે કુમારને જોયે, તે જોતાં માત્રમાં જ તેને રીપ ચડી ગઈ, તેથી તેનાં લાલચેાળ નેત્ર થઈ ગયાં, અને તેજ વખત યા પેાતે ચંદ્રડામ ખડ્ગ મૂક્યું હતુ ત્યાં જઈ કુમારે અદલ બદલ કરી મૂકેલા તે કુમારના જ ખગને લો. લઈને કુમારની સામે દોડયા. ત્યારે પેાતાનો સામે દોડયા આવતા તે દુષ્ટને જોઈને ગિરિસુંદરકુમાર હાક મારી એલ્યે કે હૈ દુષ્ટ ! તું આવી કુચેષ્ટાઓ કરી દન છે, તેથી હાલ નાશ જ પામેલા છે. એમ જાણુજે અને ઘણા દિવસથી કરેલા પાપરૂપ વૃક્ષનું જે કંઈ ફલ થયુ છે, તે ફુલ હું તને આપુ તે ગ્રાણુ કર. હું પાપી ! તું વિચારતા કર કે વિષના ખાનારે જે પ્રણી છે, તે કાઇ દિવસ ચિરાયુ હાય? ના હાયજ નહિ ! આ પ્રકારના કુમારને મારવા દોડયા. અને કુમાર પાસે આવી તુરત ખડ઼ગના ઘા કર્યાં. પરંતુ તેના કરેલા ડુંગના ઘામાંથી કુમારે કાઇક યુક્તિથી પેાતાનેા બચાવ કરી લીધે, અને તેણે જેવા ખડ્ગને ઘા કર્યાં ને તેવાજ પાછા ઘા તેની ઉપર કુમારે કર્યાં, તેથી તે દુષ્ટ એકજ ઘાથી યમસદનમાં પહોંચી ગયે.. પછી ગિરિસ દરકુમાર હૃદયમાં વિચારવા લાગ્યા કે અરે! કાલે પ્રેરેલા એવા મે આવા રંકજનના નાશ કર્યાં ? પરંતુ હા, આ કૃત્યથી માત્ર એટલું થયું, કે મારા નાગરિક જના સુખી થયા.
હવે તે ચારે હરણ કરી લાવેલી કન્યાઓનુ શુ થયુ ? તે કહે છે, તે દુષ્ટ ચારે ચારાથી રાખેલીયેાસ કન્યાએ આવું તે ગિરિસ દરકુમારનું પરાક્રમ જોઈ અત્ય ત વિસ્મય પામી તેની સામુ જ એક દૃષ્ટિથી જોવા લાગી પછી કુમાર ખેલ્યા કે કન્યાએ ! તમારાં કયા સ્થાને કઈ જગ્યાએ ઘર છે, તે મને કહેા, ત્યા તમને હુ પહાંચાડી દઉં ? તે સાંભળી જેની સાથે કુમારને વાત ચિત્ત થઈ છે એવી જે શ્રેષ્ઠીની પુત્રી હતી તેણે તે કુમારને આળયે, અને તે વિચારવા લાગી કે અહે! આ તે સ્ત્રરથી તથા આચરણુથી આપણા ગામના રાજાના પુત્ર ગિરિસુંદર કુમાર જેવેાજ લાગે