Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૮૩ છે વળી ડી વાર જોઈને નિશ્ચય કરી વિચારવા લાગી કે અરે ! હા, આ તે તેજ છે. એમ નિશ્ચય કરી તેણે ત્યાં બેઠેલી સર્વ કન્યાઓને સાદ પાડી કહ્યું કે હે બહેને ! આ પ્રતાપી પુરુષને તમોએ ઓળખ્યા ? આ તે આપણું પેહપુરના રાજાના ગિરિફંદર નામે પુત્ર છે, અને તે સાંભળી સર્વ કન્યાઓએ તે કુમારને ઓળખ્યા અને સર્વ ખુશી થઈ પછી કુમાર પરના પ્રેમરાગે કરી રંગાયેલી એવી તે સર્વ કન્યાઓ કહેવા લાગી કે હે કુમાર ' તે દુષ્ટ ચોરે અમારૂ હરણ કહ્યું, અને અમે ઘણા દિવસ અહી રહી તેથી હવે ઘેર જઈ ળગા સ બ ધીને મુખ દેખાડતાં અમને લાજ આવે છે, માટે અમારો સર્વને તો એવો નિશ્ચય છે, કે કાં તો તમેને વરવું? નહિ તે અગ્નિમાં પડી બળી મરવું, પરંતુ આ દેહથી બીજા વરને વરવો નડિ? આ પ્રકારનાં વચન સાંભળીને દયાલું એવા તે ગિસુિંદર કુમારે કહ્યું જે અરે ! વિધિને પણ ધિક્કાર હશે. કારણ કે તેણે આવી બિચારી નિરાધાર કન્યાઓને દુખ દીધુ ? એમ કહીને વળી વિચારવા લાગ્યું કે અહો! આ સર્વ કન્યાઓ મને જ વરવાને આગડ લઈ બેઠી છે, તેથી જ તેને નહિ વરું, તે તે સર્વે અગ્નિમાં કરી પ્રાણત્યાગ કરશે, તો તે બિચારી દીનવદવાલી પ્રાણત્યાગ કરતી હું કેમ જોઈ શકીશ? તેમ વળી આ અનાથની સાથે મારું લગ્ન પણ હું કેમ કરૂં? માટે મારે તે હવે શું કરવું ? પરંતુ હા, એક ઉપાય છે ખરે, તે શું ? તે કે હાલ તે આ સર્વ કન્યાને વરવાની હા કહે અને અહીં તેની પાસે જ રહું. પછી તે જે બનશે. તે ખરું? એમ વિચારીને તે સર્વ કન્યાઓને કહ્યું કે હે કન્યાઓ ! તમે ગભરાટ છોડી દે. કારણ કે હું તમને જરૂર વરીશ.
એમ કહીને તે કન્યાઓ સાથે વિવિધ પ્રકારની કામક્રીડા કરતે થકી તે પાતાલેગૃહને વિષે એક માસ પર્યત રહ્યો, તેવામાં એક દિવસ પિતાને પરમમિત્ર જે રત્નસાર કુમાર છે, તે સાભળી આવ્યો તેથી તત્કાલ તે કન્યાઓને પૂછયા વિના જ હાથમાં ચંદ્રહાસ ખગ લઈને ત્યાંથી બહાર નિકળી ઘ. પછી સાધકદાવિદ્યાથી કાપડીનું રુપ ગ્રહણ કરી પિતાના પેંદ્રપુરનામે નગરને વિષે આવ્યું. ત્યા તે જેમાં કોઈ પણ એ બાળકે રમતા નથી, તેમ કઈ ઠેકાણે વાઘ પણ લાગતું નથી વળી જેમાં રહેનારા જનોના મુખપર શેક છવાઈ રહ્યો છે એવા પિતાના સર્વ નગરને જોઈને કુમારે કઈ એક નાગરિકજનને પૂછયું, કે હે ભાઈ ! આ નગરમા આટલે બધે શોધ કેમ છવાઈ રહ્યો છે? કાંઈ મોટો અનર્થ તે થયે નથી? તે સાભળી નાગકિજન બે કે હે ભાઈ ! તારા આવી રતના પૂછવાથી તો મને એમ લાગે છે, કે હાલ તું દુર દેશથી જ આવ્યું હશે ? કારણ કે આ નગરમાં શોક થવાનું કારણ આસપાસના આબાલવૃદ્ધ સહુ કોઈ જન જાણે છે પરંતુ તું જાણતો નથી માટે શોક થવાનું કારણ હું કહુ તે સાભળ, આ ગામમાંથી કોઈ એક દુષ્ટ ચેર, કન્યા વગેરેને ચેરી જતો હતો, તે માટે કેટવાલ વિગેરેએ તેની