Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૪
વાતે કરાવે છે આ પ્રમાણે પિતાને પિતા મિથ્યાત્વી છે એમ જાણી તેની પાસે કુમારને જવું પણ ગમતું નથી, પરંતુ તે વિચાર કરે છે, કે જે હું મારા પિતા પાસે નહિ જાઉં તે તેને દુ ખ લાગશે ? એમ જાણ તેની પાસે જાય છે અને ત્યાં ધિકૃત જન્મવાલા બ્રાહ્મણની કરેલી પરમાર્થ શૂન્ય જુનાં કઢિપતશાસ્ત્રોની કથાઓથી ઉદ્વેગ પામી મનમાં વિચાર કરે છે કે અરે ! આ મારે પિતા સાવ મિથ્યાત્વગ્રગ્રસીત થઈ ગયેલ છે, તેને હું તે મિથ્યાત્વથી કેવી રીતે મુક્ત કરું ? હા, એક ઉપાય છે ખરે, કે હાલ જે તેને સુગુરૂમામગ્રી મલે, તે તે જિન ધર્મને પામે? કેમ કે કઈ ખાડા ખડિયા મણિ હાથ, તે તે મણિ, મણિકારના કરેલા સંસ્કાર વિના બીજા કેઈ પણ ઉપાયથી નિર્મલ થતું નથી.
હવે તે સૂરસેન રાજાની સ્ત્રી મુક્તાવલીને જીવ જે પ્રથમ ચિકે દેવતા થયો હતે, તે ક્યાં અવતર્યો ? તે કહે છે કે વૈતાઢય પર્વતમાં દક્ષિણ એણને વિષે સાર્વભેમપુર નામે એક નગર છે. તે નગરને પ્રતાપે કરી સૂર્ય સમાન ઉત્તમ એવા વિદ્યાધરના કુલને વિષે ઉત્પન્ન થયેલે તરે નામે રાજા છે, તેની કમળ સમાન સુકમલ, કલાકલાપથી સંપન્ન દેવની સ્ત્રી સમાન, કમલમાલા નામની એક રાણી છે તેની કુક્ષિપ ગુડાને વિષે સૂરસેનની સી મુક્તાવલી રાણુને જીવ જે પ્રથમ રૈવેયકમાં દેવ થયો હતો, તે નાથી ઍવીને કેસરીના બચ્ચાની જેમ આવ્યું. જ્યારે તે ગર્ભમાં આવ્યું, ત્યારે તે રાણીએ સ્વપ્નને વિષે સિંહના બચ્ચાને છે, તે જોઈને તુરત જાગી ગઈ અને તે સ્વપ્નની વ ત પિતાના સ્વામીને કહી બતાવી. તે સાંભળી તેને સ્વામી કહેવા લાગ્યું કે હે પ્રિયે ! તમે સ્વપ્નામા સિંહને શિશુ જે છે, તેથી તમારે સિહના શિશ જે પ્રતાપી પુત્ર ઉત્પન્ન થશે? તે સાંભળી મુદિતમન થઈ થકી રાણી ગર્ભનું પિષણ કરવા લાગી. પછી જે સુસ પૂર્ણરીતે સુશોભિત દિવસમાં શુભ એવા નક્ષત્ર મુહંત વેળાને વિષે મોટી તેજે કરી પ્રકાશિત એવા પુત્રને પૂર્વ દિશા જેમ સૂર્યને ઉત્પન્ન કરે તેમ ઉત્પન્ન કર્યો ત્યારે તરવેગ રાજાએ પુત્રને માટે મહોત્સવ કરાવ્યું. અને તે પુત્ર ગર્ભમાં રહ્યો તે વખતે તેમની માતાએ સ્વપ્નમાં સિંહને શિશુ જે હતું, તદનુસારે લેકજનની સાક્ષિએ તેનું “હરિગ” નામ પાડયું. તે પુત્ર ત્યાની ખેચરીઓએ રમાડે થકે મેટે થયે, તેમ તે પુત્રે સદ્વિદ્યાને અભ્યાસ પણ કર્યો. પછી તે માનિનીના મનને સ્તંભન કરનાર એવા યૌવનાર ભને પ્રાપ્ત થયો.
એવા અવસરને વિષે મથુરા નગરીમાં કેઈ એક ચંદ્રવજ નામે રાજા રાજ્ય કરે છે. તેને બે સ્ત્રીઓ છે. તેમાં એકનું નામ ચકમતી અને બીજીનું નામ સૂર્યમતી છે તે બન્ને જણીઓને એકેક પુત્રી થઈ છે. તેમાં એકનું નામ શશિખા અને બીજીનું નામ સૂર્યલેખા છે. તે બન્ને કન્યાને યૌવનથી અને ધનથી અનુરૂપ એવા વરની પ્રાપ્તિને માટે તેના પિતાએ સ્વયંવરમડપ રચાવ્યું અને તે સ્ત્રય વર વાસ્તે દેશાતરના રાજાઓના પુત્રને બોલાવા માટે જુદે જુદે ઠેકાણે તે મોકલ્યા. તે સર્વ દતમાં કોઈ એક મુખપ્રિય નામે દૂત હતું, તેને